________________
થી રિસાઈ માતા
બીજી ઈમારતે (૧) છ સ્ટોરરૂમ દેસાસરની પાછળ બનાવેલ છે (વિ. સં. ૨૦૦૯). (૨) દેરાસરની પાછળ ૩ બાથરૂમ બનાવેલ છે (વિ સં૦ ૨૦૦૯).
(૩) શ્રી ભદ્રેશ્વર ગામમાં પ્રવેશ કરતાં, ગામની શરૂઆતમાં જ આવેલ પુરીબાઈની મોટા ચોગાનવાળી વિશાળ ધર્મશાળા વિ. સં. ૧૯૮૧ની સાલમાં બંધાઈ હતી. તે પછી તે ધર્મશાળા તીર્થની પેઢીને સેંપી દેવામાં આવી હતી, એમ ટ્રસ્ટીઓની તા. ૨૫-૧૦-૧૯૪૫ ની સભાની કાર્યવાહીની નેંધ ઉપરથી જાણી શકાય છે.
બીજી સગવડ શહેરમાં અનેક જાતની સગવડમાં રહેવા ટેવાયેલા યાત્રિકોને પણ અહીં નિરાંતે રહેવાનું મન થાય એવી જે સગવડો આ તીર્થમાં ઊભી કરવામાં આવી છે તે, આ તીર્થના સંચાલક મહાનુભાવો યાત્રાળુઓની સેવા-સગવડો માટે કેટલા સજાગ અને પ્રયત્નશીલ રહે છે તેનું સૂચન કરે છે. આ ખાસ બેંધપાત્ર સગવડો આ પ્રમાણે છે
(૧) વીસે કલાક પાણી–કચ્છ જેવા પ્રદેશમાં આવેલ આ તીર્થમાં યાત્રાળુઓને ચોવીસે કલાક પાણી મળે છે એ વાત કેઈ કહે , આપણે એ ભાગ્યે જ સાચી માનીએ; પણ આ વાત બિલકુલ સાચી છે. પેઢીએ ભદ્રેશ્વર ગામમાં આવેલ પાંડવકુંડ નામે જૂન વિશાળ કુંડ ખરીદી લઈને અને એમાં જરૂરી સમારકામ કરાવીને ત્યાં વેટરવક ઊભું કર્યું છે. તેથી તીર્થને ચોવીસે કલાક પાણી મળે છે, અને સાથે સાથે ગામને પણ આથી પાણીનું સુખ થયું છે. આ સગવડવિસં૨૦૩૦માં, આશરે એક લાખ રૂપિયાના ખર્ચે, પેઢીએ કરી છે.
(૨) વીજળી–ગુજરાત વિદ્યુત બોર્ડ પાસેથી વિ. સં. ૨૦૭ની સાલમાં પેઢી તરફથી વીજળીનું જોડાણ લેવામાં આવ્યું છે. આથી તીર્થને વીજળીની સગવડ મળી છે. આ સગવડ ભદ્રેશ્વરગામને પણ વિ. સં. ૨૦૩૦થી મળવા લાગી છે.
(૩) સેપ્ટીક ટેકવાળાં જાજરૂ-વિ. સં. ૨૦૨૦ની સાલમાં આ મંદિરના વિશાળ ચોગાનની એક બાજુ બહેનેને માટે ૧૦ અને બીજી બાજુ પુરુષો માટે ૧૦ સેપ્ટીક ટેકનાં, વીસે કલાક પાણીની સગવડવાળાં, જાજરૂ બનાવવામાં આવ્યાં છે. આને લીધે યાત્રાળુઓને કુદરતી હાજત માટે ખુલ્લા મેદાનમાં જવું પડતું હતું તે અગવડ ફર થઈ છે.
(૫) સ્પેશિયલ બ્લોક–પિતાના રહેઠાણમાં જ વીજળી, પંખા, પાણી, બાથરૂમ, જાજરૂ, રસોડું અને જરૂરી ફરનીચર વગેરેની વિશેષ સગવડ ઈચ્છતા યાત્રાળુઓને માટે, વિ. સં. ૨૦૨૯
પ. “અંચળગછ દિગ્દર્શન”માં (પૃ. ૬૦૦) લખ્યું છે કે તેમના (અંચળગછના યતિ શ્રી ગુલાબચંદજીના) શિષ્ય ગુણચંદ્રજી વિદ્યમાન છે. તેઓ વૈદક અને ભૂસ્તરમાં નિષ્ણાત છે. ભદ્રેસર આદિ અનેક સ્થળમાં મીઠું પાણી મેળવી આપી એમણે મોટા ઉપકાર કર્યો. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org