________________
છેલે જીર્ણોદ્ધાર ગણતરી થાય છે.” ૯
આ ચૌદ નરરત્નોમાં ત્રીજા હતા માંડવીના ગારજી શ્રી ખાંતિવિજયછે. જ્યારે એમનું સ્થાન રા' દેશળજીનાં નરરત્નોમાં હોય, ત્યારે જૈન સંઘના આ યતિશ્રી અને કચ્છના આ રાજવી વચ્ચે કે સારે અને નિકટને સંબંધ હશે તે સહેલાઈથી ખ્યાલમાં આવી શકે છે. આ યતિજનો ટૂંકો પરિચય આ પુસ્તકમાં (પૃ. ૫૭૩) આ પ્રમાણે આપવામાં આવ્યો છે–
“ગોરજી ખાંતિવિજયજી કછ-માંડવીના. એનું બીજું નામ બડે ગોરજી". આખા કચ્છમાં એ બેડા ગોરજના નામે પ્રખ્યાત હતો. કહેવાય છે કે કોઈ પ્રયોગની સાધના કરવામાં એના કાનની શક્તિ એણે ગુમાવી દીધી હતી; વૈદક શાસ્ત્રમાં પણ એ પ્રવીણ હતો. “બેડા ગોરજીની ગોળીઓ ” માંડવી અને માંડવીની આજુબાજુનાં ગામડાંમાં પ્રખ્યાત હતી.
“ ખાંતિવિજયજી રાજદરબારમાં પણ માનકારી ગણાતા. દેશળજી બાવા અને કાકા કહીને બોલાવતા. દેશળજી બાવાને પણ એની વૈદકની કળામાં પૂર્ણ શ્રદ્ધા હતી. જ્યારે જ્યારે એને બોલાવવાની જરૂર પડતી ત્યારે એને માટે ખાસ વેલ મોકલવામાં આવતી. ખાંતિવિજયજીએ દરેક વરસનું ભવિષ્ય ભાખતા દોહરાઓને એક મોટો ચોપડો તૈયાર કર્યો હતો. એના એક-બે નમૂના આ નીચે આપવામાં આવે છે
સંવત ઓગણીસ તેપને, મકડ મોલને ખાય;
ખાંતિવિજય કહે રા” દેશળને, દુનિયા સબ મર જાય. સવંત ૧૯૫૩ની સાલમાં, ઉપરના દેહરા પ્રમાણે, કચ્છમાં મbડાએ ખૂબ ત્રાસ મચાવી દીધા હતા અને મુંબઈ તથા માંડવીમાં પ્લેગની શરૂઆત થઈ હતી.
સવંત ઓગણીસ પચાવને, નદીએ ખળકે નીર;
ખાંતિવિજ્ય કહે રા” દેશળને, ધેનુએ ઝાઝાં ખીર. ૯. આ ચૌદ રત્નનાં નામ સૂચવતો એક છપય કરછ કલાધર ભાગ બીજામાં આપવામાં આવ્યો છે, તે આ પ્રમાણે છે
મતી મેરુ ૨ અરૂ ખંત, ફg૪ એર અકબર અલી, ૨૮૬ ચંદ્ર ગોવિંદ, ઉન્નડ કવિ કેશવ કલી; કહાન વીર ખેંગાર,૧૨ વાલી ૩ અરૂ લાલા છલ્લી, ૧૪ જુગ મયંક (૧૪) સમ અંક, રત્ન નર મહા પ્રબલ્લી; જો ભોજ ભૂપ ધારાપતિ, સિત બસત બલ બુદ્ધિયુત,
ઈત રાજ રાજેન્દ્ર, રાઓ દેશલ ક૭૫ત. ” (પૃ. ૫૭૧).
અર્થાત (૧) કરછ-અંજારના ગરજી મોતીચંદજી, (૨) ભુજની મેટી પિશાળના યતિ માણેક મેરજી (બીજા), (૩) કછ-માંડવીના ગોરજી અંતવિજયજી, (૪) ફતુ મલેક, (૫) અકબર અલી (ડુમરાને અલી ચોર), (૬) ગુંદિયાળાના હરજી ઉર્ફે રુદ્ર પંડ્યા, (૭) નાગ્રેચાના જાડેજા ચાંદાજી, (૮) કછ-ગોધરાને ગોવિંદ જોશી, (૯) ખાખરાના જાડેજા કવિ ઉનડજી, (૧૦) ભિટારાના રાજગર કવિ કેશવ, (૧૧) કાનમેરના કાના બારોટ, (૧૨) રોહાના જાડેજા ખેંગારજી, (૧૩) વાલે ખવાસ, અને (૧૪) અંજારને લાલે છલ્લી.
આ ચૌદ નરરતમાં પહેલાં ત્રણ તો અનુક્રમે અંજાર, ભુજ અને માંડવી–એ કચ્છનાં ત્રણ મુખ્ય શહેરના જન ગોરજીઓ- તિઓ હતા, એ ઉપરથી પણ રા' દેશળજી બાવા બીજા સાથે જૈન સંઘને કેવો ઘનિષ્ઠ સંબંધ હતા, તે સમજી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org