________________
તોથની સ્થાપના
યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલી માહિતી લેફ્ટનન્ટ પાસ્ટાન્સે ગારજી શ્રી ખાંતિવિજયજીએ આ તીથની સાચવણી માટે ઘણી જહેમત ઉઠાવ્યાનુ પેાતાના લેખમાં લખ્યું છે, જેના ઉલ્લેખ આગળ થઈ ગયા છે. અને ડૉ. ખજે સે પણુ લખ્યુ છે કે આ યતિશ્રીએ ભદ્રેશ્વરના દેરાસર સંબંધી માહિતી એકત્ર કરવા માટે તેમ જ આ તીના નિભાવ માટે મળેલ રાજકીય હક્કોને ચાલુ કરવા માટે દરેક પ્રકારના પ્રયત્ન કર્યાં હતા. આ વાતના નિર્દેશ પણ આગળ આવી ગયા છે. આ ઉપરથી એટલુ' સ્પષ્ટ થાય છે કે વિ॰ સ′૦ ૧૯૩૪-૩૯ના આ તીના છેલ્લા જીર્ણોદ્ધાર દરમ્યાન મળી આવેલ તામ્રપત્ર પહેલાં, આ યતિજીએ આ તીથ સબધી બને તેટલી વધુ અને સળંગ માહિતી એકત્ર કરવાના પ્રયત્ન કર્યાં હતા. આ પ્રયત્નને પરિણામે એમણે જે માહિતી એકત્ર કરી હતી, તેનુ' મૂળ લખાણ ઉપલબ્ધ થઈ શકયુ` હાત તા, એમના પછીના સમયમાં મળી આવેલ ઐતિહાસિક કે આધારભૂત સામગ્રીના પ્રકાશમાં, એની ચકાસણી કરવાનું શકય ખનત,
એમ લાગે છે કે આ પ્રયત્નમાં, એમને ઇતિહાસમાન્ય કહી શકાય એવાં સાધને નહીં જેવા પ્રમાણમાં ઉપલબ્ધ થવાથી, આ તીથૅ સંબધી પરપરાથી ચાલી આવતી અનુશ્રુતિએ કે વાતાને જ એમને આધાર લેવા પડયો હતા. આમ થવાને લીધે એમાં ઐતિહાસિક દૃષ્ટિએ કેટલીક ભૂલા રહી જવા પામી હાય એ સ્વાભાવિક છે. આવી એક માટી ભૂલ તે ભદ્રેશ્વરના નામાંકિત શ્રેષ્ઠી, દુષ્કાળભંજક જગસ્ફૂશાના સમયમાં એક સૈકા જેટલા ફરક નેાંધાયેલે એવા મળે છે, એ છે. શ્રી સર્વાનંદસૂરિરચિત “શ્રી જગઙૂચરિત” તથા બીજા કેટલાક અતિહાસિક ઉલ્લેખે। ઉપરથી એ નિશ્ચિત છે કે જગડૂંગા વિભ્રમના તેરમા સૈકાના ઉત્તરાધ અને ચૌદમા સૈકાની પહેલી ત્રીશી વચ્ચે થઈ ગયા. અને એમણે વિ॰ સ’૦ ૧૩૧૩-૧૪-૧૫ એ ત્રણ વર્ષના દુષ્કાળનું નિવારણ કર્યું” હતું.૧૬ આમ છતાં ચતિ શ્રી ખાંતિવિજયજીએ (અને એમને અનુસરીને ડૉ. ખજે સ, શ્રી વ્રજલાલ
૧૬. “ કચ્છનું સંસ્કૃતિદર્શન ”માં ( પૃ૦ ૫૮ ) આ દુષ્કાળ લાગલાગઢ પાંચ વર્ષાં ચાલ્યાનું આ પ્રમાણે લખ્યું છે : “ જગડૂતે તેના ગુરુ તરફથી હિ ંદુસ્તાનમાં પડનારા એક મહાભયંકર દુષ્કાળની આગાહી થઈ એટલે જગડુએ જુદાં જુદાં ગામાએ ધાન્યના અખૂટ ભંડાર ભેગા કરવા માંડવ્યા. સં૦ ૧૩૧૫ થી ૧૩૧૯ સુધી પડેલા આ ભયંકર પનરાતેરા કાળમાં જગડુએ કેટલાયે રાજાને મદદ આપી અને લેકાને ઉગાર્યાં. ''
ગુરુએ કરેલી દુષ્કાળની આ આગાહી માટે આ ગ્રંથના અભ્યાસી લેખક શ્રી રામસિંહભાઈ રાઠેડે શ્રી સર્વાનંદસૂરિવિરચિત “ શ્રી જગસૂચિરત ” ના છઠ્ઠા સના ૬૮મા શ્ર્લાક જોવાનું સૂચન કર્યુ” છે. અહી નીચે આપવામાં આવેલ આ શ્લોક ઉપરથી જાણી શકાશે કે આચાર્ય શ્રી પરમદેવસૂરિએ જગડુશાને વિ॰ સ’૦ ૧૩૧૨ પછી ત્રણ વર્ષ માટે ( એટલે વિ॰ સ૦ ૧૩૧૩-૧૪-૧૫ માં ) બધા દેશમાં દુષ્કાળ પડવાનું સ્પષ્ટ કહ્યું હતું—
द्वन्द्वग्निचन्द्रवर्षेषु व्यतीतेष्वथ विक्रमात् । दुभिक्ष सर्वदेशेषु भावि वर्ष त्रयावधि ॥
તા પછી શ્રી રામસિંહભાઈ રાઠોડે વિ॰ સ૰૧૩૧૫ થી ૧૩૧૯ સુધીને પાંચ વર્ષના દુષ્કાળ પડવાનુ કેમ નોંધ્યું હશે, એવા સહજ પ્રશ્ન થાય છે. ( આ પાદનોંધ ૧૦૨મા પાને ચાલુ છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org