________________
શ્રી મહેશ્વર-વસઈ મહાતીર્થ મહાવીરસ્વામીના જિનમંદિરમાં” જગડૂશાએ ભમતી વગેરે કરાવ્યાનું લખ્યું તેને આ વાત સાથે મેળ કેવી રીતે બેસી શકે?
આ સવાલને સુનિશ્ચિત જવાબ આપી શકાય એ કઈ આધાર અત્યારે તે ઉપલબ્ધ નથી. આના સમાધાનરૂપે એક કલ્પના એવી થઈ શકે કે જગડુશાના સમય પહેલાં કેાઈક સમયે ભદ્રેશ્વર નગરમાં વીરસૂરિના ઉપદેશથી ભગવાન મહાવીરનું બીજુ કઈ મદિર બન્યું હશે અને જગડૂશાએ એની ભમતી વગેરે કરાવેલ હશે. (જુઓ, પ્રકરણ ૩, પૃ. ૪૪ માં જેને ઉલેખ છે, તે ચિત્ર નં. ૪૧; તથા એ પ્રતિમાલેખ ઉપર આઠમા પ્રકરણમાં કરવામાં આવેલ વિવેચન.) પણ ભદ્રેશ્વર તીર્થની એ સમયની જાહોજલાલી તથા એ તીર્થના ઉદ્ધારક તરીકેની જગÇશાની
ખ્યાતિ જોતાં આવી કલ્પના કરતાં પણ સંકેચ થાય છે, એટલે “શ્રી જગÇચરિત”માં જગડુશાએ ભદ્રેશ્વર તીર્થના જિનમંદિરમાં ભમતી વગેરે કરાવ્યાનું લખ્યું છે તે વર્તમાન જિનમંદિરને અનુલક્ષીને જ લખ્યું છે, એમ સમજવું ઠીક લાગે છે—અલબત્ત, એ મંદિર શ્રી વીરસૂરિના ઉપદેશથી બન્યું હતું અને એ વખતે એમાં મૂળનાયક મહાવીરસ્વામી હતા, એ બન્ને મુદ્દાઓ સંબંધી વિશેષ અને નિર્ણાયક આધારની શોધ કરવાની બાકી રહે છે. - ભદ્રેશ્વરની જીર્ણ પ્રત (પૃ. ૨૩)માં આ જીર્ણોદ્ધાર અંગે લખ્યું છે કે – કે “આ પછી પ્રખ્યાત દાનવીર દુષ્કાળભંજક શ્રી જગડુશા શેઠે તેરમી સદીમાં આ તીર્થને મહાન જીર્ણોદ્ધાર કરાવ્યું. આચાર્ય શ્રી પરમદેવસૂરિત સંસ્કૃત ભાષાના જગત શેઠ ચરિત્રમાં આ તીર્થના જીર્ણોદ્ધારની અનેક આકર્ષક, વિવિધ પ્રકાશ પાડતી અને લાખો દ્રવ્યનું ખર્ચ બતાવતી તપસીલો છે. જગડુશા શેઠનું ખ્યાત નામ એમની સખાવતો અને પરમાર્થથી વિશ્વવિખ્યાત છે. એવા શ્રી જગડુશા શેઠે, જેઓ આ ભદ્રાવતી નગરીના ભારતવિખ્યાત શેઠ હતા, એમણે છો જીર્ણોદ્ધાર કરાવ્યો ને આ તીર્થ નજીક બે ભારતભરના અતિથિઓ માટે મોટી દાનશાળા સદાવ્રત શરૂ કર્યું. ”(અહીં “પરમદેવસૂરિના બદલે “ સર્વાનંદસૂરિ’ જોઈએ.)
માંડવીની પ્રતમાં (પૃ. ૨) શ્રી જગડુશાના જીર્ણોદ્ધાર બાબત આ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આ છે—
કંઈક રમૂજ ઉપજાવે અથવા મૂંઝવણમાં મૂકે એવી વાત આ તીર્થના મૂળનાયકની બાબતમાં લેફટનન્ટ પેસ્ટાસે લખી છે. એમણે સન ૧૮૩૭માં આ તીર્થની મુલાકાત લીધા પછી ભદ્રાવતી નગરી અને ભદ્રેશ્વર તીર્થ સંબંધી જે લેખ લખ્યો એમાં મૂળનાયક તરીકે પાર્શ્વનાથની પ્રતિમાં હોવાનું લખ્યા ઉપરાંત એ પ્રતિમા સફેદ આરસપહાણની હેવાનું લખ્યું છે, જે સાવ નવી વાત છે–આ તીર્થમાં મૂળનાયક તરીકે શ્વેત પાર્શ્વનાથની પ્રતિમા હોવાની વાત બીજા કેઈએ લખી નથી. આ મૂર્તિને એના પરિકર સાથે કેચ પણ એમણે પિતાના લેખ સાથે આપ્યો છે, જે જોઈએ
નથી, તેમ જ વર્તમાન મૂળનાયક મહાવીર સ્વામી અને જુના મૂળનાયક શામળિયા પાર્શ્વનાથ એ બેમાંથી એકેની પ્રતિમા સાથે મળતો આવતો નથી. પણ આ ખામી તો કદાચ સ્કેચ દોરનારની હોઈ શકે. અને શ્રી પિસ્ટાન્સને સમજૂતી આપનાર વ્યક્તિએ એમને, આ તીર્થ પાર્શ્વનાથનું છે એમ સમજીને, મૂળનાયક પાર્શ્વનાથ દેવાનું કહ્યું હોય એ પણ બનવા જેવું છે. એટલે ખરી રીતે શ્રી પોસ્ટાન્સની મુલાકાત વખતે મૂળનાયક શ્રી પાર્શ્વનાથ નડી પણ શ્રી મહાવીર સ્વામી જ હોવા જોઈએ. ( લેફટનન્ટ પિસ્ટાન્સે કરેલ વર્ણન સંબંધી સવિસ્તર વિચારણું આ ગ્રંથના ત્રીજા પ્રકરણમાં (પૃ૮ ૩૨) કરવામાં આવી છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org