________________
તીર્થ સ્થાપના
ભદ્રેશ્વરની પ્રત–આ પ્રતની નલમાંથી (પૃ. ૨૧-૨૨) આ તીર્થની સ્થાપનાને લગતી આ પ્રમાણે માહિતી સાંપડે છે–
“ભગવાન શ્રી મહાવીરદેવના નિર્વાણ પછી ૪૫મા વર્ષે મહારાજ સિદ્ધસેન નામના રાજા ભદ્રાવતી નગરીમાં થયા. ભગવાન શ્રી વિમલ કેવલી નામના એક કેવલજ્ઞાની મુનિના ઉપદેશથી આ દેરાસર બંધાવવામાં આવ્યું.......
જ્યારે આ તીર્થ શરૂ થયું અને પૂરું થયું તે કાળે પુણ્યશ્લોક વિજય શેઠ અને વિજયા શેઠાણુએ શીલવ્રતના આકરા નિયમ લીધા એટલે વિજય-વિજયા દંપતીને આજીવન બ્રહ્મચર્યસંકલ્પ અને આ તીર્થનું નિર્માણ એ બંને ઘટનાઓ સમકાલીન હેવાનું જીર્ણ લેખ કહી જાય છે. ”
છે. જેમ્સ બજેસ–લેફટનન્ટ પિટાસે સને ૧૮૩૭માં ભદ્રાવતી નગરી અને ત્યાંના જૈન મંદિર સંબંધી કેટલીક માહિતી લખી હતી, તેને નિર્દેશ આગળ આવી ગયો છે. પણ આ તીર્થની સ્થાપના તથા એની ચડતી-પડતી સંબંધી કડીબદ્ધ કહી શકાય એવી વિગતો તો ડો. જેમ્સ બજેસે જે, એમણે સને ૧૮૭૪માં લખેલ, “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઓફ કાઠિયાવાડ ઍન્ડ કરછ” નામે ગ્રંથમાં (પૃ. ૨૦૫-૨૧૦) લખી છે તેમાંની કેટલીક યતિ શ્રી ખાંતિવિજયજીએ આ તીર્થ સંબંધી પ્રચલિત અનુકૃતિઓને આધારે એકત્ર કરેલ માહિતીને આધારે લખી છે, અને કેટલીક જાતમાહિતીના આધારે લખી છે. એમાં આ તીર્થની સ્થાપનાને લગતી વાત તેઓએ, યતિ શ્રી ખાંતિવિજયજીએ એકત્ર કરેલ માહિતીને આધારે, આ પ્રમાણે નેધી છે –
જિનદાસ શેઠને તે ભૂખ્યાને ભાવતા ભોજન મળે એટલે હર્ષ થયો. એ તે તરત જ કરછ દેશમાં પહોંચી ગયા અને વિજય શેઠ અને વિજયા શેઠાણીનું રહેઠાણ ધી કાઢીને એમને કેવલીભગવંતે એમના શીલવતની કરેલી પ્રશંસાની વાત કરી અને પછી એમને મનના ઉલ્લાસપૂર્વક ભોજન કરાવીને એમની મન ભરીને ભક્તિ કરી.
દૂર દેશાવરથી પોતાની ભક્તિ માટે આવેલા આ સહધમી અતિથિની વાત સાંભળીને એ દંપતી ખૂબ નવાઈ પામ્યાં અને વિચારમાં પડી ગયાં: આટલે દૂર સુધી આપણું વ્રત પાલનની વાત કેમ કરી જાણીતી થઈ ગઈ ? પણ પછી એમણે પોતાની મેળે જ એનું સમાધાન મેળવી લીધું: ત્રણ કાળ અને ત્રણ લોકના જાણકાર કેવળજ્ઞાનીને માટે અજાણ્યું શું હોય ? પણ આપણા વ્રતની વાત લેકમાં જાણીતી થઈ ગઈ, માટે આપણે, આપણું પ્રતિજ્ઞા પ્રમાણે સંયમ ગ્રહણ કરવો ઘટે.અને એમણે તરત જ દીક્ષા લીધી અને નિર્મળ સંયમની આરાધના કરીને તેઓ પંચમ ગતિ -મોક્ષના અનંત સુખના અધિકારી બન્યાં. આવા પાવન દંપતીથી ભદ્રાવતી નગરી પણ ધન્ય બની. ( શ્રી ઉપદેશ પ્રાસાદ ભાષાંતર, ભાગ બીજો, સ્તંભ ૬, પ્રબંધ ૮૯ને આધારે )
( ૧૧. મંદિરમાં અત્યારે વિદ્યમાન છેલા જીર્ણોદ્ધાર સંબંધી લેખમાં, તામ્રપત્રમાંના લખાણને આધારે, શ્રમણ ભગવાન મહાવીર પછી ૨૩મે વર્ષે ભદ્રાવતીમાં આ તીર્થની સ્થાપના થયાનું લખ્યું છે અને આ કર્ણ પ્રતમાં ૪૫મે વર્ષે સ્થાપના થયાનું ખેંચ્યું છે આ બે વચ્ચે પંડિત શ્રી આણંદજી ભાઈએ, પોતે લખાવેલ આ તીર્થના પરિચયમાં એમ કહીને મેળ બેસારવાનો પ્રયત્ન કર્યો છે કે વિમલ કેવલીના ઉપદેશ અને રાજા સિદ્ધસેનના ઉત્તેજનથી શ્રેણી દેવચંદ્ર વીર નિર્વાણ સંવત ૨૩માં આ જિનમંદિર બંધાવવાની શરૂઆત કરી હશે અને વીર નિર્વાણુ સંવત ૪૫માં મંદિરનું કામ પૂરું થતાં એ વર્ષમાં એની પ્રતિષ્ઠા કરાવી હશે (પૃ૦ ૨૨),
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org