________________
કચ્છમાં જૈનધર્મ અને જૈન મહાજન જિનમંદિર, મોટી પંચતીર્થીનાં આલિશાન જિનપ્રાસાદ, કટારિયા તીર્થ સહિત બીજા કેટલાંક તીર્થો તેમ જ કચ્છનાં મોટા શહેરો તથા નાનાં ગામોમાં બંધાયેલ નાનાં-મોટાં દેઢ જેટલાં જિનમંદિરે; અને શહેર તથા ગામોમાં બનેલ પોશાળા, ધર્મસ્થાનકો, ઉપાશ્રયે, જ્ઞાનશાળાઓ અને જ્ઞાનભંડારો આ વાતની સાક્ષી પૂરવા સાથે કચ્છની ધર્મપરાયણતાનું સુભગ દર્શન કરાવે છે. આ બધું જોઈને એમ જરૂર કહી શકાય કે કચ્છમાં આડંબરવાળા મોટા મોટા ધર્મોત્સવ ભલે ઓછા થતા હોય, પણ એ ભૂમિની ધર્મશ્રદ્ધા આપણા દેશના બીજા પ્રદેશોની ધર્મશ્રદ્ધા કરતાં જરાય ઓછી કે ઊતરતી નથી; અને કદાચ, પિતાને વારસામાં મળેલ ભલા ભેળા-સરળપણાને લીધે, એની ધર્મશ્રદ્ધા વધારે જીવંત અને જીવનસ્પશી હશે.
જૈન મહાજન વળી, કરછના જૈન મહાજનની નામના, પ્રતિષ્ઠા, દીન-દુખિયાના બેલી બનવાની ભાવના, કાર્યશક્તિ અને પ્રભાવશીલતા પણ અન્ય સ્થાનેના જૈન મહાજનોની હરોળમાં બેસી શકે એવી છે. કોઈના ઉપર અન્યાય થતો હોય તો તેનું નિવારણ કરવા હમેશાં તૈયાર રહેવું, દીન-દુઃખી જનને સહાય કરવી, અબોલ, નિર્દોષ પશુ-પંખીઓને પીડાતાં અને મરતાં બચાવવાં, કુદરતસર્જિત કે માનવસર્જિત સંકટ સમયે, કઈ પણ જાતના ભેદભાવ વગર, સૌને સહાય અને આશ્રય આપવાં અને ધર્મભાવનાને પ્રજાજીવનમાં વહેતી રાખવા ધર્મનાં કાર્યો કરવાં, એ છે મહાજનનું કર્તવ્ય. જે ધર્મ અહિંસા. કરુણા અને દયાની ભાવના ઉપર આધારિત હોય એનો અનુયાયી આવી કર્તવ્યભાવનાને આવકારે એમાં જ એના ધર્મની ચરિતાર્થતા રહેલી છે. તેથી જ, જેમ આપણું દેશના રાજાઓને ગો-બ્રાહાણ-પ્રતિપાળ તરીકે બિરદાવવામાં આવતા હતા તેમ, જન મહાજનને જીવદયા-પ્રતિપાળ તરીકે ઓળખાવવામાં આવે છે. બને ત્યાં સુધી પ્રજાની જેમ રાજસત્તાની સાથે પણ સારાસારી રાખીને, એની સહાયથી, જીવદયાનાં, ધર્મનાં અને લોકકલ્યાણનાં સારાં સારાં કાર્યો કરાવી લેવાં એવી મહાજનની સત્તાની સામાન્ય પ્રકૃતિ હોય છે; સત્તાને સત્તારૂપે એટલે કે ભયપ્રેરક પગલાંરૂપે ઉપયોગ એ ભાગ્યે જ કરે છે; પણ જરૂર લાગતાં, રાજસત્તાની સામે અણનમ ખડા રહીને એને પ્રતિકાર કરો અને ભલાઈનું કામ કરાવવા માટે ગમે તેવું જોખમ વહોરવા
૭. કચ્છની મેટી પંચતીથી આ પ્રમાણે છેઃ સુથરી, કોઠારા, નલિયા, જખૌ અને તેરા. આ બધાંય જિનમંદિરો અદ્ભુત, આલિશાન અને ભવ્ય છે, અને એ બધાં અબડાસા તાલુકામાં જ વસેલાં છે. માંડવીથી આ પંચતીથામાં જતાં સાંધાણ ગામ આવે છે. ત્યાંનું જિનમંદિર પણ ખૂબ વિશાળ અને મનહર છે, એટલે એને આ મહાન પંચતીર્થીનું મહાન પ્રવેશદ્વાર જ લેખવું જોઈએ.
૮. માંડવીમાં કેટલાક હસ્તલિખિત ભંડારો વિદ્યમાન છે. કોડાયને હસ્તલિખિત ભંડાર તો એની તાડપત્રીય અને બીજી પ્રતો માટે ખૂબ જાણીતું છે. કચ્છના ભુજ વગેરે શહેરોમાં પણ નાના-મેટા હસ્તલિખિત ભંડાર હોવાની શક્યતા છે. આ બધા ભંડારોને સુરક્ષિત બનાવવાની અને વિદ્વાને એને ઉપગ સહેલાઈથી કરી શકે એવી ગોઠવણું કરછના જૈન સંઘે કરવાની ખાસ જરૂર છે. બિદડાના આશ્રમમાંનાં છાપેલાં પુસ્તકોને સંગ્રહ ૫ણું ઘણું મહત્ત્વને છે અને સદ્ભાગ્યે એ સારી રીતે સચવાયેલે પણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org