________________
19
અને ધજાદંડ કરાવ્યાનું લખ્યું છે, એટલે આવી કલ્પના કે આવું અનુમાન કરવાની વૃત્તિ થાય છે. પણ આ કંઈ નિર્વિવાદ હકીકત કે નિર્ણય નથી, પણ માત્ર સામાન્ય અનુમાન કે પાંગળી કલ્પના જ છે, એ ખ્યાલમાં રાખવું. વળી, આ લેખ તે એક જિનપ્રતિમા ઉપર લેખ છે, નહીં કે અમુક જિનમંદિર સંબંધી માહિતી રજૂ કરતો; એટલે એના ઉપરથી એને “શ્રી વરસૂરિના ઉપદેશથી બનેલું મહાવીરત્ય” એવો અર્થ કરે એ કેટલું સંગત ગણાય એ પણ વિચારણીય છે.
(૬) બિલકુલ નહીં ઊકલતે શિલાલેખ
(જુઓ, ચિત્ર નં. ૧૨) આ શિલાલેખમાં શરૂઆતમાં ૧૧૦૦ જે અંક દેખાય છે ખરો, પણ એ બહુ અસ્પષ્ટ છે અને એની પહેલાં સંવતને સૂચક કોઈ અક્ષર નથી; એટલે એના ઉપરથી આ શિલાલેખની સાલ નક્કી થઈ શકતી નથી. વળી, શિલાલેખમાં કઈ કઈ છૂટક છૂટક અક્ષરે વાંચી શકાય છે ખરા, પણ એકંદર આખો શિલાલેખ એવા ગરબડિયા અક્ષરોથી ભરેલો છે કે એમાંથી કઈ ભાવાર્થ તારવી શકાતો નથી.
. (આ) મંદિરમાંથી લુપ્ત થયેલા (દબાઈ ગયેલા) શિલાલેખ .
(૧) ડે, જેમ્સ બજેસે, કચ્છના કેળવણી ખાતાના અધિકારી રાવસાહેબ શ્રી દલપતરામ પ્રાણજીવન ખબર સાથે, સને ૧૮૭૪માં, શ્રી ભદ્રેશ્વરના દેરાસરની મુલાકાત લીધી ત્યારે એમણે ભમતીના કેટલાય થાંભલા ઉપર વિ.સં. ૧૨૨૩ અને ૧૨૩૫ની લેખે જોયા હતા, પણ એ એવા ઘસાઈ ગયા હતા કે એનું લખાણ ભાગ્યે જ ઉકેલી શકાતું હતું. મોટે ભાગે, જ્યારે આ મંદિર બંધાતું હતું ત્યારે, ભક્તોએ પિતા તરફથી થાંભલા ભેટ આપ્યાનું એ લેખે સૂચન કરતા હોવા જોઈએ એમ એમણે નોંધ્યું છે. પાછલી ભમતીમાં સંવત ૧૧૩૪, વૈશાખ સુદિ ૧૫ને એક લેખ હતે; અને એમાં કઈ શ્રીમાળી ગચ્છના જૈન મંદિરનું કઈક સમારકામ કરાવ્યાનું અને મંદિરને કઈક ભેટ આપ્યાનું જણાવવામાં આવ્યું હતું. (રિપિટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ, પૃ. ૨૦૭ )*
(૨) ડો. બજેસે સને ૧૮૭૪માં શ્રી ભદ્રશ્વર તીર્થની મુલાકાત લીધી હતી ત્યારે રાવસાહેબ દલપતરામ ખખર પણ એમની સાથે હતા એમ, એમના પુત્ર શ્રી મગનલાલ ખખરના નીચે
2. On several of the pillars of the corridors are inscriptions dated S. 1223 and 1235, but generally so obliterated that little can be made out, except that the pillars bearing them were votive offerings by individuals, made, doubtless, while the temple was being rebuilt. One in the back corridor, of more than usual length, appears to be dated 'Samvat 1134, Vaisakba, bright fortnight, 15th day,' and to be a record of repairs and perhaps of a grant to the temple by a Jaina of the Srimali gachha.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org