________________
ભદ્રાવતી નગરી
આ જિનમંદિરના છેલ્લા જીર્ણોદ્ધારની માહિતી આપતા, રંગમંડપમાંના વિ. સં. ૧૯૩૯ની સાલના એક સંસ્કૃત અને બીજા ગુજરાતી શિલાલેખોને બાદ કરતાં અત્યારે તો આ મંદિર સંબંધી ફક્ત ત્રણ જ જૂના શિલાલેખો કાળના મેમાંથી બચી જવા પામ્યા હોય એમ દેખાય છે. આ બેમાંનો એક વિસં. ૧૫૯૪ને છે, બીજો વિસં. ૧૬૫૯ને છે, અને ત્રીજા શિલાલેખમાં સ. ૧૧૦૦ જેવું કંઈક દેખાતું હોવા છતાં, ઘણો પ્રયત્ન કર્યા પછી પણ, એનું લખાણ ઉકેલી. શકાયું નથી. પહેલે શિલાલેખ દેરાસરની બહાર, દેરાસરની ડાબી બાજુની દીવાલ અને થાંભલાવાળા ઉપાશ્રય વચ્ચેની નળીમાં, દેરાસરની દીવાલ ઉપર ચડેલો છે [ ચિત્ર નં. ૫૧]. એમાં જામ રાવળે (ભદ્રેશ્વરના) જિનમંદિરને બાર ગામ ભેટ આપ્યાનું લખ્યું છે. બીજો શિલાલેખ દેરાસરમાં પેસતાં આપણું ડાબા હાથે એક જ થાંભલા ઉપર બે ટુકડે કોતરવામાં આવેલ છે. અને એમાં શ્રી વિવેકહર્ષ ગણિના ઉપદેશથી ભદ્રેશ્વરની બાબતમાં રાઓ શ્રી ભારમલજી સાથે, હાલા ડુંગરજીએ, કંઈક સમાધાન કર્યાનું લખ્યું છે, અને એમાં કુદરડી ગામનું નામ પણ નોંધ્યું છે. ત્રીજો શિલાલેખ આપણા જમણા હાથ ઉપરના એક થાંભલા ઉપર કોરેલ છે, જે, ઉપર સૂચવ્યું તેમ, ઉકેલી શકાતો નથી. (જુઓ ચિત્ર નં. ૧૧ અને ૧૨) ( આ શિલાલેખો સંબંધી વિશેષ વિચારણા આ પુસ્તકનાં માં અને ૮મા પ્રકરણમાં કરવામાં આવી છે.)
ગ્રંથસ્થ ઉલ્લેખ–શ્રી રાજશેખરસૂરિજીએ વિ. સં. ૧૪૦૫ માં રચેલ પ્રબંધકોશ અપરના ચતુર્વિશતિપ્રબંધમાં વસ્તુપાલપ્રબંધમાં, અગાઉ સૂચવ્યું તેમ, તવા મજરાજે મમલિટ્ટો નામ વરતારતિતિ (પૃ૦ ૧૦૪) અને માનસિક મદ્રાસમાળ ઘતિર્ધરળીયા (પૃ. ૧૦૬) એ રીતે ભદ્રેશ્વરને ઉલ્લેખ મળે છે. શ્રી શુભશીલ ગણિકૃત પંચશતી પ્રબોધ (પ્રબંધ) સંબંધ ઊકે પ્રબંધપંચશતીમાં જગડૂસંબંધમાં મધરપુરે વેતા (૦૫) અને મદ્રશ્વરપુર માત્રામે રાષ્પ વ(પૃ)એ રીતે ભદ્રેશ્વરનું નામ મળે છે. અને પુરાતન પ્રબંધસંગ્રહમાં (પૃ૦ ૮૦) વીસલદેવવૃત્તમાં अथ भद्र श्वरे वसाहजगडूनामा वसति। भने अन्यदा स०१३१५ वर्षे दुर्भिक्षकाले श्रीवोसलेन चणक त्रुटी મ શ્વાધ્યાપારિો નારાણય લઃ તિ: એ રીતે ભદ્રેશ્વરને નામોલ્લેખ થયેલો છે.
શ્રી જગડુચરિત–સંસ્કૃત ભાષાની આ કૃતિના રચયિતા પૂર્ણિમ ગચ્છના ૧૪ શ્રી ધનપ્રભસૂરિના શિષ્ય શ્રી સર્વાનંદસૂરિ છે. કર્તાએ એને મહાકાવ્ય કહ્યું છે. એમાં સાત સર્ગ છે, અને જુદા જુદા છંદના કુલ ૩૮૭૧૫ લોકો છે. આ ચરિતમાં કર્તાએ દરેક સને અંતે પોતાના ગુરુનું તથા
૧૪. રામ રવિપક્ષવિરાગમાનક સર્ગ ૧, લેક ૩. રાWITH એટલે પૂર્ણિમા પક્ષ. શ્રી મગનલાલ ખખરને આ ગચ્છને ખ્યાલ નહીં હોય, તેથી એમણે આ પંક્તિનો અર્થ “રાકા (એટલે પૂર્ણિમાના) શુકલ પક્ષના જેવા શોભાયમાન” એવો કર્યો છે.
૧૫. શ્રી મગનલાલ દલપતરામ સંપાદિત આ કાવ્યના છઠ્ઠા સર્ગના શાર્દૂલવિક્રીડિત છંદના ૨૬મા એક જ શ્લોકને સરતચૂકથી ૨૬, ૨૭ એમ બે નંબર નાંધાઈ ગયા છે. એટલે છઠ્ઠા સર્ગના ૧૩૭ના બદલે ૧૩૬ લોક મુજબ શ્લોકેની આ ગણતરી મૂકી છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org