________________
છેલે જીર્ણોદ્ધાર એમની લાયકાત જોઈને, તેઓ ૨૦ વર્ષની પુખ્ત ઉંમરના થાય તે પહેલાં, ૧૮ વર્ષની વયે જ, રાજ્યસંચાલનની લગામ એમના હાથમાં સોંપી દીધી. એમણે શાણપણ, દૂરંદેશી અને હિંમતથી કામ લઈને જાડેજા તથા બીજા રાજપૂતો વગેરેમાં દીકરીને દૂધપીતી કરવાને, પતિ પાછળ સતી થવાનો અને ગુલામોનો વેપાર કરવાનો–એવા એવા જે ઘાતકી અને અમાનુષી રિવાજે પ્રચલિત હતા તે બંધ કરાવ્યા અને કચ્છમાં સ્કૂલ તથા ઈસ્પિતાલની સ્થાપના કરાવી. (કચ્છ કલાધર, ભાગ બીજે, પૃ૦૫૫૭)
મહારાઓશ્રી દેશળજી બાવા બીજાનો રાજકારેબાર એ પરોપકારી અને લોકપ્રિય નીવડ્યો કે જેથી એમણે એમના પૂર્વજ દેશળજી બાવા પહેલાને પ્રજાએ વહાલ અને આદરથી આપેલ “દેશરા પરમેસરા'ના બિરુદને પોતાના માટે પણ સાચું પાડીને એનું અને પોતાનું ગૌરવ વધાર્યું હતું. આ મહારાઓશ્રીને જન સંઘ સાથે પણ ખૂબ નિકટને અને મીઠો સંબંધ હતો.
અતિ શ્રી ખાંતિવિજયજી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થના ઉદ્ધારની આશા સમી–મુખ્ય આશા સમી-બીજી પ્રકાશરેખા હતા તપગચ્છ સંઘના માંડવીના ગોરજી(યતિ)શ્રી ખાંતિવિજયજી મહારાજ, તેઓને ખંતવિજયના નામથી પણ ઓળખવામાં આવતા હતા. કેઈસાધનાનો પ્રયોગ કરતાં કરતાં એની કંઈક એવી અવળી અસર થઈ કે જેથી તેઓની સાંભળવાની શક્તિ કુંઠિત થઈ ગઈ, અને તે એ લોકોમાં “બેડા ગોરજી” તરીકે ઓળખાતા થયા હતા. તેઓ જમીન જાગીર ધરાવતા ગોરજી હતા, પણ એમનો જીવનવ્યવહાર એક સંતના જે સાદ, સરળ અને ધર્મમય હતો. એક વાર તેઓ ફરતા ફરતા આ તીર્થની યાત્રાએ જઈ ચડ્યા. તીર્થની બિસ્માર હાલત જોઈને એમના અંતઃસંતાપ અને દુઃખને પાર ન રહ્યો. એમને પોતાની જાતની તો કશી ખેવના જ નહતી; એમનું જીવન તે એક અવધૂત અને અલગારી સાધકના જેવું હતું અને લીધું કામ પૂરું કરવાનું સંકલ્પબળ પણ એમના અંતરમાં હતું. એમણે આ પ્રાણપ્યારા તીર્થને ગમે તે ભેગે ઉદ્ધાર કરાવવાનો નિશ્ચય કર્યો, અને તેઓ આ માટે, જાણે ધૂણી ધખાવીને, ત્યાં ધામા નાખીને બેઠા–એમના રોમ રોમમાંથી એ વખતે તીર્થની ભક્તિ અને તીર્થની રક્ષાને જ સાદ ઊઠતો હતો, એ સાદ એમને નતે સુખે સૂવા દેતે હતું કે ન તો નિરાંતે રહેવા દેતે હત–જાણે ઉજજવળ ભાવીને કેાઈ સંકેત જ એક સંતના અંતરમાં આવી અખંડ ચિંતા અને જાગૃતિનાં અમીછાંટણાં કર્યા કરતો હતો.
પણ આ કામ યતિવર્ય શ્રી ખાંતિવિજયજીને માટે, મીણના દાંતે લોઢાના ચણા ચાવવા જેવું, અતિ મુશ્કેલ નીવડયું. આ પહેલાં જ કચ્છમાં બ્રિટીશ રાજસત્તાનો પગપેસારો થઈ ચૂક્યો હત; અને કચ્છના મહારાઓ રાયધણજી અને અંગ્રેજ હકુમત વચ્ચે સને ૧૮૦૯ (વિ.સં. ૧૮૬૫)માં કરાર પણ થયા હતા, જે (કર્નલ) વોકર સેટલમેન્ટ તરીકે જાણીતા છે; અને એમાં, કચ્છ ઉપરાંત, કાઠિયાવાડનો પણ સમાવેશ થઈ જતો હતો. એટલે તેઓ રાજ્યના કર્મચારીઓ અને અંગ્રેજ
૮. તિવર્ય મુનિ શ્રી કલ્યાણચંદ્રજી બાપા સેનગઢવાળા, “સમયધર્મ,” તા. ૧-૪-૧૯૫૯, પૃ. ૧૫૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org