________________
કોઈ સ્ત્રી પતિ માટે પુષ્પની માળા બનાવવા સારુ ફૂલો ભેગાં કરતી હતી અથવા ચૂંટતી હતી, ત્યારે એક ભ્રમરરૂપી યુવાને તેના અધર (નીચેના હોઠ) પર ચુંબન કર્યું.
चुम्बितं मधुकरेण तन्मुखं, वीक्ष्य कापि दयितारुषं दधौ ।
भ्रू विभङ्गकुटिलेन चक्षुषा, तर्जयन्त्यपि निरागसं प्रियम् ।। २३ ।।
‘ભમરાએ મારા મુખને ચૂમી લીધું છે' તે જોઈને આંખો વડે કટાક્ષ ફેંકતી તે સ્ત્રી નિરપરાધી પતિની તર્જના કરતી ગુસ્સે થઈ.
खञ्जनाक्षि ! तव मन्तुरादधे, नो मया प्रणयभङ्गभीरुणा ।
साक्षिणी तव सखीति मानिनी तेन कापि मुहुरन्वनीयत ।। २४ ।।
ત્યારે એના પતિએ કહ્યું, ‘હે મૃગનયની, તારા પ્રેમમાં આસક્ત એવા મેં તારો કોઈ અપરાધ કર્યો નથી, તેની સાક્ષીરૂપ તારી સખી છે.' વારંવાર એમ કહીને માનિનીને મનાવી લીધી ત્યારે સ્ત્રીનો કૃત્રિમ ગુસ્સો લુપ્ત થઈ ગયો.
कोपने ! त्वमधुना निगद्यसे, युक्तमेव दयितेन तत्कथम् । मन्यसे प्रणयिनं न दुर्मदाद्, गर्वितासि भृशमात्मनः कृते ।। २५ ।।
ईदृशः प्रियतमो न हि त्वया, प्राप्य एव किमनेन दुर्लभा । त्वादृगेव दयिताऽलिरन्वशात्, तामिति प्रणयकर्कशं वचः ।। २६ ।।
ત્યારે તેની સખી નાયિકાને પ્રેમભર્યાં કટુ વચન બોલી, ‘હે ગુસ્સેદાર, તારા પતિએ તને જે કહ્યું તે બરાબર છે. તું અભિમાની બની ગઈ છું. તું તારી જાતને મહાન માને છે. તારા મિથ્યાભિમાનથી તારા પ્રેમાળ પતિને સમજતી નથી. બાકી આ દુનિયામાં તને આવો પતિ મળવો દુર્લભ છે. પરંતુ તારા જેવી પત્ની મળવી તે તેના માટે કંઈ દુષ્પ્રાપ્ય નથી માટે કંઈક સમજ.
आगतेन सखि ! नागतेन किं, प्रेयसेतरनिबद्धचेतसा ।
कापि श्रृण्वति विलासिनीति' तामालिमाह सुभगत्वगर्विता ।। २७ ।।
પોતાના સૌંદર્ય ૫૨ ગર્વ કરતી કોઈ સુંદરીએ સખીને કહ્યું કે જેનું મન બીજી કોઈ પ્રેયસીમાં આસક્ત હોય તેવો પતિ આવે તોય શું ને ન આવે તો પણ શું ?
मुञ्च मानिनि ! रुषं प्रियेऽधुना, यत्तवैव विरहो भविष्यति ।
व्याजमाप्य निहनिष्यति स्मरस्त्वां पुनः प्रियसखीत्युवाच ताम् ।। २८ । ।
ત્યારે તેની પ્રિય સખીએ કહ્યું - હે માનુનિ, તું હમણાં ગુસ્સાને ત્યજી દે. હે પ્રિય સખી ! જ્યારે તને પતિનો વિરહ થશે ત્યારે તું કામની પીડા કેવી રીતે સહી શકીશ ? કેમ કે વિરહના બહાને કામદેવ તને હેરાન-પરેશાન ક૨શે.
जीविते सति निवेदनं सखि !, प्रेयसश्च सुखदुःखयोरिति ।
प्रतकातरमना निशम्य तत्, सस्वजे सरभसं स मानिनीम् ।। २९ ।।
૧. વિભાસિન-પતિઃ તસ્મિન્-વિનાશિનિ ।
શ્રી ભરતબાહુબલિ મહાકાવ્યમ્ ૦ ૯૮