________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતી
તેના પૌત્રના વખતમાં એ દેશ જૈન સોલંકી રજપૂતોએ જીતી લીધું અને સંવત ૭૯૮માં શહેરનું નામ ભદ્રાવતી હતું તે ફેરવીને ભદ્રેશ્વર રાખ્યું. આ વંશની સત્તા સંવત ૧૧૮૯ (સને ૧૧૩૨) સુધી રહી અને તેને છેલ્લો રાજા ભીમદેવને પુત્ર નવઘણ થયે, જેના વખતમાં દેશના ભાગલા પડી ગયા અને દેશ લુંટારાઓથી હેરાન થઈ ગયા. આ રાજાએ પોતાના લશ્કરને ખારાકી વગેરે પૂરું પાડવા બદલ એક વાણીઆને ભદ્રેશ્વર સંવત ૧૧૪માં ગીરાસમાં આપ્યું. સંવત ૧૧૮૨ (સને ૧૧૨૫) માં જગડુશા નામના એક ધનાઢય વેપારીને ભદ્રેશ્વર હમેશના હકક તરીકે ગ્રાન્ટમાં મળ્યું.”
શ્રી વ્રજલાલભાઈ છાયાએ આ તીર્થ ઉપર થયેલ આક્રમણ કે આવેલ આફતોની જે વિગતે આપી છે, તેમાં સાલવારીમાં કે રાજાઓ વગેરેનાં નામોમાં ફેરફાર હોવાનો સંભવ છે. પણ અહીં તે માત્ર આ તીર્થ ઉપર કેવી કેવી આફત આવતી રહી એની વિગતો જ આપવાની હોવાથી અહીં એનું સમાલોચન-પર્યાલેચન કરવાની જરૂર નથી.
ત્યારે હવે આ મંદિરના રક્ષણ માટે ખરે વખતે જે સહાય મળી, તથા જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓના હાથે જે જીર્ણોદ્ધાર થતા રહ્યા, તેની સવિસ્તર વિગતો જાણીએ.
સમયસરની સહાય તથા જીર્ણોદ્ધારે અઢી હજાર વર્ષ જેટલા લાંબા વખત સુધી શ્રી ભદ્રેશ્વર-વસઈનું જૈન તીર્થ ટકી રહ્યું છે, સમયે સમયે આ તીર્થની સાચવણી માટે મળતી રહેલી સહાય તેમ જ આ તીર્થના થતા રહેલા નાના-મેટા જીર્ણોદ્ધારને કારણે જ–ભલે પછી આવી સહાયો અને જીર્ણોદ્ધાર સંબંધી માહિતી, પૂરેપૂરા અને આધારભૂત રૂપમાં સચવાઈ રહેવાને બદલે પરંપરાગત માન્યતાઓ, દંતકથાઓ કે અનુકૃતિઓના રૂપમાં અથવા તો ઓછી અને અધૂરી સચવાઈ રહેવા પામી હોય.
આ તીર્થના જીર્ણોદ્ધારને લગતી માહિતી જુદાં જુદાં પુસ્તકમાં જુદી જુદી જાતની મળે છે, અને જેને પરિપૂર્ણ કહી શકાય એવી માહિતી તો, મેં તપાસેલાં પુસ્તકમાંથી એક પણ પુસ્તકમાંથી મને મળી નથી. આમ છતાં ભદ્રેશ્વર તીર્થની પેઢીમાં જે જીણું પ્રત સચવાઈ રહ્યાનું પ્રજ્ઞાચક્ષુ પંડિત શ્રી આણંદજીભાઈએ લખ્યું છે, અને જેની નકલ તથા જેને ઉતારે તેઓએ અત્યારની ગુજરાતી ભાષામાં કરાવી રાખ્યાં છે, તેમાં આ તીર્થના નવ જેટલા જીર્ણોદ્ધાર થયાની યાદી આપી છે; અને તે બીજાં બધાં પુસ્તકોમાંની યાદીથી વિસ્તૃત છે—અલબત્ત, આ નવે જીર્ણોદ્ધારને કાળગણના અને જે તે વ્યક્તિઓની વચ્ચે સુમેળ સાધીને, ઐતિહાસિક દષ્ટિએ નિર્વિવાદ પુરવાર કરવાનું કામ બહુ જ મુશ્કેલ છે. તેમ છતાં આ યાદી આ તીર્થને પ્રાચીન-અર્વાચીન પરિચય મેળવવામાં ઉપયોગી થઈ શકે એમ છે, એટલું તો લાગે જ છે.
જુદા જુદા ગ્રંથમાં આ તીર્થના જીર્ણોદ્ધાર સંબંધી જે ન મળે છે, તેને આધારે જીર્ણોદ્ધારોની યાદી કંઈક આ પ્રમાણે તૈયાર કરી શકાય – ૧. સંપ્રતિ રાજાનો.
૩. વનરાજ વાઘેલાને. ૨. કાલકસૂરિના ભાણેજનો.
૪. કનક ચાવડાને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org