________________
ભલેશ્વરનાં જોવાલાયક સ્થળે પાસેથી અમને એમ પણ જાણવા મળ્યું કે ઘરબારી પૂજારીઓની એમની સાત પેઢીઓ પહેલાં ફક્કડ બાવાઓની સાત પેઢીઓએ આ મંદિરના પૂજારી તરીકેની જવાબદારી સંભાળી હતી. મંદિરના બનાવનાર શ્રી રામદાસ લુહાણ હતા. મંદિરના ઉપલા મજલે શિખરમાં પણ શિવલિંગ પધરાવેલ છે. મંદિરની ડાબી બાજુ સાત ફક્કડ બાવાઓની અને સાત ઘરબારીઓની સમાધિ છે; અને મંદિરમાં એક ભોંયરું પણ છે, જે એની સામે, થોડે દૂર આવેલ ઢેઢાણ વાવમાં નીકળે છે, એમ અમને કહેવામાં આવ્યું હતું.
હેઠાણું તળાવ અને વાવ–આ ભૂતેશ્વરના મંદિરથી થોડે દૂર એક નાનું તળાવ બનેલ છે. આ તળાવ તે કેટલાંક વર્ષ જૂનું હશે એમ લાગે છે, પણ એમાં એ જ નામની (ઢેઢાણ નામની) ત્રણ કોઠાની વાવ આવેલી છે, તે તે ૯૧ વર્ષ પહેલાં-વિ. સં. ૧૯૪૨માં–જ બનેલી છે, અને એના બનાવનાર તરીકે “ઠકકર .આહીરજી હ૦ માવજી જસરાજ ” એવું નામ લખેલું છે. આ તળાવનું નામ ઢેઢાણ તળાવ શા માટે પડયું હશે, તે જાણી શકાયું નથી. પણ ત્યાં બનેલ વાવ હેઠાણ તળાવમાં બનાવવામાં આવેલી હોવાથી એને પણ લોકોએ ઢેઢાણ વાવના નામે ઓળખાવવા માંડી હશે, એમ કલપનાથી કે અનુમાનથી કહી શકાય. આ વાવની પાસે તીર્થની પેઢીનું વોટર વર્કસ છે; અને તે વેરા લક્ષમીચંદ માણેકચંદ વિ. સં. ૨૦૧૯માં બંધાવ્યું હતું. આ વોટર વર્કસની પાસે ખેતરપાળની દેરી છે. ઢેઢાણ તળાવની પાસે એક ભમરિયા નામે ઓળખાતું ખેતર છે, એમાં સાદા પથ્થરના બે મોટા પાળિયા છે; અને એ બંને ઉપર નવ નવ લીંટીને લેખ છે. અમે એ લેખે ઉકેલી શક્યા ન હતા. આ બને પાળિયાને કઈ સુરક્ષિત સ્થાને મૂકવા જોઈએ.
દુદા હરિજનની વાવ–અહીંથી ડેક દૂર, વોટર વર્કસની પૂર્વ દિશામાં, એક મોટી વાવ છે, જે સાવ જીર્ણ-શીર્ણ-ભગ્ન થઈ ગઈ છે.
આ પ્રકરણની શરૂઆતમાં કોમી બિરાદરીને સંદેશ આપતી જગડુશા વગેરે ચાર ભાઈબંધની અને એમનાં સ્મારકોની વાત કરી છે, એમાંના મેઘવાળ-હરિજન વર્ણનાં ભાઈબંધ દુદાના સ્મારકરૂપે ચણાવવામાં આવેલી આ વાવ છે [ ચિત્ર નં ૬૫ ]. વળી આ વાવ દુદાશાએ બંધાવી હતી એવી વાત પણ કહેવાય છે. આ વાવનો ભગ્નાવશેષરૂપે ટકી રહેલે ભાગ અને એની મોટી મોટી શિલાઓ, એક કાળે આ વાવ કેટલી મોટી હશે - પ. જુઓ, “દુદીઆ વાવ, ભદ્રેશ્વર-વસહીન દહેરાંની પૂર્વે દુદાણાની બંધાવેલી મજબૂત પથ્થરની આ સેલોર વાવ છે. આ વાવના તરંગની એક શિલા ૧૭ ફીટ ૭ ઇંચ લાંબી તથા ૨ ફીટ ૧ ઇંચ પહોળી જાડી છે. આ વાવનું બાંધકામ જોવા જેવું છે, છતાં તેની ઉપર શિલ્પકળાની બહુ નકશી નથી. આ વાવના ઘણા પથ્થરો બાંધકામ માટે ઊપડી ગયા છે. ”
*
શ્રી વ્રજલાલ ભગવાનલાલ છીયા (“સ્વદેશી અને વિ. સં. ૧૯૮૦ને દીપત્સવી અંક, પૃ૦ ૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org