________________
पूर्वमेव हृदयं विलासिना, मे गृहीतमथ किं करोम्यहम् ।
तन्मनश्च न मया ददे तदा, विज्ञ एव स न चाहमोदृशी ।।५४ ।। હે સખી, પતિએ પહેલેથી જ મારું હૃદય છીનવી લીધું છે. તેથી હવે હું શું કરું? હું એમનું હૃદય જીતી શકી નહીં. એ તો પંડિત છે, સમજદાર છે, હું તેવી નથી.
योषितामवतरेन्न मानसात्, प्रीतिपूर्णहृदयो हि नायकः ।
राजहंस इव पद्मिनीवनाच्छुद्धपक्षयुगलप्रतीतिभाक् ।।५५।। જેનો પતિ સ્નેહાદ્ધ હોય છે તે સ્ત્રીના મનમાંથી ક્યારેય પણ નીચે ઊતરતો નથી. શુદ્ધ ઉજ્વળ પાંખોવાળો રાજહંસ કમલિનીનું વન તજીને બીજે ક્યાંય જાય છે ખરો ?
सस्यरत्नवसनादयस्त्वमी, संश्रयन्ति विषयाः पुराणताम् ।
एक एव निबिडो युवद्वयीप्रीतिरीतिनिचयो न कुत्रचित् ।।५६ ।। જગતમાં ધન, ધાન્ય, રત્ન, વસ્ત્ર આદિ પદાર્થો જીર્ણ થાય છે, પરંતુ બન્ને યુવાન વ્યક્તિઓ વચ્ચે રહેલો અદ્વિતીય ગાઢ પ્રેમ ક્યારેય પણ જીર્ણ થતો નથી.
विस्मरन्ति दयिता न वल्लभं, जीवितादधिक एव यत् प्रियः ।
तद्वियोगविधुरा मृगीदृशो, मन्वते तृणवदत्र जीवितम् ।।५७।। સ્ત્રીઓ પોતાના પતિને ક્યારેય પણ ભૂલતી નથી. પતિને પોતાના જીવનથી પણ અધિક માને છે. પોતાનું સર્વસ્વ માને છે. પતિના વિયોગથી વિધુર બનેલી સ્ત્રી પોતાના જીવનને તૃણની જેમ તુચ્છ માને છે.
प्राणनाथविरहासहाः स्त्रियो, जातवेदसमुपासतेतराम् ।
ताभिरप्यनुनयो विधीयते, साहसस्य भविता हि का गतिः ।।५८ ।। સ્ત્રીઓ પોતાના પ્રિયતમનો વિરહ સહન કરી શકતી નથી. તેથી જ વિરહ પ્રાપ્ત થતાં તે પોતાની જાતને અગ્નિને સમર્પિત કરી દે છે. સ્ત્રીઓ આટલી કોમળ હોવા છતાં, પણ તેને પતિની પાસે કાકલૂદી કરવી પડે છે. ખરેખર એનું કારણ પુરુષનો અહંભાવ છે.
पादयोर्निपतिता स एवं मे, नाहमप्यनुनयं समाश्रये |
एत्वधिज्यधनुरप्यनन्यजो, धीरता सहचरी हि योषिताम् ||५९।। હે સખી, એ મારા પગમાં આવીને પડે તો પણ હું તેનો અનુનય કરવા માંગતી નથી. અરે ખુદ કામદેવ તેના ધનુષ્યને તાણીને ઊભો રહે તો પણ મને તેની કોઈ પરવા નથી, કારણ કે સ્ત્રીઓની ધીરજ એ જ તેની સહચરી છે, અર્થાત્ કામની પીડાને સહન કરવાની મારામાં તાકાત છે.
इत्युदीरितवतीमुवाच तां, दूतिरस्खलितवाक्परम्पराम् ।
जीवितेन सह विग्रहस्त्वयारभ्यते यदवगण्यते प्रियः ।।६० ।। ૧. ઇ ઇવ-જિલીયાં ૨.યુવકવીઝીતિ...યુવયુવનિયુનઝયમવમુકયા !
- શ્રી ભરતબાહુબલિ મહાકાવ્ય ૧૦૩