________________
વહીવટ અને સગવડે
કોઈ પણ સ્થાન તીર્થયાત્રાના ધામ તરીકે જનસમૂહમાં વિખ્યાત બને છે, એમાં એ સ્થાન સાથે સંકળાયેલ કેઈ પણ વિશિષ્ટ ધાર્મિક ઘટના સૌથી મહત્વનો ભાગ ભજવે છે. આવી ઘટનાઓ આવાં સ્થાનેને પવિત્રતાનું ગૌરવ આપે છે અને તેથી સમાજમાં એને મહિમા ઉત્તર
ત્તર વિસ્તરવા લાગે છે. તેમાંય આવી ઘટના જેટલી વધુ પ્રાચીન હોય છે તેટલા પ્રમાણમાં, મેટા - ભાગે, એ સ્થાન જનતાને માટે વિશેષ આકર્ષક અને આદરને પાત્ર બની રહેતું હોય છે–આમ થવામાં માનસશાસ્ત્ર(પ્રાચીનતા તરફવિશેષ અનુરાગ ધરાવવાની મનોવૃત્તિ) પણ કંઈક કામ કરતું હોય એમ લાગે છે. અને જ્યારે અમુક સ્થાન એક ધર્મસ્થાન કે તીર્થધામ તરીકે લોકહદયમાં શ્રદ્ધા-ભક્તિને આધાર બની જાય છે ત્યારે, મુશ્કેલી કે પૈસાની તંગી વેઠીને પણ, લકે એની યાત્રા કરીને કૃતાર્થ થવાની ભાવના સેવે છે અને એ માટે પ્રયત્ન પણ કરે છે.
તેમાં પણ જ્યારે આવાં તીર્થસ્થાનનું વ્યવસ્થાતંત્ર ઉત્તમ પ્રકારનું હોય છે અને એ યાત્રા શુઓની દરેક પ્રકારની સગવડો સાચવવા માટે જાગ્રત અને પ્રયત્નશીલ હોય છે, ત્યારે તો તીર્થસ્થાન તરફની શ્રદ્ધા-ભકિતમાં તથા લોકચાહનામાં ઔર વધારો થઈ જાય છે અને એવાં તીર્થ સ્થાનની યાત્રાને લાભ લોકે વધુ ને વધુ સંખ્યામાં લેવા પ્રેરાય છે. કચ્છના પ્રસિદ્ધ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થની યાત્રાને લાભ લેવા વધુ ને વધુ યાત્રિકો પ્રેરાય છે એમાં, જેમ આ તીર્થની પવિત્રતા અને પ્રાચીનતા મુખ્ય નિમિત્તરૂપ છે તેમ, એ તીર્થની વહીવટી સુવ્યવસ્થા અને યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ પ્રકારની સગવડનો ફાળો પણ ઘણું મહત્ત્વનો અને પ્રશંસાપાત્ર છે. એટલે આ તીર્થના વહીવટની તથા એમાં સુલભ થતી સગવડોની કેટલીક વિગતે જાણવી જોઈએ.
શેઠ વર્ધમાન કલ્યાણજીની સંસ્થા
આ તીર્થના ઉત્કર્ષની વિગતો તપાસતાં એમ સ્પષ્ટ માલૂમ પડે છે કે, છેલલા જીર્ણોદ્ધાર પછી-વિ. સં. ૧૯૩૯માં આ તીર્થની ફરી પ્રતિષ્ઠા કરવામાં આવી તે પછી–આ તીર્થના ઉદયને વિશેષ પુણ્યગ જાગી ઊઠડ્યો હતોઅને તેથી એને મહિમા વિસ્તરતે વિસ્તરતો અત્યારે તે ભારતવ્યાપી થઈ ગયો છે અને દેશના નજીકના તેમ જ દૂર દૂરના પ્રદેશોમાંથી મોટી સંખ્યામાં યાત્રિકો આ તીર્થભૂમિની વંદના માટે આવવા લાગ્યા છે. અને, આના એક આનુષગિક પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org