________________
બતાવતી નગરી
આ સવાલનો નિશ્ચિત જવાબ આપી શકાય એવી બીજી વિશ્વસ્ત સામગ્રી ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી, આ નગરીની પ્રાચીનતાને આ તીર્થની સ્થાપનાની જે કથા પ્રચલિત છે તેની સાથે સાંકળી લઈને, એમ કહી શકાય કે, આ કથામાં સૂચવ્યા પ્રમાણે, આ તીર્થની સ્થાપના મહાવીર નિર્વાણની પહેલી પચીસીમાં (વીર નિર્વાણુ સંવત ૨૩માં) થઈ, તે પહેલાંના ગમે તે સમયથી કચ્છની ભદ્રાવતી નગરીનું અસ્તિત્વ હોવું જોઈએ. આ નગરીની પ્રાચીનતાની બાબતમાં અત્યારે તે આથી વિશેષ કંઈ કહી શકાય એમ નથી.
કનક ચાવડાને કબજે –લોકપ્રચલિત અનુકૃતિઓમાંની એક અનુશ્રુતિ એ છે કે વિ. સં. ૬૧૮માં પાટણના કનક ચાવડાએ ભદ્રાવતી નગરી અને એની આસપાસના પ્રદેશ ઉપર કબજે કરી લીધો હતો. કનક ચાવડો ઐતિહાસિક વ્યક્તિ હતા એના પુરાવા મળવા હજી બાકી છે, એટલે, આવા પુરાવા મળી આવે ત્યાં સુધી, એને એના નામે લોકોમાં પ્રચલિત બનેલી કથાઓને નાયક જ સમજ જોઈએ; એટલે પછી એણે ભદ્રાવતી નગરી અને એની સાથેના પ્રદેશ ઉપર કેટલાં વર્ષ સુધી શાસન કર્યું હતું તે નિશ્ચિત ન જ થઈ શકે.
ભદ્રાવતીમાંથી ભદ્રેશ્વર-કનક ચાવડાએ કે તેના અનુગામી બીજા ચાવડાઓએ ગમે તેટલા વખત સુધી ભદ્રાવતી નગરીમાં રાજ્ય કર્યું હોય, પણ પછીની જે કંઈ માહિતી મળે છે, તે ઉપરથી એમ જાણી શકાય છે કે વિક્રમના આઠમા સિકાના અંત ભાગમાં ભાણગઢના સોલંકી વંશના રજપૂતોએ ભદ્રાવતી પિતાના તાબામાં લઈ લીધું હતું. આ સોલંકીએ જેનધર્મના અનુયાયી હતા. એમણે ભદ્રાવતીનું નામ બદલીને ભદ્રેશ્વર રાખ્યું. તેઓએ આ નગરીના નામમાં ફેરફાર શા માટે કર્યો હતો, તે જાણી શકાતું નથી.
સોલંકી અને વાઘેલા શાસન આ પ્રમાણે સોલંકી વંશના શાસકેએ ભદ્રેશ્વર અને એની આસપાસના પ્રદેશને કબજે લીધા પછી, વચ્ચેના સમયમાં કઈ કઈ વાર એમાં કઈ વિક્ષેપ આવ્યા હોય તો એને બાદ કરતાં, કમે ક્રમે કચ્છની મોટા ભાગની ધરતી ઉપર ગૂર્જર ધરિત્રાનું સમ્રાટપદ અથવા રાજાપદ ધરાવતા સોલંકી વંશના શાસકોનું અને તે પછી વાઘેલા
S. ŠI. 42: “ Kanak Chavada of Pattan then subjugated the country (in Samvat 618 ), rebuilt the temple and installed an image in S. 622.” ( 4S5h 41204641 કનક ચાવડાએ એ પ્રદેશ ઉપર કબજે કરી લીધે, દેરાસરને ફરી બંધાવ્યું અને એ
૦ ૬રમાં એક મૂર્તિ પધરાવી.) ( રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠિયાવાડ ઍન્ડ ક૭, પૃ૦ ૨૦૦)
૭ એજન પૃ. ૨૦૬-૨૦૭ : “ The Solanki Rajputs of Bhāngadh next conquered the country and changed the name of the city to Bhadresyar (S.798). The Solanki was also a Jain.” (ભાણગઢના સોલંકી રજપુતોએ એ પ્રદેશ જીતી લીધો અને શહેરનું નામ બદલીને ભદ્રેશ્વર રાખ્યું. (સં૦૭૯૮) આ સોલંકી પણ જૈન હતો.) તથા વ્રજલાલ ભગવાનજી છાયા : “ ત્યાર પછી (કનક ચાવડાના શાસન પછી) તેના પૌત્રના વખતમાં એ દેશ જૈન સોલંકી રજપૂતોએ જીતી લીધા અને સંવત ૭૯૮માં શહેરનું નામ ભદ્રાવતી હતું તે ફેરવીને ભદ્રેશ્વર રાખ્યું.” (“સ્વદેશ” દીપોત્સવી અંક, વિ.સં. ૧૯૮૦, પૃ. ૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org