________________
કચ્છની માટી તથા નાની પચતીથી
વિ॰ સં૦ ૧૯૪૯ના શ્રાવણુ સુદિ સાતમના રાજ આચાર્ય શ્રી જિનેન્દ્રસાગરસૂરીશ્વરજીના ઉપદેશથી ખાના ગેાત્રના શ્રી હીરજી હુસરાજે રત્નટૂંકમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા કરાવી હતી. ૧૩
શ્રી કાયાણીએ વિ સ’૦ ૧૯૮૮ના માહ સુદ ૧૦, ગુરુવારે શ્રી શ મળીઆ પાર્શ્વનાથનું જિનાલય કરાવ્યુ· હતુ'. (અ'ચળગચ્છ દિગ્દર્શન, ફકરા ૨૫૬૯.)
૫
અહીં’શ્રી ગૌતમસ્વામીની મૂર્તિ, અંચળગચ્છના ત્રણ આચાર્યની પાદુકાઓ તથા એક શ્રાવક શ્રીપૂજજીને શ્રી ભગવતી સૂત્ર વહેરાવે છે, એની નાની મૂર્તિ છે
આ રીતે ક્રમે ક્રમે વધતું રહેલું આ તીર્થ “નવ ટૂક ” –નવ દેરાસરાથી સમૃદ્ધ-અની ગયુ, આ તીર્થના શતાબ્દી-મહેાત્સવ, છ વર્ષ પહેલાં, વિ॰ સં૦ ૨૦૨૦ની સાલમાં ઊજવાયા ત્યારે, આ શ્રી રત્નટ્રક જૈન દેરાસરના જીર્ણોદ્ધાર કરવામાં આવ્યેા હતે.
તીમાં ધર્માંશાળા, આંબેલશાળા અને પાંજરાપેાળ છે.
આ તીનાં દર્શોન કરી અમે અહીથી ૧૦ માઈલની દૂરી પર આવેલ નલીઆ તી માં પહેચ્યાં.
નલીઆ
કચ્છના જે સાહસિક અને દાનશૂર મહાજનાએ કચ્છને સુખી કરવામાં, મુ`બઈ શહેરના વિકાસમાં અને દેશના વેપાર-ઉદ્યોગોને વધારવામાં નાંધપાત્ર ફાળા આપ્યા છે, અને દેશ, ધર્મ અને સમાજની સેવાનાં સત્કાર્યો કરીને પેાતાના નામને ચિરસ્મરણીય બનાવ્યુ છે, એમાં શ્રેષ્ઠી નરશી નાથાનું સ્થાન આદર અને ગૌરવભયુ` છે. જેમ કે।ઠારા નગર શ્રેષ્ઠી નરશી કેશવજી નાયકના જીવન અને ધમ કાર્યોથી ગૌરવશાળી બન્યું છે, તેમ નલીઆ ગામે સ્વનામધન્ય શ્રેષ્ઠી નરશી નાથા જેવા નરરત્નની ભેટ આપીને પેાતાના નામને અજવાળ્યું છે.
નલીઆ (નલીનપુર) ગામને ક્ચ્છની મેાટી પંચતીથી માં સ્થાન મળ્યું છે તે શ્રેષ્ઠી નરશી નાથાની ધર્મશ્રદ્ધા અને ઉદારતાના પ્રતાપે જ. જાણે પેાતાના જીવન અને ધનને વિશિષ્ટ ધમ કાય થી કૃતાર્થ કરવા માગતા હૈાય તેમ, નાગડા ગાત્રના આ ધર્મપુરુષ, ગચ્છનાયક શ્રી મુક્તિસાગરસૂરિજીના ઉપદેશથી પેાતાના વતન નલીઆ ગામમાં, શ્રી ચંદ્રપ્રભુનુ* સુંદરજિનાલય ખ`ધાવીને એની વિ॰ સ’૦ ૧૮૯૭ના માહ સુદ ૫ (વસંતપ ́ચમી) બુધવારે, એ જ આચાર્યશ્રીની નિશ્રામાં પ્રતિષ્ઠા કરાવી હતી. જિનાલયનું નામ “ વીર વસહી ’” રાખવામાં આવ્યું છે, તે પેાતાના સ્વ॰ પુત્ર હીરજીના
"
૧૩. જેમનું વર્ણન અહીં આપવામાં આવેલ છે, તે સાતે જિનમંદિરાના શિલાલેખે! “ શ્રી અચલગચ્છીય પ્રતિષ્ઠા લેખા ''માં અનુક્રમે ૮૬૭, ૯૩૬થી ૯૪૦ તથા ૯૬૩ નંબરના લેખા તરીકે આપવામાં આવ્યા છે; અને અહીં આપવામાં આવેલ માહિતી મુખ્યત્વે એને આધારે આપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org