________________
ભદ્રેશ્વરનાં જોવાલાયક સ્થળે
૧૮૭
બેઠક–એ નામથી જાણીતી ત્રણ ઈમારતો મોજૂદ હેવાનું કહેવાય છે. ૨ અને છતાં અત્યારે જગડુશાને મહેલ અને જગડૂશાની બેઠક-એ બે ઈમારત જ બતાવવામાં આવે છે, અને જગડૂશાના ભંડાર તરીકે કઈ ઈમારત બતાવવામાં આવતી નથી. આ બન્નેનો પરિચય પણ આ પ્રકરણમાં આગળ ઉપર આપવામાં આવ્યું છે.
ત્યારે હવે ભદ્રેશ્વર ગામ અને ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની આસપાસ આવેલ પ્રાચીન, એતિહાસિક અને બીજા સ્થાનોનો પરિચય કરીએ.
શરૂઆત ચોખંડા મહાદેવ નામથી જાણીતા દેવસ્થાનથી કરીશું.
ચોખંડા મહાદેવ–આ સ્થાન ભદ્રેશ્વરથી ગાડા રસ્તે દેહેક માઈલ જેટલે દૂર, દરિયા તરફ આવેલું છે. અહીંથી દરિયે એકાદ માઈલ જેટલે દૂર છે. નાની ટેકરી ઉપર મહાદેવનું મંદિર છે, અને સાથે નાની ધર્મશાળા પણ છે. શાંત-એકાંત સ્થાનમાં આવેલું હોવાથી આ મંદિર ચિત્તમાં વિશેષ પ્રસન્નતા પ્રસરાવે છે, અને યાત્રિકને અંતર્મુખ થવા પ્રેરે છે. મંદિર ક્યારે બંધાયું હશે એનો ખ્યાલ આપી શકે એવો કોઈ લેખ ત્યાં નથી. તથા મંદિરના પૂજારી જ્ઞાનગરજી સાથે વાત કરતાં પણ આ અંગે કોઈ માહિતી મળી શકી નથી. પણ મંદિરનો દેખાવ જોતાં એ જૂનું હશે એમ લાગે છે. [ચિત્ર નં ૬૦]
આ સ્થાનનું નામ ચોખંડા કેમ પડયું તે માટે એમ કહેવાય છે કે, આ સ્થાનની ચારે તરફ દરિયે હતું, તેથી એ ખંડા કહેવાયું. જગડૂશાના ચાર ભાઈબંધની કથાને સાચી માનીએ તે, પિતાના બ્રાહ્મણ મિત્ર ચોખંડાની યાદમાં જગડૂશાએ એક શિવમંદિર આ સ્થાનમાં ચણાવ્યું હતું, તેથી એ ખંડાના નામથી પ્રસિદ્ધ થયું. માંડવીની પ્રતમાં (પૃ. ૫) જામ રાવળે, કચ્છને ત્યાગ કરતી વખતે, ભદ્રેશ્વરના જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાં એનાં નામ નોંધેલાં છે. એમાં ચોખંડાનું પણ નામ છે. (જુઓ, આ પુસ્તકનું પૃ૦ ૧૩૬).
યાત્રિકોની જેમ પુરાતત્વના અભ્યાસીઓને માટે પણ આ સ્થાન દર્શનીય છે. અને, આ મંદિરના એક ઓટલામાં ચણી લેવામાં આવેલ એક શિલાલેખના કારણે તે, આ સ્થાન ઈતિહાસ અને પુરાતત્ત્વના શોધકો માટે વિશેષ અભ્યાસની સામગ્રી પૂરી પાડે છે. આઠ કરતાં પણ વધુ વર્ષ જૂને, વિસં. ૧૧૯૫ની સાલને, આ શિલાલેખ ગૂર્જરપતિ મહારાજા જયસિંહ સિદ્ધરાજને છે, અને બીજા કેઈ સ્થાનમાંથી લાવીને અહીં મૂકવામાં આવ્યો છે.
૨. “ “ જગડુશાહની હવેલી', “જગડૂશાહની બેઠક” અને “જગડૂને ભંડાર ' આ ત્રણ નામે ઓળખાતા વિશાળ ખંડેરે ખાસ જોવા જેવા છે.”
–શ્રી કરછ ગિરનારની મહાયાત્રા, પૃ૦ ૧૨૩. ૩. “આ (ભદ્રેશ્વરના) દેરાસરની પૂર્વે દુદાશાનું શિવાલય હતું એમ તેને એક ઘુમ્મટ કાયમ છે તેથી સમજાય છે....આ શિલાલેખ દુદી વાળા દેવામાંથી અહીં (ખંડ મહાદેવમાં) લાવાનું કહેવાયું.”
-કરછનું સંસ્કૃતિદર્શન, પૂ૯૩ તથા ૯૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org