________________
આપત્તિઓ અને દ્ધારે
૧૩૭ ભાવિકોનું પ્રમાણ સારા પ્રમાણમાં ઘટી ગયું હોય, તીર્થની સારસંભાળમાં પણ ઘણી ખામી આવી ગઈ હોય અને છેવટે જિનમંદિરને ઘસારો પણ પહોંચી ગયો હોય, અને, આવી પરિસ્થિતિને કારણે, મંદિર જીર્ણોદ્ધારની રાહ જોતું હોય એ બનવાજોગ છે.
વળી, આ અરાજકતાના સમયની આ તીર્થની સ્થિતિને લગતી જે વાતે, અનુશ્રુતિરૂપે કે દંતકથારૂપે, જાણવા મળે છે તેમાંથી એક બાબત એ પણ જાણી શકાય છે કે આ અરાજક્તાના સમયમાં, ક્યારેક, કેઈક બાવો, આ તીર્થના મૂળ મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાને (મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથની પ્રતિમાને) ઉપાડી ગયો હતો.
આ ઉપરથી પણ લાગે છે કે વિક્રમની સત્તરમી સદીની શરૂઆતમાં જ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવવાનો સમય પાકી ગયો હતો. અને એ રીતે વિ.સં. ૧૬૨૨ની સાલમાં શ્રીસંઘના હાથે થયેલ ઉદ્ધારનો પ્રસંગે ઉપસ્થિતિ થયો હતો.૨૫
આ વિ. સં. ૧૬૨૨ના ઉદ્ધાર સંબંધી ઉલ્લેખો જે સાહિત્યમાંથી મળે છે તે આ પ્રમાણે છેઃ (૧) શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા, પૃ. ૧૧૯; (૨) મારી કચ્છ યાત્રા, પૃ૦ ૧૪૩; (૩) જૈન તીર્થોને ઈતિહાસ, પૃ. ૧૪૧; (૪) ભારતનાં જૈન તીર્થો, પૃ૦ ૪૮; અને (૫) જૈન તીર્થ સર્વ સંગ્રહ, પૃ. ૧૪૦.
“શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”માં આ જીર્ણોદ્ધારની વાત આ પ્રમાણે નેંધી છે—
“ત્યાર પછી (જગડુશાના જીર્ણોદ્ધાર પછી) ભદ્રાવતીનું પતન થયું. જૈનો ન રહ્યા અને દેરાસર એક બાવાના હાથમાં ગયું. બાવાએ મૂળનાયક પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાજીને ઉઠાવી લઈ એક ભેંયરામાં સંતાડી દીધાં. આ ખબર જેન સંધને પડી અને જેનો બાવા પાસે આવ્યા. બાવાને સમજાવ્યું પણ તે ન સમજ્યો. એટલે સંઘે મૂળનાયક તરીકે મહાવીરસ્વામીની પ્રતિમાજીની સંવત ૧૬૨૨માં પ્રતિષ્ઠા કરી. (આ પ્રતિમાજીની અંજનશલાકા સંવત ૬૨૨માં થયેલ છે.) ત્યાર બાદ તે બાવા પાસેથી મૂળ પ્રતિમાજી (પાર્શ્વનાથ પ્રભુ) મળ્યાં એટલે શ્રાવકોએ તેમને મૂળ મંદિરની પાછળ દેવકુલિકામાં સ્થાપ્યાં. ”
શ્રી કચ્છ ગિરનારની મહાયાત્રા”ના ઉપર ટાંકેલ લખાણમાં વિ.સં. ૧૬૨૨ના ઉદ્ધારનું જેવું વર્ણન કરવામાં આવ્યું છે, લગભગ એવું જ વર્ણન, થોડાક શાબ્દિક ફેરફાર સાથે, બાકીનાં ચારે પુસ્તકમાં કરવામાં આવ્યું છે, એટલે એ પુસ્તકોનાં લખાણે અહીં ટાંકવાની જરૂર નથી. આમાં જે ખાસ વિચારણીય મુદ્દા છે તે આ છે–
(૧) નવા મૂળનાયક ભગવાન મહાવીરસ્વામીની પ્રતિમાની પલાંઠી (પબાસન) ઉપર “હં ૬૨૨ ના વર્ષે ” એમ કતરેલું છે, તેનો અર્થ શું કરે?
(૨) જૂના મૂળનાયક ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા ભમતીની વચ્ચેની પાછલી દેરીમાં ક્યારે પધરાવવામાં આવી હશે ?
આમાં પહેલા મુદ્દાના ખુલાસા અંગે જણાવવાનું કે ભગવાન મહાવીરની પ્રતિમા ઉપર ૨૫. આ અંગેના જુદા મત માટે આ પ્રકરણની ૧૯મા નંબરની પાદનોંધ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org