________________
વહીવટ અને સગવડે ૧૧. શ્રી દેવજી કરસી, ભુજપુર મે. ટ્રસ્ટી (વિ.સં. ૧૯૯૬ થી ૨૦૦૭)
[ચિત્ર નં. ૫૬ ] ૧૨. , માણેકલાલ પરસેત્તમ, માંડવી ટ્રસ્ટી (વિ. સં. ૨૦૦૫ થી ૨૦૦૯)
ઉપરની યાદી જતાં જે ત્રણ બાબતો ખાસ ધ્યાન ખેંચે છે, તે આ છે: (૧) જે સાલમાં શેઠ વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના થઈ અને એનું બંધારણ ઘડાયું તે છેકવિ. સં. ૧૫૦ની સાલથી તે વિસં. ૨૦૦૮ની સાલમાં સ્વર્ગવાસ થયો ત્યાં સુધી એકધારા ૫૮ વર્ષ સુધી ભુજના નગરશેઠ શ્રેષ્ઠીવર્ય શ્રી સાકરચંદ પાનાચંદ શાએ પેઢીનું અને કચ્છના શ્રી જૈન શ્વેતાંબર મૂતિપૂજક સંઘ સમસ્તનું પ્રમુખપદ સંભાળ્યું હતું. આ રીતે લગભગ છ દાયકા સુધી પ્રમુખપદ સંભાળનાર આપણા એ મોવડી મહાનુભાવ ધર્મભાવના, શાસનસેવાની ધગશ, કાર્યકુશળતા, સૌને સાથે રાખીને કામ કરવાની કુનેહ, કચ્છના જૈન સંઘ ઉપર પ્રભાવ, શાણપણ, દીર્ઘદ્રષ્ટિ વગેરે કેટલા બધા ગુણ ધરાવતા હશે એને ખ્યાલ આવી શકે છે. (૨) શ્રી આસુભાઈ વાઘજીએ આ પેઢીના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે કેટલી બધી નિષ્ઠાભરી સેવા બજાવી હતી, એની સાક્ષી દેરાસરના પૂજામંડપમાં, મૂળનાયકની સામસામ, મૂકવામાં આવેલ એમનું આરસનું બસ્ટ પૂરે છે. અને (૩) આ પેઢીની સ્થાપના થઈ ત્યારથી મેનેજિંગ ટ્રસ્ટી નીમવાની પ્રથા અપનાવવામાં આવી હતી.
માજી (નિવૃત્ત થયેલા) ટ્રસ્ટીઓ ૧. શા. દામજી મેણસી, માંડવી પ્રસ્ટી (વિ.સં. ૧૯૫૦ થી ૨૦૦૮) ૨. , હીરજી ઘેલાભાઈ, દુર્ગાપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૧૯૭૭ થી ૨૦૦૮) ૩. , કુંવરજી મુરજી, દુર્ગાપુર ટ્રસ્ટી (વિ. સં. ૧૯૧ થી ૨૦૦૮) ૪. , દામજી ધારશી, અંજાર ટ્રસ્ટી (વિ.સં. ૧૯૪ થી ૨૦૦૯)
આ યાદીમાં જણાવ્યા મુજબ માંડવીના શા. દામજીભાઈ મેણસીએ પણ, નગરશેઠ શ્રી સાકરચંદ પાનાચંદની સાથોસાથ, પેઢીના સ્થાપનાના સમયથી-વિ. સં. ૧૯૫થી–તે વિ. સં. ૨૦૦૮ સુધી, ૫૮ વર્ષ સુધી, પેઢીની સેવા કરી હતી, અને તે પછી તેઓ સંસ્થાના ટ્રસ્ટી તરીકેની જવાબદારીથી મુક્ત થયા હતા.
પેઢીની સેવા કરનાર વિદ્યમાન ટ્રસ્ટીઓ (વિ. સં. ૨૦૦૯) ૧. શા. ખુશાલભાઈ સાકરચંદ, ભુજ પ્રમુખ (વિ. સં. ૨૦૦૮ થી) ૨. છે નેમીદાસ દેવજી, ભુજપુર મે. ટ્રસ્ટી (વિ. સં. ૨૦૦૮ થી) ૨. નગરશેઠ શ્રી સાકરચંદભાઈને માટે “શ્રી કરછ ગિરનારની મહાયાત્રા” માં (પૃ. ૧૫૨) કહેવામાં આવ્યું છે કે-“નગરશેઠ શ્રી સાકરચંદભાઈ પાનાચંદભાઈની સૌમ્ય મૂર્તિ સંઘાળુઓથી ભુલાય તેમ નથી”. તથા “મારી કરયાત્રા” ના લેખક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મહારાજે એમના માટે લખ્યું છે કે પોતાના શાંત સ્વભાવ ને વયોવૃદ્ધ હોવા છતાં એક યુવાનને છાજે તેવા જોરથી કાર્ય કરનાર નગરશેઠ સાકરચંદ પાનાચંદ” (પૃ. ૧૧૬),
જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org