________________
એટલે પછી આ તામ્રપત્ર મળ્યાની બાબતમાં અને એમાંનું થોડુંક લખાણ એમણે ઉકેલી આપ્યાની બાબતમાં લેશ પણ શંકાને અવકાશ રહેતું નથી; જે કંઈ સવાલ કે વિચારવા જેવું રહે છે તે એના અર્થની બાબતમાં; અને એ અર્થ કોણે કર્યો તે બાબતમાં.
આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે આ પંક્તિનો આવો અર્થ કેમ કર્યો એનો ખુલાસે આપી શકે એવી એક બાબત એ છે કે આ તામ્રપત્ર મળી આવ્યું તે પહેલાંના સમયથી જ લોકમાં, અનુશ્રુતિરૂપે, એક વાત સારી રીતે જાણતી હતી કે આ તીર્થની સ્થાપના ભગવાન મહાવીરના નિર્વાણ પછી તરત જ-બે-પાંચ દાયકામાં જ-થઈ હતી. એટલે આ અનુશ્રુતિના આધારે, એટલું તે લાગે જ છે કે, આ તામ્રપત્રનું લખાણ ઉકેલી આપવા માટે એ ડો. હેલને મોકલવામાં આવ્યું હોય તે એ વખતે એમને આ તીર્થની સ્થાપનાને લગતી આ અનુશ્રુતિની જાણ પણ જરૂર કરવામાં આવી હશે. અથવા આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પોતે એ લખાણ વાંચ્યું હશે તો એનો અર્થ કરતી વખતે એમણે પોતે આ અનુશ્રુતિને ધ્યાનમાં લીધી હશે. આમાંથી ચોક્કસ શું બન્યું હશે, એ તો નિશ્ચિત રૂપે કહી શકાય એવી સ્થિતિ છે નહીં; પણ, એટલું તો જરૂર લાગે છે કે,
જ્યારે આ બાબત સાથે ડૉ હોર્નલનું નામ સારી રીતે સંકળાયેલું હોવાની વાત, “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં, તેમ જ, એની જેમ અથવા એના આધારે, બીજા ગ્રંથમાં પણ, કહેવામાં આવી છે, ત્યારે એ વાતને સાવ નિરાધાર માનવી એ પણ ઉચિત નથી લાગતું.
આ તામ્રપત્ર મળી આવ્યું તે સમયે, ઉપર સૂચવ્યું તેમ, વિ. સં. ૧૯૩૪-૩૯ દરમ્યાન, આ તીર્થના છેલ્લા જીર્ણોદ્ધારનું કામ ચાલતું હતું. આ જીર્ણોદ્ધારનું કામ પૂરું થયું એટલે વિ. સં. ૧૯૩૯ના માહ શુદિ ૧૦ના રોજ આ દેરાસરની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જીર્ણોદ્ધાર અને પ્રતિષ્ઠાને લગતે સંસ્કૃત ભાષાને લાંબી લાંબી ૪૧ લીટી જેટલે મોટે શિલાલેખ દેરાસરના
૩જુઓ, “જૈન તીર્થોને ઈતિહાસ” પૃ૦૧૪૦; તથા “ જૈન તીર્થ સર્વ સંગ્રહ,” પૃ૦૧૩૮. વળી, “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં તામ્રપત્રમાંની પંકિતનું લખાણ “૧ વદીય શ્રી Tiદ્ઘનાથવસ્થતા ૨૩ ” એ પ્રમાણે ટાંકીને વિશેષમાં, એનો અર્થ સમજાવવા માટે ઉમેર્યું છે કે, આ મંદિરની જૂની નંધમાં અને કરછની ભૂગોળમાં પણ “વીરા ૨૩ વર્ષે ચૂટં વેરાં સંગાતમિતિએવું લખાણ છે.
“જૈન પરંપરાને ઇતિહાસ ભાગ ૧, પૃ. ૭૩માં આ તામ્રપત્ર . તેનલ પાસે કેવી રીતે પહોંચ્યું એ અંગે જે નેંધ કરવામાં આવી છે તે આ પ્રમાણે છે: “આ૦ શ્રી જંબુસ્વામીના સમયમાં ભદ્રેશ્વર તીર્થ બન્યું છે; કર૭ ભદ્રેશ્વરમાં આજે બાવન જિનાલયનું ભવ્ય અને વિશાળ મંદિર છે. સં. ૧૯૩૯માં તેને જીર્ણોદ્ધાર થયો ત્યારે ત્યાંથી એક તામ્રપત્ર મળ્યું હતું, જે કચ્છ રાજ્ય દ્વારા છે, એ. એફ. રૂડેફ હેવલ પર મોકલ્યું હતું, અને પછી ભૂજપુરના યતિને સેપ્યું હતું.”
" અંચલગચ્છદિગ્દર્શન ” માં (પૃ૦૬૧૦) પણ આ તામ્રપત્ર કચ્છ રાજ્ય મારફત ડહોનલ પાસે મોકલવામાં આવ્યાનું અને ભુજપુરના યતિ સુંદરજી પાસે હોવાનું લખ્યું છે.
આ બે પુસ્તકમાં આ તામ્રપત્ર કચ્છ રાજ્ય મારફત ડે. હર્બલને પહોંચતું કર્યાની જે વાત લખી છે તે આ અંગેની બીજી બધી વાત કરતાં જુદી પડે છે એ દેખીતું છે. કચ્છના જૈન સંઘે આ અંગે ખાસ તપાસ કરવી જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org