________________
આપત્તિઓ અને કર્ણોદ્ધાર
કરી, જેનામો લખાવી અઢળક ધન ખરચ્યું. સાધમિકોના ઉદ્ધારમાં સાત લાખ કરી તથા ભદ્રાવતીના પ્રાચીન જિનાલયના ઉદ્ધારમાં દોઢ લાખ કેરી ખરચી. આચાર્યના ઉપદેશથી સમગ્ર ભારતવર્ષનાં પ્રસિદ્ધ જૈન તીર્થોની બને બાંધવોએ કુટુંબ સહિત યાત્રા કરી અને તેમના જીર્ણોદ્ધારમાં છૂટે હાથે ધન વાપર્યું.”
શ્રી વિધિપક્ષ(અંચળ) ગચ્છીય મહટી પટ્ટાવલી”માં (પૃ૦૩૩૭) જણાવ્યા પ્રમાણે આ બન્ને ભાઈઓએ આ યાત્રા વખતે સૌરાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાનનાં કેટલાંક તીર્થો ઉપરાંત પૂર્વદેશનાં શ્રી સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી, રાજગૃહી, વારાણસી, હસ્તિનાપુર વગેરે કલ્યાણકભૂમિની પણ યાત્રા કરી હતી અને બધાં સ્થળોમાં જીર્ણોદ્ધાર કે બીજા કાર્યો નિમિત્તે પુષ્કળ ધન વાપર્યું હતું.
ભશ્વર તીર્થના વર્તમાન જિનમંદિરની ભમતીની સોળમી તથા સત્તરમી દેરીની વચ્ચે એક નંબર વગરની દેરી છે, એમાં અંચળગચ્છના આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજીની વિ.સં. ૧૯૫૦ના જેઠ શુદિ બીજના રોજ પ્રતિષ્ઠિત કરેલ ચરણપાદુકા પધરાવેલી છે, તથા સામેની દીવાલ ઉપર સિંદ્દરિયા રંગથી અંચળગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી મહાકાળીની સ્થાપના કરવામાં આવી છે, તે ઉપરથી પણ જાણી શકાય છે કે આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી તથા અંચળગચ્છનું આ તીર્થમાં કેવું સ્થાન હતું.
વિસં. ૧૯૮૮નું ચોમાસું આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી ભદ્રેશ્વરમાં હતા તે વખતે તેઓની હાજરીમાં, શ્રેણી વર્ધમાન શાહ સ્વર્ગવાસ પામ્યા.વિસં. ૧૬૮લ્માં મરકી, વાયુ અને જલપ્રલય જેવા કુદરતી કંપથી ભદ્રાવતી નગરી ઉજજડ થઈ ગઈ, તેથી વર્ધમાન શાહના પુત્રો ભદ્રેશ્વર છેડીને ભુજ રહેવા ચાલ્યા ગયા તથા શ્રેણી પદ્મસિંહ શાહ ભદ્રેશ્વર છોડીને માંડવી રહેવા ચાલ્યા ગયા. અને, વિ.સં. ૧૬૯૪માં, વર્ધમાન શાહ પછી છ વર્ષે, તેઓને સ્વર્ગવાસ થયો. આચાર્ય શ્રી કલ્યાણસાગરસૂરિજી વિ.સં. ૧૭૧૮માં અક્ષય તૃતીયાના પર્વ દિવસે, ૮૫ વર્ષની વયે, કચ્છની રાજધાની ભુજ નગરમાં કાળધર્મ પામ્યા.
(૧૫) કર્નલ મેકમ વગેરે અંગ્રેજ અમલદારોના સહકારથી જૈન સંઘે કરેલે ઉદ્ધાર ઉપર જણાવવામાં આવ્યું છે તેમ,વિ. સં. ૧૯૮૨માં શ્રી વર્ધમાન-પદ્યસિંહ શાહે ભદ્રેશ્વર તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યું, તે પછી સાત વર્ષ બાદ જ કુદરતી કેપના લીધે ભદ્રેશ્વર નગર વેરાન થઈ ગયું હતું, તો એની માઠી અસર એ તીર્થ પર પણ થઈ હેવી જોઈએ. વળી, વિન્સ૧૭૪૯ (સને ૧૬૯)માં મહેસમ બેગના મુસલમાની લશ્કરે ભદ્રેશ્વર ઉપર આક્રમણ કરીને એ નગરમાં અને દેરાસરમાં ભાંગફોડ કરી હતી તથા મૂતિઓનું પણ ખંડન કર્યું હતું. તે પછી વિક્રમની અઢારમી સદીની શરૂઆતમાં (વિ.સં. ૧૮૨૦ આસપાસ) આ નગરના કિલ્લાનો ભંગ થયો અને એની તથા મંદિરની પણ શિલાઓ મુંદ્રાના તથા બીજાં મકાનના બાંધકામ માટે લોકો ઉપાડી ગયા. ઉપરાંત, “બોમ્બે ગેઝેટિયર,” . ૫, પૃ૦૨૨માં જણાવ્યા પ્રમાણે, સિંધના સરફરાજે સને ૧૭૭૫ (વિ.સં. ૧૮૩૧)માં કચ્છ ઉપર ચડાઈ કરી હતી (કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦૭૧). આ સમયમાં કચ્છમાં જેકે જાડેજા વંશનું રાજ્ય સ્થિર થઈ ગયું હતું, છતાં એ પછી સમય કચ્છકાઠિયાવાડમાં અંગ્રેજોના પગપેસારાને સમય હતો તેથી, તેમ જ બીજાં પણ અરાજક્તાનાં કારણેસર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org