________________
છેલ્લે જીર્ણોદ્ધાર
દેશળજી બાવાએ ભુજ પહોંચીને કચ્છનાં મુખ્ય શહેરના જૈન મોવડીઓને ભેગા કરી ભદ્રેશ્વર તીર્થની શોચનીય દશાની અને ગરજી શ્રી ખાંતિવિજયજીની વેદનાની વાત કરી અને આવા સમારકામ કરવામાં આવ્યું હતું; આને અર્થ તે એ થયો કે આ યતિજીએ, મહારાઓ શ્રી દેશળજી બાવા બીજાના રાજ્યશાસનની શરૂઆતમાં અને એમની સહાય વગર જ, આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને વિ.સં. ૧૮૭૫ના મહાધરતીકંપથી આ દેરાસરના પ્રવેશદ્વારના ઉપરના ભાગને જે નુકસાન થયું હતું તેની જગ્યાએ નવું બાંધકામ કરાવી લીધું હતું. રાઓ શ્રી દેશળજી બીજના પિતા મહારાઓ શ્રી ભારમલજી બીજાને બ્રિટિશ હકૂમતે કરછની રાજગાદી પરથી પદભ્રષ્ટ કરીને, એમના સ્થાને માત્ર અઢી વર્ષની જ ઉંમરના એમના કુંવર દેશળજી બીજાને ગચ્છના મહારાઓ તરીકે જાહેર કર્યા હતા. અને રાજ્યને વહીવટ ચલાવવા માટે, અંગ્રેજ રેસિડેન્ટના પ્રમુખપદે, છ સભ્યોની રિજન્સી કાઉન્સિલ નીમવામાં આવી હતી. આ પછી, રાઓ શ્રી દેશળજી બાવા બીજાની કાબેલિયત અને કુશળતા જોઈને, બ્રિટિશ હકુમતે એમને ૨૦ના બદલે ૧૮ વર્ષની ઉંમરે–વિસં. ૧૮૯૧ની સાલમાં–જ રાજસત્તાના બધા અધિકાર સંપી દીધા હતા. તે પછી વિસં. ૧૮૭૮ની આસપાસ, યતિ શ્રી ખાંતિવિજયજીની પ્રેરણાથી આ તીર્થનું જે સમારકામ કરવામાં આવ્યાનું શ્રી પિસ્ટાન્સે લખ્યું છે, એમાં મહારાઓ શ્રી દેશળજી બાવા બીજાની સહાય મળવાની વાતને અવકાશ જ ક્યાં રહે છે ?
લેફટનન્ટ પિસ્ટાસે જે કંઈ લખ્યું છે તે ભદ્રેશ્વરની મુલાકાત વખતે એમને મળેલ માહિતીના આધારે જ લખ્યું છે, અને એમના વખતમાં યતિ શ્રી ખાંતિવિજયજી હયાત પણ હતા; એટલે પછી એમના લખાણ અંગે
અવિશ્વાસ કરી શકાય એમ છે જ નહીં; અને જે એમના લખાણને આધારભૂત માનીએ તો યતિ શ્રી ખાંતિવિજયના પ્રયત્ન અને દેશળજી બાવા બીજાના સક્રિય સહકારથી આ તીર્થનું સમારકામ થવા પામ્યું હતું, એ વાતને, સમયની ગણતરી સાથે, મેળ બેસારવાનું કામ મુશ્કેલ બની જાય છે.
વળી, લેફટનન્ટ પોસ્ટન્સે આ તીર્થ ની મુલાકાત લીધી તે વખતે,ઉપર સૂચવ્યા મુજબ, આ તીર્થ સારી હાલતમાં હોવાનું લખવા છતાં દેરાસરની ભમતીની દેરીઓ માટે તે એમણે એમ પણ લખ્યું હતું કે
“ ......... beyond this are 52 niches for the reception of figures oí Parasnath, only one of which is at present occupied "
(...આની પછી પાશ્વનાથની પ્રતિમાના બહુમાન માટે બાવન દેરીઓ આવેલી છે; અને એમાંની ફક્ત એક જ ભરેલી ( પ્રતિભાવાળી ) છે. અર્થાત બાકીની દેરીઓ ખાલી છે. ) શ્રી પોસ્ટાન્સના આ ઉલ્લેખને અર્થ એ થાય છે કે યતિ શ્રી ખાંતિવિજયજીના પ્રયાસથી આ તીર્થની હાલતમાં સુધારો થવા છતાં, ભમતીના ઉદ્ધાર વગેરેની દૃષ્ટિએ, આ મંદિરને સુરક્ષિત કરવા માટે વિશેષ સમારકામની જરૂર ઊભી હતી અને એ મહારાઓ શ્રી દેશળજી બાવા બીજાની સહાનુભૂતિભરી દરમ્યાનગીરીથી પૂરી થઈ હોવી જોઈએ. આ રીતે આ ઘટનાના આગળ-પાછળના સમયની વચ્ચે મેળ બેસી શકે છે.
ડૉ.બજેસલેફનન્ટ પોસ્ટન્સ પછી ૩૭ વર્ષ બાદ, સને ૧૮૭૪માં, ડો. જેમ્સ બજેસે આ તીર્થની મુલાકાત લીધા પછી “રિપોર્ટ ઓન ધી એન્ટીકવીટીઝ ઑફ કાઠિયાવાડ એન્ડ ક૭” નામે પુસ્તકમાં (પૃ. ૨૦૬ ) યતિ શ્રી ખાંતિવિજયજીની આ તીર્થની સાચવણી અંગેની કામગીરીની નોંધ આ પ્રમાણે લીધી છે
"Connected with its history there are a series of traditions, collected early in the century by a Jaine Gura Khantvijaya, who seems to have used every endeavour to recover the old inams of royal gifts of land to the temple, "
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org