________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ છાયા વગેરેએ) જગડૂશા વિક્રમની બારમી સદીના ઉત્તરાર્ધ (વિ. સં. ૧૧૮૨ પહેલાં) અને તેરમી સદીના પૂર્વાર્ધમાં થઈ ગયાનું અને એમણે વિ. સં. ૧૨૧૫ના દુષ્કાળનું નિવારણ કર્યાનું લખ્યું છે.
માંડવીની પ્રત યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલ ભદ્રેશ્વર તીર્થ સંબંધી માહિતીવાળા લખાણની લગભગ નકલ કહી શકાય એવી પ્રત છે. એ પ્રતમાં (પૃ. ૬) જગડૂશાના સમય સંબંધી તથા એમની દુષ્કાળ-નિવારણની કાર્યવાહીને લગતી નોંધ આ પ્રમાણે કરવામાં આવી છે–
“તિવાર પછી સંવત ૧૧૮૨માં શા. જગડૂ થયો, ગામધણી થયો. તેણે સદાવ્રત બાંધે, જીરણુ ઉદ્ધાર કર્યું. સંઘપતિ થયે. દેશ-દેશાવર વેપાર ઘણું. ગુરુદેવની ભક્તિ કરે ઘણું. એક સમયે જિનદેવસૂરિ આવ્યા. શેઠજીને કહ્યું: સંવત ૧૨૧૫–સંવત બારપનરોતરો-કાળ પડશે. દેશ દેશ ભયંકર હશે લાભ લેવાય તો રૂડો છે. તિવારે કેવી રીતે કરવું ? ગર કહે : અન્નદાન સમાન અન્ય નથી. તિવારે સર્વે દેશ-દેશાવરે ધાન લેવરાવ્યાં. એમ કરતાં પનોતરે કાળ પડ્યો.”
માંડવીની પ્રતિમાંના આ ઉતારા ઉપરથી જોઈ શકાય છે કે જગડુશાના સમયની બાબતમાં ડૉ.બજેસે જે લખ્યું છે તેમાં અને આ ઉતારામાં બિલકુલ સામ્ય છે. આમ છતાં જગડૂશાના વખતમાં લાગલાગટકેટલાં વર્ષને દુષ્કાળ પડ્યા હતા એ અંગે માંડવીની પ્રતમાં કશે નિર્દેશ મળતું નથી, ત્યારે ડો. બજેસે આ દુષ્કાળ વિ.સં. ૧૨૦૪થી તે વિ. સં. ૧૨૧૫ સુધી બાર વર્ષ પડયાનું અને એની આગાહી કરનાર આચાર્યનું નામ દેવસૂરિ હોવાનું નોંધ્યું છે.૧૭
આ માંડવીની પ્રત, ભદ્રેશ્વરની પ્રત તેમ જ ડો. બજેસ તથા શ્રી વ્રજલાલભાઈ છાયા વગેરેનાં લખાણ ઉપરથી કંઈક એવું અનુમાન કરી શકાય છે કે યતિ શ્રી ખાંતિવિજયજીએ (ગોરજી શ્રી ખંતવિજયજીએ) આ તીર્થ સંબંધી જે માહિતી એકત્ર કરી હતી, તેને આધારે જુદી જુદી
વ્યક્તિઓના હાથે લખાયેલ હસ્તપ્રતોમાં એ વિગતોને સંગ્રહી-સાચવી લેવાનો પ્રયત્ન છેલ્લા એકાદ સિકા પહેલાંના અરસામાં, અર્થાત્ પેલું તામ્રપત્ર મળી આવ્યું તે પૂર્વેના વખતમાં, થયા જોઈએ. અલબત્ત, માંડવીની પ્રત અને ભદ્રેશ્વરની જીણું પ્રતમાંની માહિતી જોતાં એમાં કેટલીક વિગતેમાં ફેરફાર પણ મળે છે; છતાં, એકંદર જોઈએ તે, એમાં એકસરખાપણું પણ ઠીક ઠીક પ્રમાણમાં 1 શ્રી શભશીલ ગણિરચિત “પંચશતીપ્રબોધ( પ્રબંધ) સંબંધ ઉદ્દે પ્રબંધપંચશતી”માં (પૃ. ૬) “ જગડૂસાધુસંબંધ”માં આ દુષ્કાળ માટે “gi refમ: સંવત્ ૨૩૨૫ ૩૨૬ / ૨૩ ૨૭. વર્ષેત્ર માવ સુર્મા ગાતા ” એમ લખ્યું છે. અર્થાત આ દુ ૧ વિ. સં. ૧૩૧૫, ૧૩૧૬, ૧૩૧૭–એમ ત્રણ વર્ષ પડયો હતો. આ બધા જુદા જુદા ઉલ્લેખોમાં પણ ૧૩૧૫માં દુષ્કાળ પડ્યાની વાત તે નિશ્ચિત રૂપે નોંધાયેલી મળે છે.
૧૭. જુઓ, “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ એન્ડ કછ”, પૃ. ૨૦૭: “In his time a Jaina Guru arrived named Deva Suri, who warned him of an approching famine at the beginning of the new century, which was to last twelve years. Jagadeva-sah accordingly collected stores of grains, and when the predicted faminc began in S. 1204, he had abundance which lasted till 1215 (A.D. 11.58), the last year of dearth."
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org