________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છચ્છર બુટ્ટાની રાજભક્તિની આકરી અગ્નિપરીક્ષા જેવા આ પ્રસંગે,જેમ બાળ વનરાજ ચાવડાને જૈનધર્મના આચાર્ય શીલગુણસૂરિને આશ્રય મળી ગયો તેમ, ધ્રાંગધ્રા રાજ્યના ચરાડવા ગામે જૈન યાતિ(ગોરજી) શ્રી માણેકમેરજીને આશ્રય મળી ગયો. જ્યોતિષશાસ્ત્રના (સામુદ્રિક વિદ્યાના) જાણકાર આ ગરજીએ કુંવર ખેંગારજીનાં લક્ષણે જોઈને એ મોટો રાજા થશે, એવું ભવિષ્ય ભાખ્યું અને વધારામાં એને એક ચમત્કારિક સાંગ આપી અને એથી એ મહાન કાર્યો કરશે અને પિતાના કામમાં ફતેહ મેળવશે એમ કહ્યું.
આ પછી તેઓ અમદાવાદ ગયા. અમદાવાદમાં (ગુજરાત ઉપર) તે વખતે સુલતાન મહમ્મદ બેગડાનું શાસન ચાલતું હતું. ત્યાં બને કુમારોએ લશ્કરી તાલીમ લીધી. અને કુંવર ખેંગારજીએ, ફક્ત ચૌદ વર્ષની જ ઉંમરે, એક શિકારના પ્રસંગે, પેલી સાંગની મદદથી, સિંહના જીવલેણ હુમલાથી સુલતાનને જીવ બચાવીને એની અપાર મહેરબાની સંપાદન કરી.
પછી તો સુલતાને આપેલ લશ્કરી સહાયથી ખેંગારજીએ જામ રાવળને પરાજિત કરીને પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવીને છેતેર વર્ષ સુધી કચ્છમાં રાજ્ય કર્યું અને ભુજ નગરની (વિ. સં. ૧૬૦૫માં) સ્થાપના કરી અને જાડેજા વંશની ગાદીને સ્થિર કરી. કચ્છની પ્રજામાં અને કચ્છના ઈતિહાસમાં મહારાઓ ખેંગારજી બાવા પહેલાંનું નામ પ્રાતઃસ્મરણીય અને અમર બની ગયું.
પિતાના આવા પરાજય પછી પણ કેટલાંય વર્ષો સુધી જામ રાવળ શાંત ન થયો અને કંઈક ને કંઈક પણ ઉપદ્રવ અને રાજરમતની ખટપટ કરતા જ રહ્યો. પણ એની કઈ બાજી સફળ ન થઈ, અને, આમ કરતાં કરતાં, આવી અશાંતિ અને અસ્થિરતામાં બે-એક દાયકા કરતાં પણ વધુ સમય વીતી ગયો. આ સમય દરમ્યાન મહારાએ શ્રી ખેંગારજીનું રાજ્યશાસન ખૂબ લોકપ્રિય, સ્થિર અને મજબૂત બની ગયું હતું. છેવટે જામ રાવળને પણ એમ તો થયું કે હવે કચ્છમાં રાજ્યશાસન ચલાવવાની પિતાની ઈચ્છા અને મહેનત સફળ થવાની શક્યતા નથી; એના કેટલાક શુભેચ્છકે એ પણ એને આ વાત સમજાવવાનો પ્રયત્ન કરીને કેઈક બીજી ધરતીમાં જઈને પિતાનું ભાગ્ય અજમાવવાની સલાહ આપી. અને હવે તો કેઈ સમર્થ આદરણીય વ્યક્તિ આવીને એને સાચી સલાહ આપે અને ભવિષ્યને માર્ગ બતાવે એની જ રાહ હતી. અને, જાણે રાવળ જામના સારા ભાગ્યપલટાને વેગ પાકી ગયું હોય એમ, એને આવી શાણી સલાહ આપનાર એક ધર્મપુરુષ પણ મળી ગયા. - આ ધર્મ પુરુષ તે જૈન સંઘના આચાર્ય આનંદવિમલસૂરિ. રાવળ જામે આ આચાર્યને પિતાની મૂંઝવણ અને મુસીબતની વાત કરી, ત્યારે એમણે રાવળ જામને સાચી સલાહ આપી અને કહ્યું કે તમારું ભાગ્ય કચ્છમાં નહીં પણ હાલારમાં ખીલવાનું છે, માટે હાલારમાં જઈને પુરુષાર્થ કરે. દેડવા ઈચ્છનારને ઢાળ મળી જાય તે એને જેવું સારું લાગે તેમ, કચ્છમાંની હાલાંકીઓથી ખૂબ કંટાળી-થાકી ગયેલા જામ રાવળના મનમાં આચાર્ય મહારાજની આ વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org