________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
થયાની હકીક્તનું સમર્થન કરતો, સુથરીના શ્રી ઘતકલેલ-જિનાલયના એક છૂટા ઘસાઈ ગયેલા પથ્થર ઉપરનો લેખ “શ્રી અચલગરછીય પ્રતિષ્ઠા લેખ”માં ૮૭૫મા લેખ તરીકે છપાયે છે, તેને શરૂઆતનો ભાગ આ પ્રમાણે છે–
॥श्री अचलगच्छे सुथरि मध्ये उसवंशशातीय सा. उदीआ मेघा । सवत् १७२१ मध्ये प्रथम उपासरो तथा पार्श्वनाथबिंब संवत १६७५ वर्षे पूज्य भट्टारक श्री कल्याणसागरसूरिभिः प्रतिष्ठितः थया तथा वरसी...व्रत .. पजोसण मध्ये पोसा जमे जीव छूटे । तथा प्रासादना तथा जोडी मादेवी उदीआना वंशना प्रथमती मरजादे पाले सही। संवत् १८९६ना वैशाख सुद ८ रवौना महाराज नीचातरना घर मांहेथी शिखरबंद देहेरा मध्ये विराज्या ।
વળી આ જ પુસ્તકમાં ૭૮૮માં લેખ તરીકે, સુથરીના દેરાસરના મૂળનાયક શ્રી ઘતકલેલ પાર્શ્વનાથની પ્રતિમા ઉપર અધૂરા લેખ આ પ્રમાણે છપાયે છે શ્રી સંચા સ્ત્રી સ્થાનતાકૂકીનામુનિ શ્રી ઘનશ્વનાથવયં વારિત..! આ ઉપરથી પણ એ નિશ્ચિત થાય છે કે, આ પ્રતિમાની પ્રતિષ્ઠા આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીના હાથે થઈ હતી.
આ આલીશાન દેરાસર ઉપરાંત ગામમાં શ્રી અજિતનાથ ભગવાનનું બીજું નાનું દેરાસર પણ છે. (જુઓ, આ પ્રકરણની નં૦ ૩ની પાદોંધ.).
સુથરીમાં ધર્મશાળા, ભોજનશાળા તથા પાંજરાપોળ પણ છે.
અમે આ તીર્થનાં દર્શને ગયાં ત્યારે (તા. ૧૯-૩-૧૯૭૫), આ ભવ્ય દેરાસરની શોભામાં વધારો કરે એવું સુંદર, વિશાળ અને પથ્થરનું ૭ પ્રવેશદ્વાર તૈયાર થઈ રહ્યું હતું. અને, મેં આ પ્રકરણની શરૂઆતમાં લખ્યું છે તેમ, અહીં જ એ જાણવા મળ્યું કે, આ તાલુકાના દસા ઓસવાળા કોમના જૈન ભાઈઓ શિપી તરીકેનો વ્યવસાય પણ કરી જાણે છે. આ દરવાજાનું કામ દસા ઓસવાળ કોમના સ્થપતિ શ્રી ખીમજીભાઈ ત્રિકમજીની દેખરેખ નીચે ચાલી રહ્યું હતું. (આ વાતને સવાબે વર્ષ જેટલો સમય થઈ ગયે, એટલે હવે તે એ કામ પૂરું થઈ ગયું હશે.)
આ તીર્થની પેઢીનું નામ “શ્રી ઘતકલોલ પાર્શ્વનાથ જૈન દેરાસર અને સાધારણ ફંડ” એ પ્રમાણે છે. અને અમે ગયા તે વખતે શ્રી શશીકાંતભાઈ નારાણજી લેડાયા એ પેઢીને મુનીમ હતા. તેઓ ખૂબ ઉત્સાહી અને બાહોશ છે.
આ પ્રદેશનાં જિનાલયોમાં શિખરવગેરે બહારના ભાગો ઉપર રૂપેરી રંગનો ઈનેમલ લગાડવામાં આવે છે, તેનું કારણ પૂછતાં એમ જાણવા મળ્યું કે, આ પ્રદેશનું હવામાન એવું છે કે,
૭. આ પ્રવેશદ્વારનું કામ જોધપુર અને તિવારીના આછી રાતા રંગના સાદા પથ્થર જેવા પથ્થરનું બની રહ્યું હતું, તે જોઈને એ અંગે પૂછપરછ કરતાં મિસ્ત્રી શ્રી ખીમજીભાઈએ કહ્યું કે, આ પથ્થર કરછને છે, અને તે ભુજની નજીકમાં આવેલ ભૂયા ડુંગરમાં આવેલી લંકીની ખાણમાંથી નીકળે છે. એક ઘનફૂટને આઠ રૂપિયાના હિસાબે એ સુથરી પહેાંચતે થાય છે અને એના ઉપર મોટી કેરણ થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org