________________
પ૯
છેલે જીર્ણોદ્ધાર ભારે હશે કે જેથી જૈન સંઘ આ તીર્થની સાચવણીની બાબતમાં અકિચિત્કર બની ગયો હશે. એ તે જે હોય તે, પણ આ રીતે કેટલાક દાયકા સુધી આ તીર્થ વેરાન થઈ ગયું હતું અને એક રાજવી અને એક સંતની ભાવનાના સંગમના પ્રતાપે આ તીર્થનો ફરી ઉદય થવાને વખત પાકી ગયો હતો.
જીર્ણોદ્ધારનું કામ દેશળજી બાવાની ચીમકી પછી કચ્છના જૈન સંઘે તીર્થના ઉદ્ધારનું કામ તરત જ હાથ ધર્યું.એના માટે તરત જ ફાળો ઉઘરાવવામાં આવ્યો અને હવે તે ખુદ કચ્છના ધણીએ આ કામને પોતાનું કામ ગયું હતું એટલે ભદ્રેશ્વર ગામના ઠાકર કે બીજા કોઈ પણ તીર્થના ઉદ્ધારના તેમજ જૈન સંઘના વહીવટમાં જરાય દખલગીરી કરી શકે એમ ન હતું; ઉપરાંત, મહારાવ શ્રી દેશળજી બાવાએ કહ્યા પ્રમાણે, તીર્થના ઉદ્ધારના કામમાં રાજ્ય તરફથી પણ પૈસાની સારી સહાય આપવામાં આવી હતી, એટલે તીર્થના ઉદ્ધારનું કામ તરત જ શરૂ થયું અને ઝડપથી આગળ વધવા લાગ્યું.
દેશળજી બાવા ખુદતે આ કામને પૂરું થયેલું પોતાની નજરે જોઈ ન શક્યા; આ કામ શરૂ થાય એના શુભ નિમિત્તરૂપ બનીને, એ માટે અનુકૂળ સંચાગો ઊભા કરીને અને એની શુભ શરૂઆત કરાવીને વિ.સં. ૧૯૧૭ની સાલમાં તેઓ સ્વર્ગવાસી થયા! પણ આ તીર્થને ઉદ્ધાર કરાવી આપવાની એમની ભાવનાની પાછળ સચ્ચાઈ, કર્તવ્યનિષ્ઠા અને ઉદારતાનું ખમીરદાર બીજ હતું, એટલે તેઓના સ્વર્ગવાસ પછી એમની ગાદીના વારસદાર મહારાઓશ્રી પ્રાગમલજી બાવાએ આ કામ બરાબર થતું રહે અને પિતાના શિરછત્રની તથા યતિ શ્રી ખાંતિવિજયજીની ભાવના વેલાસર પૂરી થાય એની તપાસ રાખી. પરિણામે બે-ત્રણ વર્ષના ગાળામાં જ તીર્થનું સમારકામ પૂરું થયું અને જૈન સંઘને માટે એની યાત્રાનો માર્ગ મોકળો થયો. યતિ શ્રી ખાંતિવિજયજીની લાંબા વખતની ચિંતા દૂર થઈ, અને કચ્છના સંઘમાં આનંદ-આનંદ પ્રવર્તી રહ્યો.
આ ઉદ્ધારની નોંધ શ્રી ભદ્રેશ્વર-વસઈ તીર્થના અનન્ય ભક્ત, ભુજપુરનિવાસી, પ્રજ્ઞાચક્ષુ, પંડિતવર્ય શ્રી આણંદજીભાઈ એ વિસં. ૨૦૧૧ના અરસામાં આ તીર્થ સંબંધી ઘણીખરી જાણવા જેવી માહિતી લખાવી રાખી હતી, તે તીર્થની પેઢીમાં છે. એમાં યતિવર્ય શ્રી ખાંતિવિજયજીના પ્રયાસથી થયેલ આ તીર્થના ઉદ્ધાર સંબંધી જે વિગત (પૃ. ૨૬-૨૭) નોંધવામાં આવી છે, તે આ પ્રમાણે છે–
“ આ તીર્થમાં તપગચ્છના એક ભલા, ભેળા અને કાને બહેરા ખાંતિવિજય કરીને યતિ ધામા નાખીને અને પિતાની કચ્છના મુખ્ય શહેર માંડવીની ધીકતી જાગીર છોડીને, તીર્થભક્તિથી, આ તીર્થમાં અવધૂત યોગીની જેમ પડયા રહેતા. ને વીસમી સદીની શરૂઆતમાં, સંવત ૧૯૦૧થી ૨૦ લગીનાં ૨૦ વર્ષો લગી, આ તીર્થની ઘણી બિસ્માર હાલત થઈ ગઈ હતી. તીર્થના મંદિરની આસપાસ ઘેટાં-બકરાંઓનાં જૂથ (વગ) બેસતા અને એક
તભવ્ય, મહાન, દિવ્ય પરમ આકર્ષક આ તો જાણે કોઈ ભૂતિયાખાનું હોય એવી ભયભરી બિસ્માર દશા તરફ જઈ રહ્યું હતું. કેઈ રડયાખડ્યા જૈન-જૈનેતર, અધિકારીઓ અને રાજ્યમાન્ય પુરુષે અહીંતહીંના પ્રવાસમાં અહીંથી પાસ થતા, તેને યતિ શ્રી ખાંતિવિજયજી, રડતા હૃદયે, આ તીર્થ માટે કંઈક કરી છૂટવા કાકલૂદી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org