________________
આપત્તિઓ અને જીર્ણોદ્ધારે
૫. શ્રીમાલીઓને.
૧૧. જામ રાવળને. ૬. મહારાજા કુમારપાળને.
૧૨. શ્રીસંઘને વિ. સં. ૧૬૨ રને. ૭. શ્રી જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી થયેલ. ૧૩. મહારાઓ શ્રી ભારમલજીને. ૮. વસ્તુપાળ-તેજપાળને.
૧૪. વર્ધમાનપદ્મસિંહ શાહને. ૯, જગશાને.
૧૫. મેકમ વગેરેના સહકારથી ૧૦. વાઘેલા સારંગદેવને.
જૈન સંઘે કરેલો. સ્થળ-નિર્દેશ અને વિશેષ વિચારણા (૧) સંપ્રતિ રાજાએ કરાવેલ જીર્ણોદ્ધાર–આ તીર્થનો જીર્ણોદ્ધાર સંપ્રતિ રાજાએ કરાવ્યાની નેંધ જે સામગ્રીમાં મળે છે, તે આ પ્રમાણે છે : (૧) ભદ્રેશ્વરની જીર્ણ પ્રત, ૨૨; (૨) માંડવીની પ્રત ૧; (૩) ડે. જેમ્સ બજેસ સંપાદિત આ લેજિકલ સર્વે ઓફ વેસ્ટર્ન ઈન્ડીયા -રિપિટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ, ૨૦૬; અને (૪) શ્રી કરછ-ભદ્રેસર વસહી તીર્થને સંક્ષિપ્ત પરિચય, ૨.
આ સંપ્રતિ રાજા મૌર્ય સમ્રાટ અશોકના પુત્ર કુણાલને પુત્ર હતું. કુણાલને બે પુત્રો હતાઃ એક દશરથ અને બીજો સંપ્રતિ. કુણાલને પૂર્વ ભારતનું અને સંપ્રતિને પશ્ચિમ ભારતનું રાજ્ય મળ્યું હતું, અને તે વખતે પશ્ચિમ ભારતની રાજધાની સુપ્રસિદ્ધ ઉજ્જયિની નગરી હતી. ભગવાન મહાવીરની એટલે કે પાંચમા ગણધર સુધર્માસ્વામીની આઠમી પાટે, વીરનિર્વાણની ત્રીજી સદીમાં, આર્ય મહાગિરિસૂરિ અને આર્ય સુહસ્તિસૂરિ એમ બે આચાર્યો થયા. એમાં આર્ય મહાગિરિ જિનકલ્પના આરાધક બનીને મોટે ભાગે જગલમાં એકાકી રહેવા લાગ્યા, એટલે સ્થવિરકલ્પની પરંપરાના રક્ષક તરીકેની જવાબદારી આર્ય સુહસ્તિસૂરિ ઉપર આવી પડી. આ આચાર્યો પશ્ચિમ ભારતના રાજા સંપ્રતિને પ્રતિબંધ પમાડીને એને જૈન ધર્મના અનુયાયી તરીકે દીક્ષા આપી હતી. રાજા સંપ્રતિ એક સમર્થ રાજવી હતો અને જૈન ધર્મના રંગે પૂરેપૂરે રંગાઈ ગયો હતો. એની ધર્મનું પાલન કરવાની તેમ જ જૈન શાસનની પ્રભાવના કરવાની ધગશ એટલી બધી તીવ્ર હતી કે એણે પોતાની બધી શક્તિ અને વિપુલ સંપત્તિને એ માટે ખૂબ ઉદારતાથી ઉપયોગ કર્યો હતો. રાજા સંપ્રતિએ જૈન શાસનની પ્રભાવના માટે એટલાં બધાં ધર્મકૃત્યો કર્યાં હતાં કે એની કંઈ કંઈ કથાઓ જૈન સંઘમાં પ્રચલિત બની છે. આ કથાઓ પ્રમાણે એણે સવા લાખ જિનમંદિરો, સવા કરોડ જિનબિંબ, છત્રીસ હજાર જીર્ણોદ્ધાર, સાત સો દાનશાળાઓ વગેરે, ગણ્યા ગણાય નહીં એટલાં બધાં, ધર્મકાર્યો કર્યાં-કરાવ્યાં હતાં, અને અનાર્ય દેશના લોકેને ધર્મને પ્રતિબંધ કરવા માટે ત્યાં જૈન ઉપદેશકોને મોકલ્યા હતા અને જિનમંદિરે પણ બનાવરાવ્યાં હતાં. આને સાર એ કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org