________________
આપત્તિઓ અને છણે દ્વારે
જૈન તીર્થ સર્વનાશ જેવી મોટી આપત્તિમાંથી ઊગરી ગયું, એની વિગતે કેવળ માંડવીની પ્રતમાંથી જ મળે છે એવું નથી. જેમ જામ રાવળે આચાર્ય શ્રી આનંદવિમળસૂરિજીની સલાહથી કચ્છ ખાલી કરીને હાલારમાં વસવાટ કર્યાની વિગતે ભદ્રેશ્વરના જિનમંદિરમાં અત્યારે વિદ્યમાન એક શિલાલેખમાં તેમ જ માંડવીની પ્રતમાં વર્ણનરૂપે તથા એ શિલાલેખના ઉતારારૂપે સચવાઈ રહી છે, એવું જ ડુંગરજીના હાથમાંથી શ્રી ભદ્રેશ્વર તીર્થ ઊગરી ગયાના આ પ્રસંગની વિગતે માંડવીની પ્રત ઉપરાંત ભદ્રેશ્વર તીર્થમાં અત્યારે વિદ્યમાન એક શિલાલેખમાં પણ અંકિત થયેલી છે.
ભદ્રેશ્વરના જિનમંદિરમાં આપણે પ્રવેશ કરીને થાંભલાવાળા પ્રવેશમંડપ (રાસમંડ૫)માં દાખલ થઈએ છીએ ત્યારે, આપણું જમણ હાથ ઉપર એક ઊંચા અને સ્થળ (જાડા ) થાંભલા ઉપર બે ભાગમાં આ શિલાલેખ કરેલો છે. આ શિલાલેખ પૂરેપૂરે વાંચી શકાયો નથી, એટલે એને પૂરેપૂરે અર્થ કે ભાવ સમજી શકતું નથી. છતાં એમાં (૧) ડુંગરજી સાથેના સમાધાનની તિથિ વિ.સં. ૧૬૫ના વૈશાખ સુદિ ૫; (૨) શ્રી વિવેકહષ ગણિના ઉપદેશથી ભદ્રેશ્વરના જીર્ણ મંદિરના ઉદ્ધારની અને એમાં પ્રતિમા સ્થાપન કર્યાની વાત; (૩) ડુંગરજીનો નામોલ્લેખ; (૪) મંદિરની પૂજા માટે ૫૦ વિવેકહર્ષ ગણીના ઉપદેશથી મહારાઓ શ્રી ભારમલજીએ કુદરડી ગામ ભેટ આપ્યાની વાત–આ બધું લખ્યું છે એ ઉપરથી સ્પષ્ટ કહી શકાય છે કે આ શિલાલેખ આ પ્રસંગને લગતે જ છે. (જુઓ ચિત્ર નં. ૧૧).
ડુંગરજીએ ભદ્રેશ્વરને કબજે કર્યાની વાત ડૉ. બજેસે પોતાના “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૭) પણ બહુ જ ટૂંકમાં નેંધી છે, જે આ પ્રમાણે છે:
હાલા ડુંગરજી, જે રાઓ ભારમલજીને સગો થતો હતો, એણે (ભદ્રેશ્વરના) દેરાસરની જમીન પડાવી લીધી હતી અને એની અને શ્રાવકોની વચ્ચે આ વાતનું સમાધાન કરાવવા માટે રાઓશ્રીને વિ. સં. ૧૬૫૯માં એ સ્થાનની મુલાકાત લેવી પડી હતી.”૨૮
વળી, રાવસાહેબ દલપતરામ પ્રાણજીવન આખરે એમના “કચ્છની ભૂગોળવિદ્યા” નામે પુસ્તકમાં (આવૃત્તિ ત્રીજી, સને ૧૮૮૭, પૃ. ૪૫) આ વાતની નેધ આ પ્રમાણે લીધી છે— આનંદવિમળસરિજીના શિષ્ય ઋષિ શ્રીપતિના શિષ્ય પં. શ્રી હર્ષાનન્દના શિષ્ય મુનિ શ્રી વિવેકહઈ ગણિના પ્રયાસેથી દર થઈ હતી. મુનિ શ્રી વિવેકહર્ષ ગણિને કચ્છના તે સમયના રાજા ભારમલજી તથા જૈન સંધ ઉપર કેવો પ્રભાવ પ્રવર્તતો હતો તેની કાયમી સાક્ષી તેમની પ્રેરણાથી બંધાયેલ ભુજને રાજવિહાર નામે શ્રી ભદેવ ભગવાનનો જિનપ્રાસાદ તથા મોટી ખાખર ગામમાં બંધાયેલ શ્રી શત્રુંજયાવતાર ચિત્ય તથા એ બને જિનાલયોમાંના શિલાલેખ પૂરે છે. (જુઓ, શ્રી પ્રશ્નોત્તર પુષ્પમાળા, પૃ. ૨૩૯-૨૬૭; જૈન તીર્થોને ઈતિહાસ, પૃ. ૧૪૯–૧૫૧.).
(આ દેરાસર માટે અંચળગ૭ના આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીએ પણ મહારાઓશ્રીને ઉપદેશ કર્યો હતો. જઓ અચલગરછદિગ્દર્શન, પૃ૦૩૯૩)
24. Hala Dungarji, a relation of Rao Bharmalji's seized the temple-lands, and the rao had to visit the place in S. 1659 to arrange matters between the Sravaks and him.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org