________________
२०४
" શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતલ દેવસ્મરણ કરી સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે અનુસરી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને તે સુથરી ગામે લઈ આવ્યા. છીકારીમાં દેવરાજને પણ સ્વપ્નમાં એ જ પ્રકારે સૂયન મળેલ. ગોધરા ગામના ઊગમણું પાદરના દરવાજે બેઉ મળ્યા. પરસ્પર સ્વનાની વાત રજૂ કરી શ્રી દેવરાજે કરી લીધી અને શ્રી મેઘજી ઉડીઆએ પરમઉપકારી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને સૂથરી લાવી પોતાના ઘેર રોટલા : રાખવાની કલામ બિરાજમાન કર્યા. ત્યારથી વાર-તહેવારે શુભ પ્રસંગે ગોરના શ્રી અજીતનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરતા તેમ સ્થાનિક જેને શ્રી મેઘજી ઉડીઆના શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરવા લાગ્યા. પ્રતિમાજીના નામાભિધાન અન્વયે જણાય છે કે, એક વાર કઈ મેટા શ્રીમંત મેઘશાને સમગ્ર જ્ઞાતિને મેળે જમાડવાની ઇરછા થતાં તેમણે કરેલ ઉજમણામાં ધારવા કરતાં વધારે માનવસમૂહ એકત્ર થયો તેથી મેઘગશા શ્રાવકે ઘીના હવાડામાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજીને બિરાજમાન કરી સ્વામિવાત્સલ્યમાં પિતાની લાજ રાખવા પ્રાર્થના કરી. મેઘણુશા શ્રાવકની ધા શ્રી પાર્શ્વનાથજી દાદાએ સાંભળી અને રસોઈ તે વધી, પણ ઘી તે હવાડામાંથી ગમે તેટલું વપરાવા છતાં ખૂટયું જ નહીં. આવેલ સંઘે પણ વિસ્મિત થયા અને સંઘને ઘીને કલ્લોલ ભગવાને કરાવ્યો, તેથી શ્રી વ્રતકલ્લોલ પાર્શ્વનાથજીનું નામાભિધાન તે દિવસથી અપાયું.”
૫. મુ. શ્રી દર્શનવિજયજી (ત્રિપુટી) મહારાજના વિ. સં. ૧૯૮૩ના કેઈ લેખના આધારે “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” (પૃ૦ ૧૪૨-૧૪૪)માં આ દંતકથા આ પ્રમાણે આપવામાં આવી છે–
આ ગામમાં ઉદ્દેશી નામને એક અત્યંત ગરીબ શ્રાવક રહેતો હતો. એક વખતે એક દેવે એને સ્વપ્નમાં આવીને કહ્યું કે- “હે ઉદ્દેશી ! તું સવારે રોટલાનું પોટલું બધી ગામ બહાર જજે, અને ત્યાં તને એક માણસ સામે મળશે. તેના માથા પર એક પોટલું હશે. તું તારા રોટલાનું પોટલું તેને આપી તે પેટલું તું ખરીદી લેજે, અને પિાટલામાંથી તને એક વસ્તુ મળશે, જેનાથી તું સુખી થઈશ,
સ્વપ્ન જોઈને ઉદ્દેશી શાહના આનંદનો પાર ન રહ્યો. તરત જ નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા અને હવારે તે દેવના કહેવા પ્રમાણે ગામ બહાર ગયા, અને તે માણસ પાસેથી પોટલું ખરીદ્યું. એ પોટલાને ઘેર લાવીને છોડવું તે પાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમાજી નિકળ્યાં. ઉદ્દેશી શાહે તે પ્રતિમાજીને રોટલાના ભંડારીયામાં બેસાડયાં, તરત જ રોટલાનું ભંડારીયું આ મૂર્તિના પ્રભાવે અખૂટ થઈ ગયું. આથી ઉદ્દેશી શાહ ઘણા આનંદિત થયા. અને આ વાત ધીમે ધીમે ગામમાં ફેલાણી.
પછી સુથરીને એક યતિએ ઉદ્દેશી શાહને સમજાવી ઉપાશ્રયમાં મૂર્તિ મંગાવી અને એક સારા સ્થાનમાં પધરાવી. પરંતુ રાત્રી પડતાં જ તે મૂર્તિ ઉદ્દેશી શાહના ભંડારીયામાં પાછી જઈ પહોંચી. હવે યતિરાજે, એક હાની દેરી બંધાવી, જેના પ્રતિષ્ઠા મહોત્સવમાં સંઘે સ્વામિવાત્સલ્ય કર્યું. પરંતુ તે વખતે એક ઘીને કૂડલામાંથી એટલું બધું ઘી નીકળ્યું કે જે જોઈ સર્વ કોઈને આશ્ચર્ય થયું, અને કુડલામાં હાથ નાખી તપાસ કરી તે ઉદેશી શાહવાળી જીનમૂર્તિ કુડલામાં દેખાવા લાગી, આથી લે કે તેને બહાર કાઢી અને તેનું ઘતકલોલ પાશ્વનાથ એ પ્રમાણે નામ રાખ્યું. પછી સંઘે ઉદ્દેશી શાહને રાજી કરી સંધના દેરાસરમાં રે પ્રતિમાજી સ્થાપ્યા.”
ઉપર નેંધેલી કથામાં અને આ કથામાં, ઘી અખૂટ થઈ જવાને કારણે એ પ્રતિમાજીનું નામ ધૃતકલ્લોલ પાર્શ્વનાથ નામ રાખવામાં આવ્યું, એ વાતનું સામ્ય હોવા છતાં આ આખી ઘટનાને લગતી વિગતોમાં સારા પ્રમાણમાં ફરક છે, એથી આ ઘટના અહીં નોંધવામાં આવી છે. “મારી કથાત્રા” (૫૦ ૧૪૫), “જૈન તીથીને ઈતિહાસ ” (પૃ ૧૪૪) અને “જૈન તીર્થ સર્વસંગ્રહ” (પૃ ૧૪) માં લગભગ આ જ શબ્દોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org