________________
તીથની સ્થાપના
આમાં આચાય ધમ ઘોષસૂરિજી, શ્રી વિમલ કેવલી કે શ્રી કાપિલ કેવલી અંગે તેા વિશેષ વિચાર કરવાના રહેતા નથી; એ બધાના મુખ્ય ભાવ એ સમજવાના છે કે આવા કોઈક પ્રભાવક સંઘનાયકની પ્રેરણાથી આ તીની સ્થાપના થઈ હતી. પણ આ તીર્થની સ્થાપના સાથે પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીના સંબંધ જોડવામાં એક ઐતિહાસિક તથ્ય ધ્યાનમાં લેવુ' ઘટે છે કે શ્રી સુધર્માસ્વામી તેા ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૦ વર્ષે, અન્ય ૧૦ ગણુધાની જેમ, ગુણશીલ ચૈત્યમાં૨૦ નિર્વાણુ પામ્યા હતા અને, પ્રચલિત અનુશ્રુતિ પ્રમાણે, શ્રી ભદ્રેશ્વર તીથની સ્થાપના વીર નિર્વાણુ સંવત ૨૦ પછી જ થઈ હતી. એટલે ભદ્રેશ્વર તીની પ્રતિષ્ઠા શ્રી સુધર્માસ્વામીના હાથે થયાનું માનવુ એ ઇતિહાસસંગત નથી.
પર’પરા મુજબ પહેલાંથી ચાલી આવતી અનુશ્રુતિરૂપ કથા અને પાછળથી મળી આવેલ તામ્રપત્રમાંથી મળતી થાડીક માહિતી મુજબ, આ તીર્થની સ્થાપનાની ખાખતમાં, એમ માનવુ... જોઈ એ કે, શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણ પછી ૨૩મે વર્ષે, હરિવંશના રાજા સિદ્ધસેનના રાજ્યમાં, કપિલ કેવલી કે એમના જેવા સ્થવિર સંઘનાયકની પ્રેરણાથી, શ્રેષ્ઠી દેવચંદ્ર નામના ધર્માત્મા શ્રમણેાપાસકે, ભદ્રાવતી નગરીમાં, જિનમંદિર ખ ધાવીને એમાં તેવીસમા તીર્થંકર, સવિઘ્નહર ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી.
આ છે શ્રી ભદ્રેશ્વર તીર્થની સ્થાપનાની કથા.
હવે જોઈ એ, આ તીર્થ ઉપર આવેલી આપત્તિએની અને ઝંઝાવાતા સમી એ આફતાની સામે આ તીર્થને અત્યાર સુધી ટકાવી રાખનાર જીર્ણોદ્ધારાની વિગતે.
જિનાલયમાં બિરાજે છે. એ ભવ્ય અને દિવ્ય પ્રભુ શ્રી પાર્શ્વનાથ દેવની દર્શનીય દિવ્ય મૂર્તિની ભગવાન શ્રી મહાવીર દેવની વિદ્યમાનતામાં અને શાસનપતિના જીવનકાળમાં જ, એમના પુણ્યશ્લોક મુનિશિષ્ય પ. પૂજ્ય કપિલ કેવલીના વરદ હસ્તે આ પરમ પવિત્ર પ્રતિમાજીની પુનિત પ્રતિષ્ઠા થયેલી છે. અને હાલના તી પતિ વિદ્યમાન મૂળનાયક ભગવાન શ્રી મહાવીરદેવની પરમ પાવની પ્રતિમાજી, પરમશાસનપ્રભાવક મહારાજા સંપ્રતિ રાજાના ભરાવેલાં, જગમ યુગપ્રધાન સમા પરમપૂજ્ય આય સુહસ્તિસૂરિજીના વરદ હાથે પ્રતિષ્ઠા થયેલી છે. ’’
ઉપર નાંધેલ વિગતા, આ તીની સ્થાપનાને લગતી તથા જૂના મૂળનાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનના સ્થાને નવા મૂળનાયક શ્રી મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કચારે થઈ એ બાબતને લગતી પ્રચલિત અનુશ્રુતિથી બહુ જુદી પડે છે, એ દેખીતુ છે; અને તેથી એને આધાર જાણવાની જિજ્ઞાસા રહે એ સ્વાભાવિક છે.
kr
'
૨૦. વર્તમાન શ્રમણુ પરંપરાના આદિ ગુરુ શ્રી સુધર્માસ્વામીનું નિર્વાણ ગુણુશીલ ચૈત્યમાં થયાની વાત નિશ્ચિત હેાવા છતાં “ વીર વંશાવલી અપરનામ તપાગચ્છ વૃદ્ધ પટ્ટાવલી ” માં લખ્યું છે કે “ માસ એક ચવિહાર અણુસણુ । પાંચમે આરે પશ્ચિમ દિશિ` શ્રી વીરને મુક્તિ હુઆ પછી વીસ વર્ષે શ્રીગિરનાર પ°તાપરિ શ્રીસુધર્મા નામે શ્રી વીરના પહેલા પટાધરને મુક્તિ હુઈ । ’” અર્થાત્ શ્રી સુધર્માસ્વામીનું નિર્વાણ ગિરનાર પર્વત પર થયું હતું. ઐતિહાસિક હકીકતથી સાવ જુદા પડતા આ કથન ઉપરથી પણ જોઈ શકાય છે કે એક જ ઘટનાના સંબંધમાં કેવી કેવી માન્યતા પ્રચલિત થઈ શકે છે. ( આ વીરવંશાવલી'' સુપ્રસિદ્ધ સિંઘી જૈન ગ્રંથમાળાના ૫૩મા ગ્રંથ તરીકે પ્રકાશિત થનાર “ વિવિધ ગીય પટ્ટાવલી સંગ્રહ ”ના પ્રથમ ભાગમાં (પૃ૦ ૧૬૦-૨૨૭ ) છપાયેલ છે. આ આખા ગ્રંથ વિ॰ સ૦ ૨૦૧૭ની સાલથી છપાયેલા તૈયાર હતો; પણુ કમનસીબે અત્યાર સુધી એ પ્રગટ થયા નથી ! વિખ્યાત પુરાતત્ત્વાચા` મુનિ શ્રી જિનવિજયજીએ એ સ’પાન્તિ કરેલા છે. અને તેઓશ્રીની પાસેની એની કાચી નકલ ઉપરથી ( પૃ૦ ૧૬૧ ) આ લખાણુ અહીં સાભાર ઉદ્યુત કર્યું છે. )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org