________________
વર્તમાન ભદ્રેશ્વર-વસઈ મહાતીર્થ
૧ માણિભદ્ર વીરની પ્રતિમા.
એ રીતે કુલ ૧૬૦ પાષાણની પ્રતિમાઓ આ જિનમંદિરમાં છે.૧૩
આ ઉપરાંત જુદી જુદી દેરીઓમાં ધાતુની પંચતીર્થીઓ, ચાંદીનાં પ્રતિમાજી, સિદ્ધચક્રના ગટાઓ, ધાતુના અષ્ટમંગલ, ચાંદીનાં પગલાંની પાટલી, મહાસિદ્ધચક્ર યંત્ર, ચાવીય વટા વગેરે જુદી જુદી વસ્તુઓ ૩૦ની સંખ્યામાં છે; આમાંની કઈ કઈ ઘસાઈ ગયેલ કે ખંડિત થયેલ છે.
[ તા. ૧૬-૩-૧૯૭૫ની નેંધ મુજબ] ગછના સુમેળની ધર્મભૂમિ આ તીર્થમાં આપણે અનેક ગચ્છોને સુમેળ સધાય છે, એ આ ધર્મભૂમિની નોંધપાત્ર અને વિરલ વિશેષતા છે. હવે આની કેટલીક વિગતો જોઈએ.
તપગચ્છનું ગુરુમંદિર દાદાના દેરાસરનું ભક્તિ અને ઝીણવટથી નિરીક્ષણ કરીને એમના ધર્મદરબારની ડેલીમાંથી બહાર આવીએ એટલે સામે જ (આપણું જમણી બાજુએ) એક ગુરુમંદિર નજરે પડે છે. એ છે કચ્છના મહાન ઉપકારી અને વિશેષ કરીને વાગડદેશના ઉદ્ધારક તરીકેનું બિરુદ પામેલ શ્રી જીતવિજયજી દાદાનું ગુરુમંદિર [ ચિત્ર નં. ૪૪]. એમાં મધ્ય ભાગમાં શ્રી જીતવિજયજી દાદાની પાષાણુની પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં આવી છે [ ચિત્ર નં. ૪૫ ]. આ પ્રતિમાની જમણી બાજુ મુનિ શ્રી હીરવિજયજી મહારાજની અને ડાબી બાજુ વાગડદેશદ્ધારક આચાર્ય શ્રી વિજયકનકસૂરિજી મહારાજની ચરણપાદુકાઓ પધરાવવામાં આવી છે. આ ગુરુમંદિરની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૩માં આચાર્ય મહારાજ શ્રી વિજયકનકસૂરિજી મહારાજે કરી હતી. આ ગુરુમંદિરને વ્યાખ્યાનમંડપ (ખંડ) ઘણો વિશાળ છે.
ખરતરગચ્છનું ગુરુમંદિર આ ગુરુમંદિરનાં દર્શન કરીને, ભેજનશાળાથી આગળ જઈએ એટલે આપણે એક બીજા ગુરુ મંદિરના દ્વારે પહોંચીએ છીએ. આ ગુરુમંદિર ખરતરગચ્છના મહાન પ્રભાવક ધર્મ પુરુષ આચાર્ય શ્રી જિનદત્તસૂરિજીનું છે [ચિત્ર નં. ૪૬]. એમાં વચ્ચે આચાર્ય શ્રી જિનદત્તસૂરિજીની, એની જમણી બાજુ મણિધારી આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની અને ડાબી બાજુ આચાર્ય શ્રી જિનકુશલસૂરિજીની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરવામાં આવી છે. અને નીચેના ભાગમાં આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિજીની મૂર્તિ પધરાવવામાં આવી છે [ ચિત્ર નં. ૪૭]. તે પછી તેની નીચે જમણી તરફ મુનિરત્ન શ્રી મોહનલાલજી મહારાજની અને એની બાજુમાં અનુક્રમે આચાર્ય શ્રી જિરત્નસૂરિજીની, ઉપાધ્યાય શ્રી લબ્ધિમુનિજની અને મુનિરાજ શ્રી બુદ્ધિમુનિજીની પાદુકાઓ
૧૩. “શ્રી કરછ ગિરનારની મહાયાત્રામાં (પૃ ૧૨૨) જણાવ્યા પ્રમાણે વિસં. ૧૯૮૩ ની સાલમાં એ સંધ ભદ્રેશ્વરની યાત્રાએ ગયો હતો ત્યારે ત્યાંના જિનમંદિરમાં કુલ ૧૬૨ પ્રતિમાઓ હતી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org