________________
૧૩૬
શ્રી ભદ્રભર-વસઈ મહાતીર્થ
પેદાસી ૧. ભદ્રેશર, ૨. રાના પાધર, ૩, કુકડસર, ૪. ગામ કા, ૫. ઉંટડી, ૬. પાવડીઆરા, ૭. ખડકા, ૮. ભરાડીએ, ૯. વડાલા, ૧૦, વવાડ, ૧૧. લુણી, ૧૨. ચાખડા
*
આ પછી આ પ્રતમાં કયા ગામમાં કેાની કેાની વસતી હતી તેની વિગતા આપવામાં આવી છે. રાવળ જામે ભદ્રેશ્વર તીને આપેલી સખાવતને સાતમા જીર્ણોદ્ધાર તરીકે ઓળખાવતાં ભદ્રેશ્વરની જીણુ પ્રતમાં (પૃ૦ ૨૪) કહેવામાં આવ્યુ` છે કે—
......શ્રી પહેલા ખેંગારજી બાવાએ કચ્છ સર કર્યું તે જામ હમીરનું રાજ્ય પડાવી લેનાર મહારાજા જામ રાવળ કચ્છની ગાદી છેાડી અનેક માગણુયાચક અને ધર્મસ્થાનાને ગામા દાનમાં દેતા દેતા હાલાર જતા હતા ત્યારે આ ભદ્રેસર જૈન તીર્થ માંથી પસાર થયા હતા અને એના નિર્વાહ માટે અને જીર્ણોદ્ધાર માટે માટી ઉદારતાથી અનેક ગામા શ્રી ભદ્રેસર તીર્થ ને લેખપત્રો કરી દાનમાં આપતા ગયા, જેમાંથી સંવત ૧૫૯૬૨૪ના અરસામાં આ તીર્થનો સાતમા જીર્ણોદ્ધાર થયા. આચાય ગણુશેખર શ્રી આણુ વિમલસૂરિએ મહારાજ જામ રાવલને પ્રતિબેાધ કરી આ તીર્થનો છÍદ્ધાર મહારાજ જામ રાવલ તરફથી કરાવ્યા હતા, ને પછી રાવલ જામે હાલારમાં જેઆનું રાજ સર કરી, નવાનગરને જામનગર નામ આપી, ત્યાં પેાતાની ગાદી સ્થિર કરી હતી.
આ ઉદ્ધારની નોંધ માત્ર ભદ્રેશ્વરની આ જીણુ પ્રતમાં જ મળે છે. (૧૨) વિસ’૦ ૧૬૨૨ના શ્રીસ`ઘના ઉદ્ધાર
આપણે ઉપર એયુ તેમ, વિ॰ સં૰૧૫૯૬ (શિલાલેખ પ્રમાણે ૧૫૯૪)ની સાલમાં આચાય આન’વિમલસૂરિના ઉપદેશથી જામ રાવળે કચ્છની ધરતીને ત્યાગ કરતી વખતે, ખીજા` દેવસ્થાનાની સાથે, ભદ્રેશ્વરના જિનમદિરને પશુ આર ગામ ભેટ તરીકે અપણુ કર્યાં. હતાં. આ વાત ઉપરથી તેમ જ આ વાત સાથે જૈન સંઘના આચાય શ્રી આન વિમલસૂરિજીનેા સ‘અ’ધ હાવાથી, એટલું જરૂર માની શકાય કે વિક્રમના સેાળમા સૈકાનાં છેલ્લાં વર્ષોમાં ભદ્રેશ્વર તીથ સાવ વેરાન નહીં થઈ ગયું હોય તેમ જ એની યાત્રા પણ બિલકુલ તે અંધ થવા પામી નહીં હોય; અને છતાં તીને કઈક એવા ઘસારા તે લાગ્યે જ હાવા જોઈએ કે જેથી એ અરસામાં અને તે પછીના એએક દસકા બાદ જ એના જીર્ણોદ્ધાર કરાવવાની જરૂર ઊભી થઈ હાય.
જરા આ મામતની ઘેાડીક પૂર્વભૂમિકા જોઇ એ.
જગતૂશા પછી કેટલાંક વર્ષો વીત્યા બાદ, કચ્છના ઇતિહાસના લગભગ એએક સૈકા, રાજકીય અસ્થિરતા, પરદેશીઓ-મુસલમાનેા અને સિ`ધીએ-નાં આક્રમણુ અને કેટલીક કુદરતી આફતને કારણે, ઠીક ઠીક અરાજકતા અને અન્યવસ્થામાં વીત્યા હતા. આવી વ્યાપક અવ્યવસ્થાની માઠી અસર શ્રી ભદ્રેશ્વર તી ઉપર પણ થવા પામી હાય; અને તેથી આ તીથની યાત્રાએ આવનાર
૨૪. ભદ્રેશ્વરના શિલાલેખમાં વિસ્’૦ ૧૫૯૪ની સાલ લખી છે, તે એટલા માટે માનવા લાયક લાગે છે કે, તપગચ્છની પર’પરામાં શ્રી સુધર્માસ્વામીની ૫૬મી પાટે થયેલ આચાય આનવિમલસૂરિજી, અનશન વ્રત લઈને નવમા ઉપાસે, વિસ૦ ૧૫૯૬માં ચૈત્ર સુદ ૭તા રાજ, અમદાવાદમાં સ્વર્ગવાસી થયા હતા. શ્રી આનંદવિમલસૂરિજીની પાટે શ્રી વિજયદાનસૂરિ આવ્યા, અને શ્રી વિજયદાનસૂરિની પાટે જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરિ આવ્યા. —પટ્ટાવલીસમુચ્ચય, પ્રથમ ભાગ, પૃ. ૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org