________________
આપત્તિઓ અને કર્ણોદ્ધાર
૧૨૧
હશે, એમ માની શકાય. આમ છતાં આ બે મંત્રીબંધુઓએ ભદ્રેશ્વરની યાત્રા તો જગડૂશા સાથે સંબંધ બંધાયા પહેલાં જ કરી દેવી જોઈએ, કારણ કે વિ. સં. ૧૨૮૬માં જગડૂશાની ઉંમર ચાર-છ વર્ષ જેટલી જ હશે. (જગડૂશાનો જન્મ વિ.સં. ૧૨૮૨ આસપાસ મૂકવામાં આવે છે.)
હવે જ્યારે આચાર્ય જગતચંદ્રસૂરિ અને વસ્તુપાલ સમકાલીન હોવાનું ઈતિહાસથી પુરવાર થાય છે ત્યારે, એક જ સમયમાં અથવા ડાંક વર્ષોના અંતરે આ બે વ્યક્તિઓએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો એમ માનવું મુશકેલ બની જાય છે. આનું થોડુંક સમાધાન, કદાચ, આ રીતે કરી શકાય આચાર્ય જગતચંદ્રસૂરિજીના ઉપદેશથી શ્રાવકેએ આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને મંત્રીશ્વર વસ્તુપાલ અને તેજપાલે પોતે કરેલ સંઘયાત્રાના સ્મરણરૂપે આ તીર્થમાં બે મંડપ કરાવ્યા હતા. એક સમયે બનેલી આ બે ઘટનાઓ વચ્ચે મેળ બેસારવાનું આ પણ કેવળ એક અનુમાન જ છે. એટલે એને નિશ્ચિત રૂપે સ્થાપિત કરવા માટે બીજા આધારભૂત કે ઈતિહાસમાન્ય પુરાવાઓની અપેક્ષા રહે જ છે.
(૯) જગડુશાને ઉદ્ધાર-જૂના વખતની કચ્છની ભદ્રાવતી નગરીને અને વિક્રમની ૮મી સદીના અંતભાગથી ભદ્રેશ્વર કે ભદ્રેસર નામે ઓળખાવા લાગેલી એ જ નગરીને યાદ કરીએ છીએ અને તરત જ જગડૂશાનું સ્મરણ થઈ આવે છે. એ જ રીતે આ નગરીના શ્રી વસઈ જૈન તીર્થને યાદ કરીએ છીએ ત્યારે પણ આ સ્વનામધન્ય શ્રેષ્ઠીનું મરણ થઈ આવ્યા વગર રહેતું નથી. શ્રી જગડૂશા આ નગરીના વતની હતા અને એમના સમયમાં આ નગરી ખૂબ સમૃદ્ધિશાળી અને વિખ્યાત હતી, અને એમાં આ શ્રેષ્ઠીને ફાળે ઘણે માટે હતો તે જાણીતું છે.
આ નગરી તે ઘણી પ્રાચીન છે અને આ તીર્થની સ્થાપનાની કથા પ્રમાણે, આ તીર્થ પણ આશરે અઢી હજાર વર્ષ જેટલું જૂનું છે. એટલે આ નગરીમાં અનેક રાજવીએ, શ્રેષ્ઠીઓ કે લેકમાન્ય પુરુષે થઈ ગયા; તેમ જ આ તીર્થના રક્ષકે-ઉદ્ધારકે પણ અનેક થઈ ગયા. આમ છતાં શ્રેષ્ઠી જગડૂશાનું નામ આ નગરી અને આ તીર્થ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિઓમાં સૌથી મોખરે તરી આવે છે, એ એક હકીકત છે. આમ થવાનું મુખ્ય કારણ, જગડૂશા પાસે અઢળક સંપત્તિ હતી, દેશ-વિદેશ સાથે એમને માટે વ્યાપાર ચાલતો હતો અને એમણે ધર્મનાં અને લોકપકારનાં અનેક સત્કાર્યો કર્યા હતાં એ તો ખરું જ, પણ એથીય વધારે મેટું કારણ તો એમણે વિ. સં. ૧૩૧૩-૧૪-૧૫ એમ લગાતાર ત્રણ વર્ષ સુધી દેશમાં પડેલા વ્યાપક અને કારમાં દુષ્કાળના સંકટ વખતે, કઈ પણ જાતના ભેદભાવ વગર, સમસ્ત પ્રજાને અન્ન અને જરૂર લાગી :
ત્યાં વસ્ત્રો પણ પૂરાં પાડીને ગરીબ તથા સામાન્ય પ્રજાની અસાધારણ અને સદાસ્મરણીય સેવા કરી હતી અને રાજાઓ સુદધાંને, તેમની પ્રજાના રક્ષણ માટે, અન્ન આપ્યું હતું, એ છે. પિતાના આવા ઉપકારી મહાપુરુષને પ્રજા ક્યારેય કેવી રીતે વીસરી શકે? ભદ્રાવતી-ભદ્રેશ્વર-ભસર નગર સાથે જગડુશાનું નામ એકરૂપ થઈ ગયું છે એનું મુખ્ય કારણ આ જ છે.
જુદા જુદા સમયે, જુદી જુદી વ્યક્તિઓ દ્વારા શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થના જે ઉદ્ધાર થયા તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org