________________
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
સલ્તનતના અમલદારાને—જે કાઈ ભદ્રેશ્વરમાં આવી પહોંચતા એમને—તીની બેહાલીનાં પ્રત્યક્ષ દન કરાવીને પેાતાની વેદના વ્યક્ત કરતા અને, જાણે આજીજી કરતા હાય એ રીતે, આ દુર્દશાનું જલદી નિવારણ કરવાની માગણી કરતા. મેાઢાના મીઠા રાજકારણી અમલદારા ખાટું તેા શાને મનાવે? એ તેા તીની રક્ષાનું કામ કરાવી આપવાની મીઠી મીઠી વાતા કરીને રવાના થતા; પણુ એ બધી વાતા, સ્વપ્નાની સુખડીના જેવી, નરી છેતરામણી નીવડતી અને તીથની હાલતમાં ન કોઈ ફેરફાર થતા કે એના માટે ન કોઈના અંતરમાં રજ કે ચિંતાની ખીજરેખાના ઉદય થતા; એટલે પછી તીના ઉદ્ધારની પૂર્ણિમાના ઉદયની તે। આશા જ કથાં રાખવી?
૪
વળી, આ સમય સન ૧૮૫૭ (વિસ’૦ ૧૯૧૩)ના વિખ્યાત ખળવાના દેશવ્યાપી બેચેનીના સમય હતેા; અને એની કેટલીક અસર કચ્છ ઉપર પણ પડી હતી, એટલે પ્રજાની વાત કે ફરિયાદ બહુ ઓછી કાને ધરાતી, તેથી આ સરકારી અમલદારાના હિસાબ માગવાનું કામ વિશેષ કપરું ખની ગયું હતું, પણ્ યતિજી આથી નિરાશ ન થયા; એ ભદ્રેશ્વરમાં હેાય કે આસપાસના કેાઈ સ્થાનમાં વિચારતા કે રહેતા હેાય, એમનુ ચિત્ત તે! આઠે પહેાર અને સાઠે ઘડી આ તીર્થ ના ઉદ્ધારની જ માળા રટવા કરતું હતું—તી ની પુનઃ પ્રતિષ્ઠા કરાવીને જ એમના આત્મા જપવાના હતા. પિરણામે આ કાની વધુ નિરાશા એમના માટે વિશેષ પુરુષાર્થનું પ્રેરક નિમિત્ત બની જતી. અને કાળની ઘડીમાંથી સમયની આગે સૂચની રેતી, એમ ને એમ, સર્યા જ કરતી હતી!
દેશળજી ભાવાનુ ભદ્રેશ્વરમાં આગમન
આ કામ કેવી રીતે પાર પડશે, એનાં કાઈ એ ધાણુ કળાતાં ન હતાં, અને છતાં કરુણાનિધિ કુદરત આ બાબતમાં કઈ સાવ નિષ્ક્રિય ન હતી; એ પેાતાની રીતે ભાવીના સ`કેતને આકરઆપી રહી હતી. બનવા કાળ તે, એક વાર, ખુદ કચ્છના ધણી દેશળજી ખાવા ખીજા, રાજકાજ માટે ફરતા ફરતા, ભદ્રેશ્વર ગામમાં આવી પડેાંચ્યા. ગારજી શ્રી ખાંતિવિજયજી આ વખતે ભદ્રેશ્વર-વસઈ તીથ માં જ હતા. મહારાઓશ્રીના ભદ્રેશ્વર આવવાના સમાચાર જાણીને એમના મનના મારલા આનદથી નાચી ઊઠવો; એમના અતરે સાક્ષી આપી કે હવે તીની રક્ષાનુ` ભગવાનનું આ કામ થયું જ સમજો! અને એ સંતપુરુષના અંતરમાં આવી આશાની ઊર્મિ જાગી ઊઠે એવું એક સબળ કારણુ પણ હતુ : તિજીને આ મહારાઓશ્રી સાથે ગાઢ પરિચય હતા, એટલું જ નહી', દેશળજી ખાવા એમના પ્રત્યે આદર અને બહુમાનની લાગણી પણ ધરાવતા હતા. આની વિગત આ પ્રમાણે છે— ચતિશ્રીના મહારાઓશ્રી સાથેના સંબધ
કચ્છના જાણીતા સાહિત્યકાર શ્રી દુલેરાયભાઈ કારાણીએ “ કચ્છ કલાધર ”નામે કચ્છની તવારીખ અને સંસ્કૃતિને લગતું માહિતીસભર અને દળદાર પુસ્તક બે ભાગમાં લખ્યુ છે. એમાં બીજા ભાગમાં “મહારાએ શ્રી દેશળજી ખીજા” નામે ૨૯મા પ્રકરમાં (પૃ૦ ૫૭૧) તેઓએ લખ્યુ છે કે—
""
રા' દેશળને દેશનાં નરરત્ને ચૂંટી ચૂંટીને તેમને પેાતાના દરબારમાં સ્થાન આપવાને ભારે શાખ હતા. જેમ ધારા નગરીના ભાજ રાજાના દરબારમાં ચૌદ રત્ના શાભતાં હતાં તેમ રા ' દેશળના દરબારમાં ચૌદ રત્નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org