________________
વહીવટ અને સગવડે
૫. શેઠ ધનજીભાઈ શામજી શાહ, કોટડી મહાદેવપુરી ૬. , પ્રેમજીભાઈ ગણશી શાહ, નવાવાસ ૭. , રવજીભાઈ ખીમરાજ શાહ, નવાવાસ ૮. , હીરજીભાઈ લધાભાઈ શાહ, હાલાપુર ૯. ઇ નાયક જેઠાભાઈ નરસી, કોઠારા ૧૦. , નરપતભાઈ નેમીદાસ શાહ, ભુજપુર ૧૧. , દામજીભાઈ સાકરચંદ શાહ, મુન્દ્રા ૧૨. , મૂલચંદભાઈ રાયસી વેરા, અંજાર ૧૩. , ઝુમખલાલભાઈ લક્ષમીચંદ મહેતા, માંડવી
ટ્રસ્ટના ઉદેશે– કચ્છનાં જિનમંદિરના હિતને અને જૈન ધર્મના ઉદ્ધારના વિચારને ધ્યાનમાં રાખીને ટ્રસ્ટના ઉદ્દેશે (કલમ બીજી) નીચે મુજબ વ્યાપક રાખવામાં આવ્યા છે–
“(અ) શ્રી ભદ્રેસરનાં વસઈનાં દેરાસરોને કુલ વહીવટ કર, અને જૈન ધર્મના ઉદ્ધાર સારુ સામાન્ય રીતે કામ કરવું. અને ખાસ કરીને જૈનધર્મના હિત કે ઉપયોગ માટે કોઈ પણ સંસ્થા કે ફંડ કે ફાળા જે આ સંસ્થાને સેપિવામાં આવે તેને તમામ પ્રકારનો વહીવટ કર.
“(બ) કરછના કેઈ પણ દેરાસરને વહીવટ બરાબર ચાલતું ન હોવાનું જણાય અથવા વહીવટ સુધારવા જેવું જણાય છે તે માટે સ્થાનિક સંધની સાથે મળી અથવા બીજી રીતે સૂચના અને સલાહ આપવી અને માર્ગ બતાવવો.
(ક) કરછના કોઈ પણ દેરાસરની સ્થિતિ સંજોગવશાત નબળી પડી ગઈ હોય અને નિભાવ કરવામાં પણ મુશ્કેલી પડતી હોય અગર મરામત કે જીર્ણોદ્ધારની જરૂર જણાય તે પ્રાપ્ય સાધનો દ્વારા અગર આ સંસ્થાની પેઢી તરફથી તેની સ્થિતિ સુધારવાના ઉપાય લઈ શકાશે, અને એવી રીતે નિભાવ થતા દેરાસરને વહીવટ પોતે અગર પિતા તરફથી પેટા સમિતિ મારફતે કરી શકાશે.”
બંધારણમાં ફેરફાર અંગે આ દ્રસ્ટડીડમાં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવી છે–
“(૪) આ ટ્રસ્ટ અંગેની સઘળી સત્તાઓ શ્રી કચ્છ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સંધના સામાન્ય સમૂહ હસ્તક રહેશે; અને પ્રત્યેક સમયના ટ્રસ્ટીએ પિતાનું કામકાજ તે સામાન્ય સમૂહની સાધારણ સૂચના તથા દેખરેખ નીચે કરશે. આ ટ્રસ્ટનાં બંધારણ તથા કાયદા કાનુનમાં કાંઈ સુધારો કરવો હોય તો શ્રી કચ્છી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની વિધિસર બોલાવેલ સામાન્ય સમૂહની મિટીંગ બોલાવવી, જેની અંદર ઓછામાં ઓછી ૧૦૦-એક પ્રતિનિધિઓ હાજર હોય, અને આવા સુધારાને સંમતિ આપતો ઠરાવ ઓછામાં ઓછા સ્થાનિક સંધના હાજર રહેલા પ્રતિનિધિઓના રૂ ભાગને અનુમોદનવાળી હોય તે જ તે સુધારો કરી શકાશે.”
સંસ્થાના બંધારણની આ ચોથી કલમથી જોઈ શકાય છે કે એમાં કચ્છના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સમગ્ર સંઘને સર્વોપરિ સ્થાન કે સત્તા આપવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org