________________
શ્રી ભદ્રેશ્વર વસઈ મહાતીથ
પધરાવવામાં આવી છે. આ ગુરુમંદિરમાં ચારે તરફ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજી તથા મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીના ચમત્કારિક જીવનપ્રસંગે દર્શાવતાં અનેક ચિત્રો મૂકવામાં આવ્યાં છે. આની પ્રતિષ્ઠા, વિસ૦ ૨૦૨૫માં, મુનિરાજ શ્રી જયાનંદમુનિજીની નિશ્રામાં, કરવામાં આવી હતી.
re
પાયચ`દગચ્છનુ' ગુરુમ`દિર
આ ગુરુમંદિરની ખાજુમાં, લગભગ તીથ ના પહેલા પ્રવેશદ્વારની નજીકમાં ત્રીજી' ગુરુમંદિર પાંચ ઇંગચ્છના આચાર્ય શ્રી પાર્શ્વચંદ્રસરિજીનું તૈયાર થઈ રહ્યુ છે. એનુ... ખાતમુહૂત વિ॰ સ॰ ૨૦૩૦ના આસા સુદિ ૧૩ના રાજ અને એનેા શિલારાપણ વિધિ વિ॰ સ૦ ૨૦૩૧ના જ્ઞાનપ ́ચમી (લાભપંચમી)ના પદિને શ્રી મારારજી જેઠાભાઈ કોડાયવાળાના શુભ હસ્તે થયા હતા.
અ‘ચળગચ્છની દેરી
આ રીતે આ તીના દેરાસરની બહારના વિશાળ ચાગાનમાં પ્રવેશ કરીએ ત્યારથી, પહેલા પાયચંદગચ્છનું, પછી ખરતરગચ્છનું, અને તે પછી તપગચ્છનું ગુરુમંદિર આવે છે. અને અચળગચ્છના પ્રભાવક આચાય શ્રી કલ્યાણસાગરસૂરિજીની પાદુકાની તથા એ ગચ્છનાં અધિષ્ઠાયિકા દેવી શ્રી મહાકાળીની સ્થાપના તા આ તીર્થના જિનમદિરમાં સેાળમી અને સત્તરમી દેરીની વચ્ચે, નંબર વગરની એક ખાસ દેરીમાં જ કરવામાં આવ્યાની વાત પહેલાં કહેવાઈ ગઈ છે.
આ ઉપરથી જોઈ શકાય છે કે આપણા જૈન શ્વેતાંખર મૂર્તિ પૂજક શ્રીસંઘના જુદા જુદા (મુખ્ય મુખ્ય બધા જ) ગણેશના આ તીમાં કેવા સુમેળ સધાયેા છે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org