________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ લેખપત્ર કરી આપ્યા ને એમ પણ એક નાને જીર્ણોદ્ધાર આ તીર્થમાં કરી જીવનને હા લીધે.”
માંડવીની પ્રતમાં આ અંગે લખ્યું છે કે
અરે અણગાર સંઘ લઈ આવ્યા વસઈએ. સંવત ૧૨ મળે. તિવાર પછી સંવત ૧૩૩૫ વાઘેલા સારંગ દે રાજ કીધુંતેણે સદાવ્રત બાંધ્યું.છત્રીસ હજારની પેદાશ દેવલમાં દીધી તેહના દસ્તક દેવલના થંભ મધ્યે લખ્યા છે.”
ઉપરના બંને ઉલેમાંના પહેલામાં સારંગદેવે માત્ર નાનો જીર્ણોદ્ધાર કરાવ્યાનું છે, અને બીજામાં તે જીર્ણોદ્ધાર ઉલ્લેખ પણ કરવામાં નથી આવ્યું, પણ બન્નેમાં મંદિરના નિભાવ માટે અમુક રકમ ભેટ આપ્યાનું લખ્યું છે અને તે જ આ બને નેનો મુખ્ય મુદ્દા છે એ સ્પષ્ટ છે. પહેલા ઉલ્લેખમાં “અઢારે હબુબને માટે ફાળે ” આપ્યાનું લખ્યું છે, તેને અર્થ સમજવાનો રહે છે; જ્યારે બીજા ઉલેખમાં છત્રીસ હજારની આવક આપ્યાનું સ્પષ્ટ લખ્યું છે.
એ વાત ઈતિહાસ-સિદ્ધ છે કે, અન્ય ગૂજરપતિઓ કે પાટણપતિઓની જેમ, કચ્છ ઉપર સારંગદેવની પણ આણ પ્રવર્તતી હતી. અને ભદ્રેશ્વરમાં સારંગદેવનો વિ. સં૧૩૩૨ની સાલને શિલાલેખ એક પાળિયા ઉપર કતરેલ હતો અને એમાં ચરતી ગાયને ધાવતા વાછરડાનું શિલ્પ કોતરેલું હતું. આ પાળિયે અત્યારે ખરા ગામમાં છે. (જુઓ, કચ્છનું સંસ્કૃતિદર્શન, પૃ૦ ૨૭૭)
ભદ્રેશ્વર-વસઈ તીર્થના દેરાસરની ડાબી બાજુની દીવાલના બહારના ભાગમાં, ઉપાશ્રય અને આ દીવાલની વચ્ચે ચારેક ફૂટ પહોળા નવેલી છે એમાં, ઊંડાણના ભાગમાં, દેરાસરની દીવાલમાં એક શિલાલેખ છે. આ શિલાલેખમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શ્રી આણંદવિમલસૂરિના ઉપદેશથી, વિ. સં. ૧૫૯૪માં, જામ રાવળે ભદ્રેશ્વરના દેરાસરને ૧૨ ગામ ભેટ આપ્યાં હતાં.
કચ્છના અંગ્રેજ અમલદારોના પ્રયાસોથી પણ આ તીર્થને મળતી બંધ થયેલ સરકારી સહાય ફરી ચાલુ થઈ હતી. આની વિગતે આગળ ઉપર આપવામાં આવશે.
ડૉ. જેમ્સ બજેસે, સને ૧૮૭૪ની સાલમાં, આ તીર્થની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પછી એમણે એમના પુસ્તક “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કચ્છ” માં (પૃ૦ ૨૦૬) સ્પષ્ટ લખ્યું છે કે –
આ સહિના અગાઉના (early) ભાગમાં ખંતવિજય નામના એક જૈન ગુરુએ આ મંદિરને રાજ્ય તરફથી જમીનની જે ભેટ મળી હતી અને જે જૂનાં ઇનામ (ઇનામદારીરૂપે સહાય) મળેલ હતાં, તેને વસૂલ કરવાને દરેક પ્રકારને પ્રયત્ન કર્યો હતો.”૨૨
22. ...... Collected early in the present century by a Jaina Guru Khantavijaya, who seems to have used every endeavour to recover the old inams of royal gifts of land to the temple.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org