Book Title: Bhadreshwar Vasai Mahatirth
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 260
________________ ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળે એક વર્ષે હળતરાં થઈ ગયાં હતાં અને વાવણી કરવાનો વખત આવી પહોંચ્યો હતો. જગડૂશાહે પિતાના ખેતરમાં વાવવા માટે ઉત્તમ જાતની જારનું બિયારણ લાવી રાખ્યું હતું, અને વાવણી કરવાની તૈયારી ચાલતી હતી. એવામાં એક દિવસ એમના આંગણે કેટલાક સાધુ-સંતે ભિક્ષા લેવા આવી પહોંચ્યા. સાધુઓને અનાજને ખપ હતે. જગડૂશાહ, પિતાની વાવણીને વિચાર કર્યા વગર, બિયારણ માટે લાવેલી ઉત્તમ જાતની બધી જાર એમને ભક્તિ અને ઉલાસથી ભિક્ષામાં આપી દીધી, સંતે ભિક્ષા લઈને અને આશીર્વાદ દઈને રવાના થયા. જગડુશાહે બીજી જાર મંગાવીને એનું પિતાના ખેરમાં વાવેતર કરાવ્યું. વરસાદ-પાણી સારાં થયાં; વખત પાક્યો એટલે જારનો પાક તૈયાર થઈ ગયો. જગડૂશાના ખેતરને પાક જોઈને ખેડૂતે અજાયબ થઈ ગયા–જારનાં કૂંડાંમાં જુવારના બદલે અસલ સાચાં મોતીના દાણા બાઝી ગયા હતા ! ન માની શકાય એવી એ વાત હતી! વાત જગડુશાને કાને પહોંચી. પણ પહેલાં તે એમણે એ વાતને ખોટી માનીને હસી કાઢી–આવું તે વળી ક્યારેય બની શકે ખરું? પચ પછી એમણે જાતે જઈને જોયું તે આખું ખેતર મબલખ મેતીડાના પાકથી હિલેળા લેતું હતું ! જગશા એ જોઈને અચરજમાં પડી ગયા. એમને થયું આ તે બધા પેલા સંતોના આશીર્વાદનો જ પ્રતાપ ! જગડુશાની વખાર ઢગલાબંધ મતીઓથી ભરી ભરી બની ગઈ. જગડૂશાના જે ખેતરમાંથી માતીને આ અમૂલખ મેલ ઊતર્યાનું કહેવામાં આવે છે, તે ખેતર તરીકે આ બાર થાંભલાવાળી છત્રીની આસપાસની ધરતીને બતાવવામાં આવે છે. ૬. જગડુશાને જેનાથી અઢળક સંપત્તિ મળી એવા બીજા ત્રણ ચમત્કારો આ પ્રમાણે કહેવામાં આવે છે– (૧) જગડૂશા એક વાર ભદ્રેશ્વર નગરની સીમમાં ગયા હતા. ત્યાં એમણે જોયું કે એક ભરવાડ પિતાના બકરાં ચારતો હતો, અને એક બકરીના ગળામાં નીલમ મણિ બાંધેલ હતો. જગદ્ગશાએ નીલમ મણિ સાથે એ બકરી ખરીદી લીધી અને એ મણિના પ્રતાપે એમને ઘણું ધન મળ્યું. (૨) એક વાર જગડુશાને ગુમાસ્તા હારમઝ દેશમાં વેપાર માટે ગયો. ત્યાં એણે એક આરબ વેપારીના આંગણામાં દેખાવડો પથ્થર જોયે. એને પોતાના શેઠ માટે એ પથ્થર ખરીદી લેવાને વિચાર થયોપણ એવામાં ખંભાતના કેઈ વેપારીના નેકરને વિચાર એ પથ્થર પિતાના શેઠ માટે ખરીદી લેવાનું થયું. પછી તે બંને વચ્ચે હરીફાઈ મંડાઈ ગઈ, અને બંને જણ એકબીજાથી વધુ પૈસા આપીને પેલે પથરો ખરીદવા બેલી-હરાજી બોલવા લાગ્યા ! વાત વાતમાં વાત મમતે ચડી ગઈ; અને પછી તે બેય ગુમાસ્તાઓને આ વાત પિતાના શેઠની આબરૂ સાચવવા જેવી મહત્વની લાગી. પણ છેવટે જગડુશાના ગુમાસ્તામાં ત્રણ લાખ જેટલું મૂલ્ય આપીને એ પથ્થર ખરીદી લીધું અને પોતાના શેઠનું નામ રાખ્યું. પેલા આરબ સોદાગરને તે તે દિવસે ભારે તડાકે પડી ગયે! પિતાની પાસેના પૈસા બધા ખૂટી ગયા હતા એટલે જગશાને ગુમાસ્તો માલ ખરીદ્યા વગર, ખાલી વહાણે, પાછો આવ્યો. જગડૂશાના ગુમાસ્તાએ ત્રણ લાખ આપીને પથરો ખરીદ્યાની વાત તે એના પહેલાં જ ભદ્રેશ્વરમાં પહોંચી ગઈ હતી. લે છે તે આ માટે જગડુશાને હાંસી-મજાકમાં કેવી કેવી વાતો કરતા હતા ! બિચારા ગુમાસ્તાને પણ ચિંતા હતી કે શેઠ શું કહેશે અને શું કરશે ? પણ જગડ઼શાએ તો ઊલટ, પોતાની આબરૂ સાચવવા બદલ પિતાના ગુમાસ્તાને શાબાશી આપી અને ઇનામ પણ આપ્યું- પૈસે તે ફરી ગમે ત્યારે મળી રહેશે, પણ ગયેલી આબરૂ કંઈ પાછી ગેડી મળવાની હતી ! પેલા પથ્થરને તો ઉઘાડા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329