________________
**
શ્રી ભદ્રેશ્વર-વસઈ મહાતીથ
શ્રી આત્મારામજી) મહારાજની ૩૧ ઈંચ માપની સફેદ આરસની પ્રતિમા છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે એમાં આચાર્ય મહારાજનાં ચરણ પાસે પંડિત શ્રી લક્ષ્મીવિજયજી, આચાર્ય શ્રી વિજયકમલસૂરિજી, મુનિ શ્રી હંસવિજયજી તથા પન્યાસ શ્રી સંપવિજયજી ગણિ - એ ચાર સાધુમુનિરાજોની નાની નાની મૂર્તિઓ મૂકવામાં આવી છે [ચિત્ર નં. ૪૩]. મુનિરાજ શ્રી હ‘સવિજયજી મહારાજના સદુપદેશથી માંડવીનિવાસી શ્રીલક્ષ્મીચંદ રાજ્યપાળે આ મૂર્તિ ભરાવી હતી, એના એના ઉપર શિલાલેખ પણ છે.
શ્રી ભદ્રેશ્વર-વસઈ તીથ સાથે અને વિશેષે કરીને એના ઇતિહાસ સાથે આચાર્ય શ્રી વિજયાન દસૂરિજી ( શ્રી આત્મારામજી) મહારાજના સંબધ એ રીતે જોડાયેા હતેા કે જ્યારે આ તીર્થના છેલ્લા જીર્ણોદ્વાર વિક્રમની વીસમી સદીના પૂર્વાધમાં (વિ॰ સ′૦ ૧૯૩૪-૧૯૩૯ના વચ્ચે ) કરાવવામાં આવ્યા ત્યારે, વીરનિર્વાણ પછી ૨૩ મે વર્ષે, દેવચંદ્ર નામના શ્રાવકે શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવીને આ તીર્થની સ્થાપના કર્યાની માહિતી જેના આધારે જાણી શકાઈ છે અને પ્રચલિત થઈ છે, તેવું એક તામ્રપત્ર આ દેરાસરની ભીંતમાંથી મળી આવ્યું હતું. આ તામ્રપત્ર ઉકેલી શકાયુ' નહીં એટલે એની નકલ આચાર્ય શ્રી આત્મારામજી મહારાજને કલકત્તા તથા બેંગાલ રાયલ એશિયાટિક સાસાયટીના મંત્રી ડૉ. એ.એફ. રૂડોલ્ફ હાનલને મેાકલવામાં આવી હતી. શ્રી હેાન લે એ તામ્રપત્રના થાડાક ભાગ ઉકેલી આપ્યા હતા, અને એના આધારે શ્રી ભદ્રેશ્વર તી આશરે પચીસ સે વર્ષ પહેલાં સ્થપાયું હતુ', એ વાત જાણી શકાઈ હતી અને પ્રચલિત ખની હતી. આ રીતે, આ તામ્રપત્રને લીધે, આ તીર્થના ઇતિહાસ સાથે આચાર્ય શ્રી આત્મારામજી મહારાજનું નામ સ’કળાયેલું છે, એટલે એમની મૂર્તિ આ સ્થાનમાં હેાય એ ઉચિત છે; અને એને કારણે જિજ્ઞાસુ યાત્રિકને આ તીર્થની પુરાતન વાતાનું સ્મરણ કરવાને તથા એની વિશેષ માહિતી મેળવવાને અવસર મળે છે.
ચાઘડિયાં અને ભાવના
ભગવાનના દરખારમાં ત્રણ વાર ચાઘડિયાં વાગે છે, અને રાત્રે ભાવના એસે છે. ભાવનામાં ભાવિક યાત્રિક ભક્તિરસ રેલાવે છે, અને તીથની પેઢી તરફથી પણ સંગીતના કુશળ જાણકારને રાકવામાં આવેલ છે, એટલે રાત્રે ભાવનામાં ખૂબ ઉલ્લાસ પ્રવર્તે છે.
પ્રતિમાઓ વગેરેની સંખ્યા
2
૧૪૯ પાષાણનાં નાનાંમોટાં કુલ જિનબિ‘એ.
૨ પ્રાસાદ દેવીની પ્રતિમાએ.
૨ વાઘેશ્વરી તથા ચક્રેશ્વરજી દેવીની પ્રતિમાએ.
૪ યક્ષ તથા યક્ષિણીની પ્રતિમાએ.
૨ મહાકાળીની દેરીમાંની હૃષીકેશ અને સરસ્વતીની પ્રતિમાએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org