________________
આપત્તિઓ અને કર્ણોદ્ધારે એક એવી મહત્વની કામગીરી બજાવી હતી કે જેને લીધે આ તીર્થ, આપત્તિમાંથી ઊગરી જઈને, એ વખતે સુરક્ષિત બની શકયું હતું. એની વિગત આ પ્રમાણે છે –
આચાર્ય શ્રી આનંદવિમળસૂરિજીની સલાહથી જામ રાવલ કચ્છ છોડીને કાઠિયાવાડમાં હાલારમાં ચાલ્યા ગયા અને ત્યાં એમણે નવાનગરને જામનગરનું નામ આપી પોતાની ગાદી સ્થાપી. જામ રાવલનો ભાયાત ડુંગરજી શક્તિશાળી અને તોફાની માણસ હતો. એ મેરામણજીનો પુત્ર હતો. પિતાના રાજ્યને માટે એ આફતરૂપ છે, એમ સમજીને રાવલ જામે એને હાલારમાંથી વિદાય કર્યો! ડુંગરજી કચ્છમાં પહોંચ્યો. કચ્છના મહારાઓ શ્રી ભારમલજી એના માસિયાઈ ભાઈ થતા હતા; અને એ માથાભારે માનવી હતા. એણે ભારમલજીને પોતાની વચ્ચે નહીં આવવાનું કહીને, પિતાને બળે, ભદ્રેશ્વર શહેર અને એના કિલ્લા ઉપર કબજે કરી લીધું હતું, અને તેથી એ તીર્થ પણ સંકટમાં આવી પડયું હતું. મહારાઓ શ્રી ભારમલજીએ વચ્ચે પડીને આ ઉપાધિના વખતમાં સમાધાન કરાવ્યું અને એ રીતે આ તીર્થ વેરવિખેર થવાની મોટી આપત્તિમાં સપડાતું ઊગરી ગયું. આ આ પ્રસંગ માંડવીની પ્રતમાં (પૃ. ૫-૭) આકર્ષક રીતે વર્ણવવામાં આવ્યો છે, જે આ પ્રમાણે છે
“ તિવાર પછી સંવત ૧૬૪૨ મહારાઉ શ્રી ભારમલજી તખત બેઠા. તે સમય મળે હાલારમાંથી મેરામણજીના કુંઅર ડુંગરજીને જામે કાઢી મૂક્યો તેથી ભૂજ ગયો. તેણે પોતાના હવાલની વાત કરી, જે રાવલ જામે સંવત ૧૫૯૬ ગામ નવાનગર વસાવ્યું, અમે ઘણું ચાકરી કીધી, પણ અમે તો હવે તમ પાસે આવ્યા છઈએ. રાઉ શ્રી ભારમલજી માસીઆઈ ભાઈ થાય છે. તિવારે ડુંગરજીને રાઉશ્રીએ કહ્યું, કર મધ્યે ગામ તો સરવે રાવલ જામે ખેરાત કર્યા અને અમે હમારી સેવા કરી આપી છે અને સંવત ૧૬૦૬ શ્રી ભુજ વસાવીને રહ્યો છું, માટે અમ પાસે પ્રાસ નથી. તિવારે કે, તમારુ ઉપર જોઈએ. તમે કોઈની ધા-ફરિયાદ સાંભળશો નહીં, તો હું પોતે મારું ઠેકાણું કરીશ, કેમ કે ગુંદીઆલીવાલા ભાઈ છે તેને પણ દુખ નહીં આપું. ઈમ સલા કરી શ્રી પાવડીયારે આવી ઉતારો કર્યો.
સંવત ૧૬પર ભસરથી હરકત કરી ભદ્રેસર લીધું. તિવારે ગુરુજી વિવેકહરખછ ભુજ જઈ ફરિયાદ કરી, માસ ૪ રહ્યા, પણ રાજાએ કઈ વાત સાંભળી નહીં. તિવારે શ્રી અમદાવાદ ગયા. એહના દોસ્યાજગાર તેહને મલ્યા. વાણીએ પણ તજવીજ કરી. વરસ ? રહ્યા. પાતસ્યાથી ઘણી દોસ્તી થઈ. તિવારે મેહરબાનગી કરી કહ્યું, “તમારે કઈ કામકાજ હોય તો કહેજો.” તિવારે પોતાના હવાલની વાત કરી જે ગામગ્રાસ હાથથી ઉતર્યા તેહની મહેરબાની થાઓ. તિવારે નવ મોરીછાપે કરી પરવાનો રાઉ શ્રી ભારમલજી ઉપરે લખી આપે. ખુશીથી તે પરમાને લઈ શ્રી ભુજ આવ્યા. રાઉ શ્રી ભારમલજીને ભીલ્યા. પરમને વાંચી ઘણે આદર-સન્માન આપ્યો.
રાઉ શ્રી સ્વારીથી શ્રી ભદ્રેશ્વર આવ્યા. કીલે દેખી રાજા વિસ્મય પામે, જે આ તે લોહનો પાંજરે છે અને ડુંગરજી જામનો ભાઈઆત છે; કદીક એ જામથી મળી ફેજ લાવે તિવારે કચ્છનો રાજ કરવું દુર્લભ, એમ વિચારી પિતાની અકલથી ડુંગરજીને કે “ભાઈ, ડુંગર કે છાઈ હોએ નહીં, માટે હું પાધર મેદાનમાં બેઠા છું અને તું કીલામાં બેસે એ ઠીક નહીં; અને એ કીલો પારસનાથના મંદીરનો છે. તેમાં બેસવું તે કાંઈ ઠીક નહીં. ” ઈમ ઘણી વાતે વીગતે કહી સમજાવીને કીલો ખાલી કરાવી ગુરુજી વિવેકહરખનેં સેપ્યો.
(ઉપરના ફકરામનું “ડુંગર કે છાઈઆ હેએ નહીં ” એ વાક્ય પિરસ ચાવે એવું અને બે અર્થવાળું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org