________________
૧૨
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીય
માતાની મૂર્તિ પધરાવેલી હતી, પણ વિ॰ સ૦ ૮૬૨માં ( મેમ્બે ગેઝેટિયર, વેલ્યુમ ૫, ૦ ૨૧૧) અજાર શહેરની સ્થાપના થઈ ત્યારે, ભદ્રકાળી માતાની મૂર્તિને અંજારમાં લઈ જવામાં આવી અને એને સ્થાને આશાપુરા માતાની મૂર્તિ પધરાવવામાં આવી ( કચ્છનું સ'સ્કૃતિઃ'ન, પૃ૦ ૯૦). આશાપુરા માતાના મંદિરની જગ્યામાં મહાદેવ-શંકર, હનુમાનજી વગેરેનાં પણ્ દિરા છે.
આશાપુરા માતાના મંદિરવાળા કંપાઉન્ડમાં જ એક મોટા જૂના કુંડ છે, જે પાંડવ કુંડના નામે ઓળખાય છે. [ ચિત્ર નં૦૬૪] આ કુંડમાં પાણી સારા પ્રમાણમાં રહે છે, એટલે ભદ્રેશ્વર તીર્થની યાત્રાએ આવતાં યાત્રિકાને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે, એ માટે તીર્થની પેઢીએ આ કુંડ ખરીદી લઈને ત્યાં વેટરવર્કસ ઊભું કર્યુ. છે. અને વિ॰ સં ૨૦૨૯ ના દિવાળીના પર્વથી એ ચાલુ પણ કરી દેવામાં આવ્યુ છે. આને લીધે તીને ચાવીસે કલાક પાણી મળવા ઉપરાંત ભદ્રેસર ગામને પણ પાણી મળી રહે છે.
આશાપુરા માતાની બાજુમાં ભવાની માતાનું મદિર છે, અને એની પાસેની એક ખારી ફૂલસર તળાવમાં પડે.
ભદ્રેસર ગામના ઊગમણા નાકા પાસે શંકરની બે દેરીઓ છે.
આ રીતે શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીની દક્ષિણ દિશામાં આવેલ ચાખડા મહાદેવના મંદિરનુ' તથા પશ્ચિમ દિશામાં આવેલ ભદ્રેસર ગામની બહારનાં તથા અંદરનાં જૂનાં જોવાલાયક સ્થળાનુ અવલેાકન-વન પૂરુ· થયું. હવે તીની ઉત્તર તથા પૂર્વ દિશામાં આવેલ સ્થાનેનું પરિભ્રમણ કરીએ.
ભરૂડિયા ગામતીની ઉત્તર દિશામાં, તીથી એએક માઈલની દૂરી પર, ભરૂડિયા નામનું ગામ છે. આ ગામ ઉજ્જડ થઈ ગયુ છે. આ ગામમાં મહાદેવની એ જૂની દેરીએ છે, અને ગામના પ!દરમાં વહેતી નદીના કિનારે એક મરદ પીરનેા આટલેા છે. એ નદીનું વહેણ ત્યાં ખારે માસ ચાલુ રહે છે. મંદિરની પૂજા-સેવા જે પૂજારી સંભાળે છે, એનું નામ વાસુદેવ છે. ( અમે જાતે આ સ્થાન જોવા જઈ શકયા ન હતા, પણ ભદ્રેશ્વરતીના પટાવાળા દરખાર શ્રી બાબુભાઈ પાસેથી આ માહિતી અમને મળી હતી; અને તે અહી નાંધી છે. )
ભૂતેશ્વરનું મદિર—ભદ્રેશ્વર તીર્થની આસપાસના વિશાળ ચેાગાનના ઉત્તર તરફના દરવાજાથી ઘેાડેક જ દૂર, ખેતરાઉ જમીનમાં, એક મંદિર આવેલું છે. મંદિર કંઈક જીણુ છે અને એમાં શિવલિંગ તથા પાવતીજીની મૂર્તિ ધરાવેલ છે. આ મંદિર ભૂતેશ્વરના મંદિરના નામે ઓળખય છે. ઘરબારી પૂજારીએ સાત પેઢીથી આ મંદિરનુ` પૂજારી પદ ભાગવે છે. અમે આ સ્થાન જેવા ગયા ત્યારે (તા૦ ૧૬-૬-૧૯૭૪ના રોજ) જે પૂજારી આ મંદિરની પૂજા-સેવા કરતા હતા એમનું નામ જેરામગર બુધગર હતું. આ પૂજારીજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org