________________
છેલ્લો જીર્ણોદ્ધાર કચ્છના શણગાર અને ગૌરવરૂપ શ્રી ભદ્રેશ્વર-વસઈ જૈન તીર્થના, અત્યારે વિદ્યમાન, જે જિનમંદિરને સવિસ્તર પરિચય ગયા પ્રકરણમાં આપવામાં આવ્યું, તેને અત્યારે દેખાતે આકાર-પ્રકાર, મુખ્યત્વે આશરે એકાદ સૈકા પહેલાં થયેલ જીર્ણોદ્ધાર મુજબને છે. આનો અર્થ એવો નથી કે અત્યારે આ મંદિરનાં જે રૂ૫ અને આકાર છે, તે સોએ સો ટકા આ જીર્ણોદ્ધાર પછીના જિનમંદિર મુજબનાં જ છે. આમ કહેવાને ભાવ મુખ્યત્વે એવો છે કે આ એક વર્ષના ગાળામાં, મંદિરની સાચવણીને માટે તેમ જ મંદિરને વિશેષ સુંદર બનાવવા માટે, મંદિરના બાંધકામ અને રંગ-રોગાનમાં કેટલાક જરૂરી ફેરફાર થવા છતાં, તેમ જ ૪૦-૪૫ વર્ષ પહેલાં મંદિરમાં ઘણે ઠેકાણે ચિરુડીનું (જયપુરી ઢબનું) પ્લાસ્ટર કરાવવા છતાં, મંદિરને ટકાવી રાખવા માટે, એના બાંધકામમાં એ કઈ માટે કે ધરમૂળનો ફેરફાર કરવામાં નથી આવ્યો કે જેને મંદિરનો જીર્ણોદ્ધાર કહેવું પડે. છેલ્લા સૈકા દરમ્યાન, આ મંદિરમાં, જરૂર પ્રમાણે, આવા જે કંઈ ફેરફાર કરવામાં આવ્યા તે સામાન્ય પ્રકારના જ હતા.
જીર્ણોદ્ધાર અને વ્યવસ્થા મંદિરની મુખ્ય માંડીને બાદ કરતાં, અત્યારે જે રૂપમાં આ જિનમંદિર જોવા મળે છે તે, મોટે ભાગે, વિ. સં. ૧૯૩૪-૧૯૩૯ વચ્ચે થયેલ જીર્ણોદ્ધારને આભારી છે. આ જીર્ણોદ્ધાર એવો સારો અને મજબૂતીવાળો થયો અને પછી મંદિરની સારસંભાળની વ્યવસ્થા પણ એવી સંતોષકારક થઈ તેમ જ એ વ્યવસ્થા મુજબ આ તીર્થની શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીએ અને એના ધર્માનુરાગી સંચાલક મહાનુભાવોએ (ટ્રસ્ટીઓએ) એવી ખંત, ધીરજ અને ચીવટથી પોતાની ફરજ બજાવી, અને અત્યારે પણ બજાવી રહેલ છે કે, જેથી આ તીર્થ અને જિનમંદિરની બરાબર સાચવણી થઈ એટલું જ નહીં, એની ખ્યાતિમાં પણ ઉત્તરોત્તર વધારો થતો રહ્યો.
૧. ભદ્રેશ્વરના દેરાસરમાં ચિડીનું પ્લાસ્ટર લગાવીને એનું સમારકામ કરાવવાનો ઠરાવ, તીર્થના ટ્રસ્ટી મંડળ, તા. ૨૭-૪-૧૯૨૮ ના રોજ, કર્યો હતે.
- ૨. આશરે સવાસો વર્ષ પહેલાં આ તીર્થની હાલત બિસ્માર જેવી થઈ ગઈ હતી; અને, રાજદ્વારી અસ્થિ૨તા અને અરાજકતાને કારણે ભાગ્યે જ કોઈ યાત્રાળ આ તીર્થની યાત્રાએ આપવાની હિંમત કરતા હતા. અને જેઓ, તીર્થભક્તિની ભાવનાથી પ્રેરાઈને અને સાહસ ખેડીને યાત્રાએ આવતા તેઓ ઘણે મોટે ભાગે તો કચ્છના જ વતનીઓ રહેતા. પણ આ છેલ્લે જીર્ણોદ્ધાર એવો શુકનવંતો થયો કે ત્યાર પછી આ તીર્થની સંભાળ માટે શ્રી વર્ધમાન કલ્યાણજીની પેઢીની સ્થાપના થઈ, એની કામગીરી ખૂબ વ્યવસ્થિત અને સંતોષકારક થતી ગઈ, ધર્મશાળાઓની સંખ્યામાં વધારો થતો ગયો, અને, સમય જતાં, ઉત્તમ પ્રકારની ભેજનશાળ ૫ણું શરૂ થઈ. ( આ તીર્થની પેઢી, ધર્મશાળાઓ તથા ભોજનશાળા સંબંધી સવિસ્તર માહિતી આ પુસ્તકના “વહીવટ અને સગવડ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org