________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ સમ્રાટ સંપ્રતિ ભગવાન મહાવીરના નિવાણું પછી ત્રીજી સદીમાં અસાધારણ શાસન પ્રભાવક સમ્રાટ થઈ ગયો.૧
આવા જૈન શાસનના મહાન પ્રભાવક રાજવીનું નામ ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવનાર ધર્મપુરુષ તરીકે ઉલ્લેખવામાં આવે એમાં શી નવાઈ? ભારતની ધર્મસંસ્કૃતિની તાસીર માટે ભાગે ત્યાગરાગ્યપ્રધાન છે અને તેથી, વિશિષ્ટ ગણાતી વ્યકિતઓની કીતિકથાની સાચવણું કરવાની દૃષ્ટિએ પણ, ઈતિહાસ લખવાની પ્રથા પ્રાચીન સમયમાં ઘણી ઓછી હતી. આ સ્થિતિમાં મહારાજા સંપ્રતિનાં સુકૃતોની સવિસ્તર વિગતો સચવાઈ રહેવાને બદલે એ માહિતી સમુચ્ચયરૂપે આછીપાતળી અને છૂટીછવાઈનોંધાઈ હેય એ સ્વાભાવિક છે. એટલે ભદ્રેશ્વરના નામે લેખ સાથે એના જીર્ણોદ્ધારની માહિતી એમાંથી કેવી રીતે મળી શકે ?
- ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં તથા માંડવીની પ્રતમાં સમ્રાટ સંપ્રતિએ વીર નિર્વાણ સંવત ૨૨૩માં ભદ્રેશ્વર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું નેધ્યું છે. આમાં જીર્ણોદ્ધારનું જે વર્ષ જણાવ્યું છે તેમાં કેટલાક ફેર છે એમ લાગે છે. પણ એ વાત ગૌણ છે; મુખ્ય વાત આ તીર્થના ઉદ્ધારકોની નામાવલીમાં સંપ્રતિ રાજાને સમાવેશ કરવામાં આવ્યો છે, એ છે.
ડો. બસે પિતાના “રિપોર્ટ ઓન ધી એન્ટીવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” ગ્રંથમાં નોંધ્યું છે કે
(ભદ્રશ્વરતીર્થના સ્થાપક) સિદ્ધસેનના ઉત્તરાધિકારીઓ આ પ્રમાણે હતા અને પુત્ર મહાસેન; એને પૌત્ર નારસેન; અને એને પ્રપૌત્ર ભોજરાજ, ભેજરાજ મારવાડના સંપ્રીતિને સમકાલીન હતો સંપ્રીતિ જૈનધર્મને મહાન રક્ષક હતો. એણે પણ ભદ્રાવતીના મંદિરમાં એક પ્રતિમા પધરાવી હતી અને હાથીની એક આકૃતિ મૂકી હતી.”
૧. સમ્રાટ સંપ્રતિના જીવનની માહિતી જૈન, બૌદ્ધ અને બ્રાહ્મણ, એ ત્રણે પરંપરાના ગ્રંમાં મળે છે. જૈન ગ્રંથમાં બૃહત્કલ્પચૂર્ણિ, ભદ્રેશ્વરની કથાવલી, નિશીથચૂર્ણિ, પરિશિષ્ટપર્વ, વિવિધ તીર્થકલ્પ, વિચારશ્રેણ, કેટલીક પટ્ટાવલીઓ, તિસ્થાગાલી પઈનથ વગેરેને; બૌદ્ધ ગ્રંથમાં દિવ્યાવદાન, બોધિસત્તાવદાન કપલતાન અને બ્રાહ્મણ પરંપરાના ગ્રંથમાં મત્સ્યપુરાણનો સમાવેશ થાય છે. આ પ્રાચીન ગ્રંથે ઉપરાંત અર્વાચીન કેટલાક ગ્રંથોમાં પણ સમ્રાટ સંપ્રતિ સંબંધી ચર્ચા કરવામાં આવી છે અને માહિતી પણ આપવામાં આવી છે. આ ગ્રંથમાં સ્વ. પૂજય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી ગણિકત “વીર નિર્વાન સંવત્ ગૌર વંર વાતાળના વિશેષ નોંધપાત્ર છે.
૨. ભદ્રેશ્વરની પ્રત ૨: “આ ભદ્રેસર વસઈ તીર્થનું નિર્માણ થયા પછી પહેલો જીર્ણોદ્ધાર મહારાજા સંપ્રતિએ કરાવ્યો.”
માંડવીની પ્રત, પાનું ૧ઃ “તિવાર પછી સંવત્સર બે સે ત્રેવીસે છરણુઉદ્ધાર કર્યો સંપ્રતિ રાજાએ. તિહને વરણાવ ઘણું છે. સવાલાખ દેવલ કરાવ્યાં. ”
3. yo 305: “Siddhasena's successors were-his son Mahasena; his grandson Narasema; and great-grandson Bhojaraja, the contemporary of Sampriti of Marvad, the great patron of the Jains, and who also installed an image and placed a figure of an elephant in the Bhadravati temple,"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org