________________
नरपतिरिति स्नात्वा क्रीडासरस्तटमागत-,
स्तदनुहरिणीनेत्रा नीराभिषिक्तकचोच्चयाः । प्रणयिहृदयं नातिक्रामन्त्यनन्यहृदस्त्वमूः, प्रसरतितरां प्राच्यात् पुण्योदयाद् हि सुखं नृणाम् ||८३ ||
આ પ્રકારે સ્નાન આદિ જળક્રીડાથી નિવૃત્ત થયેલા મહારાજા ભરત તટ પર આવી ગયા. તેમની પાછળ પાછળ ભીંજાયેલા કેશવાળી સુંદરીઓ પણ તટ પર આવી ગઈ. ખરેખર પતિપરાયણ સ્ત્રીઓનું હૃદય પતિની ભાવનાનું ઉલ્લંઘન કરતી નથી.
પુણ્યશાળી પુરુષોને પૂર્વોપાર્જિત પુણ્યના ઉદયથી જ પરિવાર પણ પુણ્યશાળી ને અનુકૂળ મળે છે અને પુણ્યોદયથી સુખ મળે છે.
इति वनविहारक्रीडावर्णनो नाम सप्तमः सर्गः
આ રીતે વનવિહારક્રીડાના વર્ણનરૂપ સાતમો સર્ગ સમાપ્ત થયો.
શ્રી ભરતબાહુબલિ મહાસમ્ ૦ ૧૦૮