________________
વર્તમાન ભદ્રધર-વસઈ મહાતીર્થ ભરીને તયાર કરેલાં છે, તો કેટલાંક કેવળ રંગ-રેખાથી તયાર કરેલ ચિત્રકામના નમૂના છે. આ ચિત્ર જાણે આ વિશાળ દેરાસરના એક મહત્ત્વના ભાગરૂપે હેય એટલા વિપુલ પ્રમાણમાં છે.
મંદિરના મુખ્ય પ્રવેશદ્વારમાં દાખલ થઈએ એટલે મંદિરની જમણી બાજુની દીવાલ ઉપર બે વિભાગમાં જુદા જુદા પ્રસંગનાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. એમાં પહેલા વિભાગમાં-(૧) ભગવાન મહાવીરના અભિગ્રહને, (૨) કોસાંબી નગરીમાં નિષ્ફળ ભિક્ષા માટેના એમના ભ્રમણને, (૩) ભગવાન ચંદનબાળાના આંગણે પધાર્યા તે ઘટનાને, (૪) ભગવાન મહાવીરે ચંદનબાળાના હાથે ભિક્ષા વહોરી તેને અને (૫) ચંદનબાળા રાજકુમારી તરીકે જાણીતી થઈ એ ઘટનાને-એમ પાંચ પ્રસંગોનાં સુંદર ચિત્રો દોરવામાં આવ્યાં છે.
આની લગોલગ બીજા વિભાગમાં–(૧) કમઠ તાપસના પંચાગ્નિ તપ પ્રસંગે એની અને પાર્શ્વકુમારની વચ્ચે થયેલી વાતચીતને, (૨) ભગવાન પાર્શ્વનાથને મેઘમાળીએ કરેલ ઉપસર્ગને, (૩) ભગવાન મહાવીરે જાનના જોખમે ચંડકૌશિક નાગને પ્રતિબંધ પમાડવો તે, (૪) ભગવાન મહાવીરને શૂલપાણિ યક્ષે કરેલ ઉપસર્ગોને, (૫) વાળિયાએ ભગવાનના કાનમાં શુળ નાખી કરેલ ઉપસર્ગનો અને (૬) સુદષ્ટ દેવે ભગવાનને કરેલા ઉપસર્ગને–એમ છ પ્રસંગો આલેખવામાં આવ્યા છે.
આની સામેની – મંદિરની ડાબી બાજુની – દીવાલ ઉપર પણ બે વિભાગમાં ચિત્રો દોરવામાં આવ્યાં છે. તેમાંના પહેલા વિભાગમાં-(૧) વીર-વર્ધમાનની નીડરતાને આમલકી કીડાને, (૨) દત્યદમનને, (૩) નિશાળે બેસવાન, (૪) લગ્નોત્સવને, (૫) લોકાંતિક સુરની દીક્ષા માટેની વિનંતિને અને (૬) વષીદાનને—એમ છ પ્રસંગે દોરવામાં આવ્યા છે. અને આની જોડેના બીજા વિભાગમાં પ્રભુના (૧) ચ્યવનકલ્યાણક (માતાના સ્વપ્નદર્શન), (૨) જન્મકલ્યાણક (જન્મત્સવ), (૩) દીક્ષાકલ્યાણકનો અને (૪) કેવળજ્ઞાનકલ્યાણક (સમવસરણમાં બિરાજી ધર્મદેશના આપવા)ને–એમ ચાર કલ્યાણકનાં ચિત્રો આપવામાં આવ્યાં છે.
આ રીતે જાણે યાત્રિકનું ચિત્ત, ધર્મમય જીવન જીવી જનારા મહાન ધર્મ પુરુષોના જીવનપ્રસંગોનાં હદયસ્પશી દર્શનથી, અંતર્મુખ બનવા પ્રેરાય એવું પવિત્ર વાતાવરણ આ જિનમંદિરના પ્રવેશદ્વારમાંથી જ એને અનુભવવા મળે છે.
આવા ચિત્રમય પ્રવેશદ્વારમાંથી આગળ વધીને આપણે, મૂળનાયક ભગવાનની સામે, રંગમંડપમાં પહોંચીએ છીએ ત્યારે ત્યાં પણ સોહામણી ચિત્રમાળા જોવા મળે છે. ગભારાની જમણું બાજુની દીવાલ ઉપર-(૧) અચલગઢ, (૨) ક્ષત્રિયકુંડ, (૩) તાલધવજ ગિરિ (તળાજા), (૪) રાણકપુર અને (૫) આબુ-દેલવાડા-એ પાંચ તીર્થોનાં ચિત્રો દોરેલાં છે. અને ગભારાની ડાબી બાજુની દીવાલ ઉપર (૧) કેસરિયાજી તથા (૨) તારંગા તીર્થનાં ચિત્રો અંક્તિ કરવામાં આવ્યાં છે. આ રંગમંડપના મેટા ઘુમ્મટમાં કરેલ શ્રી નેમિનાથ ભગવાનના જીવનપ્રસંગોને આલેખતા ચિત્રકામનું વર્ણન તો પહેલાં, રંગમંડપના વર્ણન સાથે, કરી દેવામાં આવ્યું છે (જુઓ ૫૦ ૩૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org