________________
૨૨૪
- શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ કંથકેટ–જગન્ધિતા જગડુશાના વડવાઓ મૂળ આ ઐતિહાસિક નગરના વતની હતા. શ્રીમાળી વણિક જાતિના વિયદુના પુત્ર વરણાગ કંથકોટમાં રહેતા હતા. ૨૩ તેમના પુત્ર વાસ નામે હતા. વાસના પુત્ર વીસલ નામે હતા. વીસલના પુત્ર સેળ શ્રેષ્ઠી ભદ્રેશ્વરમાં જઈને વસ્યા હતા. આ સોલ શ્રેષ્ઠી અને એમનાં પત્ની લહમીદેવીના પુત્ર તે જગÇશા.૨૪ આ કંથકોટને પહાડી કિલો તે કાળે ઘણો મજબૂત હતો અને તેથી, સંકટના વખતમાં, ગૂજરપતિ મૂલરાજ સોલંકી તથા ભીમદેવે એનો આશ્રય લીધો હતો. આ કિલ્લામાં ભગવાન મહાવીરનું બે રંગમંડપવાળું વિશાળ જિનમંદિર હતું, તે ઘણા લાંબા સમયથી સાવ વિસ્ત થઈ ગયું છે. અને એના ભગ્નાવશે અત્યારે પણ એની ભવ્યતા અને વિશાળતાનો ખ્યાલ આપે છે. એમાંના વિ. સં. ૧૩૪૦ના એક શિલાલેખ ઉપરથી નક્કી થાય છે કે, તે દેરું વિક્રમની ચૌદમી સદીમાં સારી હાલતમાં હતું.૨૫ જેન સંઘના મહાન પ્રતાપી પુરુષ જગડૂશના પૂર્વજોના વસવાટથી ગૌરવશાળી બનેલું અને કચ્છના વાગડ વિભાગના ભચાઉ તાલુકામાં આવેલું આ સ્થાન અને મહાવીરસ્વામીનું આ જીણું જિનાલય આજે પણ જૈન સંઘને માટે તીર્થસ્વરૂપ જ છે. એની યાત્રાથી જૈન સંસ્કૃતિના ધર્મ, ઇતિહાસ અને કળાના એક ગૌરવભર્યા વારસાનાં દર્શનનો લાભ મળી શકે એમ છે. લખાણ પૂરું કર્યુંવિ. સં. ૨૦૩૩, જેઠ વદ ૪, રવિવાર, તા. ૫-૬-૧૯૭૭. ૬, અમૂલ સેસાયટી, અમદાવાદ-૭.
૨૩. જુઓ, “શ્રી જગડૂચરિત', સર્ગ ૧, શ્લોક ૨૨, ૨૩. ૨૪, જુઓ, એજન, પૃ૦ ૧૦૪,
૨૫. કંથકોટ સંબંધી વિશેષ માહિતી માટે જુઓ (૧) એજન, પૃ. ૫, ૧૦૭–૧૦૮; (૨) “આર્કિઓલોજિકલ સર્વે ઓફ વેસ્ટ ઇન્ડિયા રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠીયાવાડ એન્ડ કચ્છ”, પૃ. ૨૧૫-૨૧૬; (૩) ગેઝેટિયર એફ બેઓ પ્રેસિડેન્સી ", ૦ ૫ ૫૦ ૨૨૪-૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org