________________
છની મેટી તથા નાની પંચતીથી*
૨૧૭
• एवं सा० हीरजी तत्भार्या पूरबाईक्रेन श्री महावीर जिनप्रासाद कारापित ॥ श्री वीरजिन आदे३बिब कारापिता। तथा संवत १९१० ना मोगसर सूद ५ सोमवासरे ज्ञानभंडार कृत्वा तदा चतुर्मासी उवझाय मुक्तिलाभ सीस तत्त्वमनोहर क्षमालाभ गुरौ नत्वा । प्रशस्ति कारित बुद्ध। श्री वीरवसही विशेषं तु प्रासाद पंच उत्तम ज्ञानभ डार । पौशाल। सप्तनय समापम । लि० मु० सुमतिलाम।
આ લેખમાં સૂચવ્યા પ્રમાણે શેઠ નરશી નાથાના સુપુત્ર (નાગડા ગોત્રના) હીરજીનાં ધમભાર્યા પૂરબાઈ એ (નલીઆ તીર્થમાં) શ્રી મહાવીર જિનનું દેરું કરાવ્યું હતું. એની પ્રતિષ્ઠા ક્યારે કરાવવામાં આવી હતી તે આ લેખમાંથી સ્પષ્ટરૂપે જાણી શકાતું નથી, પરંતુ વિ. સં. ૧૯૧૦ના માગસર સુદ પાંચમને સોમવારે જ્ઞાનભંડાર કર્યાનું લખ્યું છે, તે ઉપરથી કદાચ એમ માની શકાય કે, આ દેરાસરની પ્રતિષ્ઠા પણ એ તિથિએ જ થઈ હશે.૧૬ આ લેખમાં વીરવસહીમાં પાંચ ઉત્તમ પ્રાસાદે હેવાનું લખ્યું છે, તે એમ સૂચવે છે કે અહીં પાંચ દેરાસરો છે. આ પાંચ દેરાસરમાં આ તીર્થમાં બનેલ જ્ઞાનભંડાર તથા પોશાળનો ઉમેરો કરતાં કુલ સાત ધર્મસ્થાને થયાં, જેને લેખમાં “સાત નય” ની કાવ્યમય ઉપમા આપવામાં આવી છે.
આ બધા ઉપરથી એમ લાગે છે કે, અહીં બનેલ ધર્મસ્થાનના ઉલેખકે વર્ણનમાં દેરાસર અને દેરી વચ્ચે ખાસ ભેદ રાખવામાં આવ્યું નથી.
ત્રણે દેરાસરમાં તથા એનાં શિખરોમાં કરણ એટલે કે રૂપકામ સારા પ્રમાણમાં કરવામાં આવેલ છે.
પહેલા (ચંદ્રપ્રભુના ) દેરાસરની બાજુમાં વિ. સં. ૧૮૯૭ની શ્રી વીરસવામીની તથા બીજી એક દેરી છે. અર્થાત્ આ બન્ને દેરીઓ આ દેરાસર પ્રતિષ્ઠિત થયું તે સમયની છે.
બીજા ( શાંતિનાથના) દેરાસરની સામે વિ. સં. ૧૯૧૦ની શ્રી પુંડરીકસ્વામીની દેરી છે.
ત્રીજા (અષ્ટાપદના) જિનાલયની પાસે છ દેરીઓ બનેલી છે; અને શ્રી હીરજી ઉકેડાએ વિ. સં. ૧૯૪૫માં કરાવેલ સાતમી દેરીમાં સાધ્વીજી શ્રી દેવશ્રીજીની પાદુકા પધરાવવામાં આવી છે.
“શ્રી કચ્છ ગિરનારથી મહાયાત્રા” (પૃ. ૧૪૬) તથા તે પછીનાં બીજાં પુસ્તકમાં સૂચવ્યા પ્રમાણે આ તીર્થ ૧૬ શિખરો તથા ૧૪ રંગમંડપથી શોભાયમાન બનેલું છે. આ હકીકત ઉપરથી પણ આ તીર્થ કેટલું વિશાળ અને શિલ્પસમૃદ્ધ છે એનો ખ્યાલ આવે છે.
૧૬. અહીં એ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે, શ્રી કુંથુનાથના દેરાસર (દેરી)ની તથા શ્રી શાંતિનાથના દેરાસરની પ્રતિષ્ઠા આ જ વર્ષ અને આ જ મહિનામાં (વિ. સં. ૧૯૧૦ના માગસરમાં) સુદ બીજ ને શુક્રવારે થઈ હતી. એટલે આ બંને તિથિઓ વચ્ચે ફક્ત ત્રણ દિવસને જ ફરક હતા.
૧૭. જુઓ, “મારી કરછ યાત્રા” (પૃ ૧૪૭), “જૈન તીર્થોને ઇતિહાસ”, (પૃ. ૧૪૫), “જૈન તીથી સર્વ સંગ્રહ” (પૃ ૧૪૨),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org