________________
શ્રી મહેશ્વર-વસઈ મહાતીર્થ રંગમંડપમાં જમણી બાજુએ લગાડવામાં આવ્યા છે. આ શિલાલેખમાં આ તીર્થની સ્થાપનાને લગતી છેક પ્રાચીન સમયની વાત, વચમાં તીર્થની કેવી સ્થિતિ થઈ તે વાત તથા છેલા જીર્ણોદ્ધારની વાતને સમાવી લેવામાં આવી છે–એમ કહેવું જોઈએ કે “એકે હજાર” જેવા આ એક જ શિલાલેખમાંથી (પંક્તિ ૯૯૧૩) આ તીર્થ સંબંધી પ્રાચીન, મધ્યકાલીન અને આધુનિક સમયની મહત્વની માહિતી કે વાતે જાણવા મળે છે. આ શિલાલેખમાં આ તામ્રપત્રનો નિર્દેશ આ રીતે કરવામાં આવ્યું છે –
" तथैव च साम्प्रतमेव च प्रतिमापृष्ठगर्भगुहभितौ समुद्धारर्थमुत्खनितुमारवायां विनिर्गतमे कमतिलघुकं ताम्रपत्रं, तत्र अमुन्येवाक्षराणि विद्यन्ते, तथा हि-ठ० देवचन्द्रिय प्रार्श्वनाथदेवसाता २३ इति । एतल्लेखानुसारतः प्रतीयते किलेदं चैत्य श्रीवीरात् २३ वर्षे श्रीदेव चन्द्रवेष्ठिना कारितमस्तीति ।"
મુનિરાજ શ્રી હંસવિજયજી મહારાજે “ પ્રશ્નોત્તરચિંતામણિ” નામે એક પુસ્તક લખ્યું છે; અને તે વિ. સં. ૧૯૬૭માં ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભા તરફથી પ્રકાશિત થયું છે. તેમાં (પૃ. ૨૬૮-૨૭૩) “કચ્છ દેશમાં કેઈ અતિ પ્રાચીન જિનપ્રાસાદ હયાતીમાં છે કે નહીં?” એવા ૧૭૧ નંબરના પ્રશ્નના જવાબમાં વિ.સં. ૧૯૩૯ના જીર્ણોદ્ધાર વખતે દેરાસરના રંગમંડપમાં ચેડવામાં આવેલ ઉપર સૂચવેલ મેટા શિલાલેખનો ભાવાર્થ આપવા સાથે એમાં “અજ્ઞાનતિમિરભાસ્કર” માં આ તામ્રપત્રની જે ચર્ચા કરી છે, તેને ઉલલેખ પણ આ પ્રમાણે કર્યો છે: “તેના ઉપર કોતરેલા અક્ષરેનો તજુ શ્રીયુત વિજયાનંદસૂરીશ્વર ઉર્ફે મહુમ મુનિરાજ શ્રી આત્મારામજી મહારાજકૃત “અજ્ઞાનતિમિર ભાસકર ” ગ્રંથના પૃષ્ઠ ૧૭૬માં છપાયેલે છે.”
આ બધી વિગતો ઉપરથી જોઈ શકાય છે કે આ તામ્રપત્ર મળી આવ્યાની વાત અનેક જૈન ગ્રંથમાં નોંધાયેલી મળી આવે છે તે ઉપરાંત કરછની ભૂગોળમાં પણ એને ઉલ્લેખ અને એનું અર્થઘટન કરવામાં આવેલ છે. પણ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજ અથવા ડો. હર્નલ એ બેમાંથી જે કેઈએ આ તામ્રપત્રનું આટલું લખાણ ઉકેલી આપ્યું હતું, તેમણે એ મૂળ તામ્રપત્ર જોઈને ઉકેલ્યું હતું કે એના રબીંગ (મૂળ વસ્તુ ઉપર કાગળ મૂકીને અને એના ઉપર પેન્સીલ વગેરે ઘસીને લેવામાં આવતી છા૫) ઉપરથી ઉકેલ્યું હતું એ જાણી શકાયું નથી.
પણ આપણી ઉપેક્ષાવૃત્તિ અંગે સૌથી વધુ ખેદ ઉપજાવે એવી વાત તો એ છે કે, અત્યારે આ તામ્રપત્ર કે એની છબી કે છાપ સુધ્ધાંની કશી જ ભાળ મળતી નથી; અને એકસો વર્ષ કરતાં પણ ઓછા વખત પહેલાં મળી આવેલી આવી અમૂલ્ય અને મહત્વની વસ્તુ, કેવળ આપણી પોતાની જ બેદરકારીને કારણે, હમેશને માટે, કાળના પ્રવાહમાં લુપ્ત થઈ ગઈ છે !
૪. આ દેરાસરના જીર્ણોદ્ધાર વખતે આ તામ્રપત્ર મળી આવ્યા સંબંધી સૌથી જૂને ઉલેખ તો વિ.સં. ૧૯૩૯ના શિલાલેખમાં જ મળે છે, જે ઉપર નોંધવામાં આવ્યો છે. વળી, “જૈન તીર્થોનો ઈતિહાસ” અને “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં એને નિર્દેશ મળે છે તે આગળની પાદનોંધ ઉપરથી જાણી શકાય છે. આ ઉપરાંત “મારી કચ્છ યાત્રા”માં (પૃ. ૭૧) માં પણ આ વાત નોંધવામાં આવી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org