________________
૧૭૫
વહીવટ અને સગવડે ૩૦ની સાલમાં, તીર્થના ચોગાનમાં પ્રવેશતાં જ, જમણી બાજુ એકાંત સ્થાનમાં, નાના સરખા બંગલા જેવા ૧૦ સ્વતંત્ર બ્લેક બનાવવામાં આવ્યા છે.
(૫) રમતનું મેદાન– આમ તો આ તીર્થના વિશાળ ગઢની અંદર પણ એટલી બધી ખાલી જગ્યા છે કે જ્યાં જાત્રાળુઓ આનંદથી હરી-ફરી શકે છે. આમ છતાં શ્રી જીતવિજયજી દાદાના ગુરુમંદિરની પાછળના ભાગમાં, બાળકોની રમત-ગમતનાં સાધવાળું અને ઠેર ઠેર બેસવાની બેઠકોવાળું, નાના સરખા બગીચાથી શેતું એક ક્રીડા-ઉદ્યાન પણ અહીં બનાવવામાં આવ્યું છે.
વર્ધમાન નિવાસ તીર્થના વિશાળ ચોગાનની છેક પૂર્વ દિશામાં આવેલ વર્ધમાન નિવાસ કંઈક આ તીર્થની આગવી વિશેષતારૂપ હોય એમ લાગે છે. વિશાળ જગ્યામાં આવેલ આ સ્થાનમાં પેઢી હસ્તકની ચાર ધર્મશાળાઓ અને વ્યકિતગત માલિકીની બે ઈમારતે આવેલી છે, જેની વિગત આ પ્રમાણે છે –
પેઢી હસ્તકની ધર્મશાળાઓ (૧) શ્રી મેટા આસંબી જૈન સંઘની (વિ. સં. ૧૯૩). (૨) શ્રી નાગલપુર જૈન સંઘની (વિ. સં. ૧૯૩). (૩) શ્રી રાયણ જૈન સંઘની (વિ. સં૦૧@). (૪) શ્રી તલવાણા જૈન સંઘની (વિ. સં૧૯૩).
વ્યકિતગત ઇમારતે (૧) શ્રી ભુજપુર જૈન સંઘની, ત્રણ એરડાની શ્રી ભેદા ભુવન નામે ઓળખાતી ઈમારતા (વિ. સં. ૧૯૯૨-૯૩).
(૨) શેઠ ખીસી ઠાકરશી ભુજપુરવાળાના ૬ એારડા (વિ. સં. ૧૯૨-૯૩).
આ ધર્મશાળાઓને અને આ ઈમારતને ઉપયોગ યાત્રાળુઓની અસાધારણ ભીડ વખતે, ક્યારેક જ થતું હશે, એમ એ બધાં મકાનોની સ્થિતિ જોતાં લાગે છે.
ફૂલવાડી–ભગવાનની ભક્તિ માટે ફૂલે પૂરાં પાડતી અને બીજા પણ કેટલાંક છોડ અને વૃક્ષોથી શોભતી વિશાળ ફૂલવાડી પણ આ વર્ધમાન નિવાસમાં જ, ઉત્તર તરફના છેડે, આવેલી છે.
ઓળી તથા ઉપધાનની સગવડ–પેઢી હસ્તક “નવપદ આરાધક સંસદ” નામે એક સંસ્થા છે; એના તરફથી તીર્થમાં હમેશાં આયંબિલના તપસ્વીઓ માટે રસોઈની પૂરતી અને સતેષકારક સગવડ કરવામાં આવે છે, તેમજ ચૈત્ર મહિનાની એાળીની આરાધના, બને ત્યાં સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org