________________
૧૪
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ પ્રતિષ્ઠા થઈ હશે અને આ પછી આ તીર્થ શ્રી મહાવીર સ્વામીના તીર્થ તરીકે વિશેષ રૂપે વિખ્યાત થયું હશે, કારણ કે ડે. બજેસે આ જીર્ણોદ્ધાર પહેલાં આ તીર્થની મુલાકાત લીધી ત્યારે ત્યાં “ ૬૨૨ના વર્ષ” ના લેખવાની પ્રતિમા જ મૂળનાયક પદે હતી, અને તે ભગવાન મહાવીરની છે તે નિશ્ચિત છે.
આ વિ. સં. ૧૬૨૨ના જીર્ણોદ્ધાર અંગે પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથસ્થ ઉલ્લેખ વિ. સં. ૧૯૮૫ની સાલમાં બહાર પડેલ “શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા” પુસ્તકમાં જ મળે છે, તેથી સહેજે સવાલ થાય છે કે આ પુસ્તકના લેખકમિત્રે આ વાત શાના આધારે લખી હશે? પાછળના બીજા ગ્રંથકારોએ તો આ પુસ્તકના આધારે જ આ વાત નેધી છે, એ દેખીતું છે.
આ સવાલનો ખુલાસો એ છે કે આને આધાર કેવળ લોકોમાં પ્રચલિત થયેલી અનુશ્રુતિ જ હશે. આજે પણ જનસમુદાયમાં સોળમી-સત્તરમી સદીના અરાજકતાના સમયમાં કેઈ બાવે જના મૂળનાયક પાર્શ્વનાથની પ્રતિમાને ઉઠાવી ગયાની અને શ્રીસંઘે વિ. સં. ૧૯૨૨માં જીર્ણોદ્ધાર કરાવ્યાની, કર્ણોપકર્ણ બરાબર સચવાતી રહેલી વાત એટલી બધી જાણીતી છે કે એની નોંધ લીધા વગર ન ચાલે, તેમ જ એ નેધ લેવા માટે વિશેષ આધારની શોધ કરવાની જરૂર પણ ન રહે. આ ખુલાસા પછી પણ એક સવાલ તે ઊભો જ રહે છે કે વિ. સં. ૧૬૨૨ના જીર્ણોદ્ધારની વાત લોકજીભે આટલી બધી પ્રચલિત હોવા છતાં ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં કે માંડવીની પ્રતમાં પણ એનો ઉલ્લેખ કેમ નહીં થયે હોય? આને પ્રતીતિકર ખુલાસો તે આપી શકાય એમ નથી, પણ આ બન્ને પ્રતોમાં જામ રાવલના વિ. સં. ૧૫૯૪ના જીર્ણોદ્ધારની વાત લખ્યા પછી વિ. સં. ૧૬૫માં મહારાઓ શ્રી ભારમલજીએ આ તીર્થની રક્ષા અંગે કરેલી વિશિષ્ટ કામગીરીને અહેવાલ આપવામાં વિસં. ૧૬૨૨ના જીર્ણોદ્ધારની વાત કદાચ ધ્યાન બહાર રહી જવા પામી હોય, અથવા તે આવાં પાનાંઓમાં સચવાયેલી હકીકતો ભેગી કરવાનો ઘણો માટે પરિશ્રમ જેમણે કર્યો હતો, તે માંડવીના તપગચ્છના ગોરજી શ્રી ખાંતિવિજયજીની જાણ બહાર આ વાત રહી ગઈ હોય એવું કદાચ બન્યું હોય. છતાં આ સવાલનો આ ખુલાસે પણ જોઈએ તેવો સંતોષકારક તે ભાગ્યે જ લાગે છે.
(૧૩) મહારાએ શ્રી ભારમલજીને ઉદ્ધાર-શ્રીસંઘ વિ. સં. ૧૯૨૨માં જીર્ણોદ્ધાર કરા અને મહારાએ શ્રી ભારમલજીના ઉદ્ધારની સાલ વિ. સં. ૧૬૫૯ની આપવામાં આવી છે. આમ માત્ર ૩૭ વર્ષ જેટલા ટૂંકા ગાળામાં આ તીર્થ જીર્ણ થઈ ગયું હોય અને તેથી એનો ફરી જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ હોય, એમ બનવાનો સંભવ નથી. તે પછી ભદ્રેશ્વરની જીર્ણ પ્રતમાં મહારાઓ શ્રી ભારમલજીએ આ તીર્થનો આઠમો ઉદ્ધાર કરાવ્યાનું લખ્યું છે, એનો અર્થ શું સમજવો?
આ સવાલને કંઈક ખુલાસે કચ્છના ઈતિહાસમાંથી તથા માંડવીની પ્રતમાંથી મળે છે. અને એના આધારે જાણી શકાય છે કે એ અરસામાં મહારાએ શ્રી ભારમલજીએ આ તીર્થના સંબંધમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org